દક્ષિણ ગુજરાતમાં દીપડા અને માનવ વચ્ચેના સંઘર્ષને અટકાવવો ખૂબ જરૂરી

 

 

છોટાઉદેપુર જિલ્લામાં દિપડા અને માનવ વચ્ચેનો સંઘર્ષ તેમજ દિપડાને રેસ્ક્યુના સમાચાર હાલ ચર્ચામાં છે. દક્ષિણ ગુજરાતમાં ખૂબજ સુંદર જંગલો આવેલા છે જેમાં દિપડા માટે શિકાર (તૃણાહારી) ખૂબ જ ઓછા છે. જેના કારણે વારંવાર દિપડા માનવ વસાહતમાં દોડી આવે છે. દિપડા અને માનવ વચ્ચે થતા સંઘર્ષમાં બંને તરફ નુકશાન થાય છે.

આનો ઉકેલ એ છે કે, આ જંગલોમાં દિપડાના શિકાર માટે  જંગલ ફાઉલ (જંગલી કુકડા), ચિંકારા, ચૌશીંગા તથા ચિત્તલ (સ્પોટેડ ડિઅર) તથા અન્ય તૃણાહારીઓની વસ્તી વધારવી. વન વિભાગના સહયોગ થી સુરત નેચર ક્લબ દ્વારા ચિત્તલનું બ્રિડીંગ સેન્ટર હાલ ચાલે છે અને સરાહનિય રીતે કેટલાંક ચિત્તલને ફરી સફળતા થી જંગલમાં પરત છોડવામાં આવ્યા છે.

જો સૌ સાથે મળીને આ જંગલોમાં ઘટેલી તૃણાહારીઓની વસ્તી વધારવા પ્રયત્ન કરીએ તો સમય જતાં દિપડા અને માનવો વચ્ચેના ઘર્ષણમાં ચોક્કસ ઘટાડો થઈ શકે તેમ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]