Lokmanya Tilak National Award – chitralekha https://chitralekha.com Gujarati Magazine and News portal Tue, 01 Aug 2023 10:12:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://chitralekha.com/chitralemag/wp-content/uploads/2023/06/favicon.png Lokmanya Tilak National Award – chitralekha https://chitralekha.com 32 32 પુણેમાં ‘લોકમાન્ય તિલક પુરસ્કાર’ સમારંભમાં વિપક્ષ પર મોદીનો કટાક્ષ https://chitralekha.com/news/national/some-people-get-uncomfortable-if-pm-modi-takes-a-dig-at-opposition-after-receiving-lokmanya-tilak-national-award-in-pune/ Tue, 01 Aug 2023 10:12:35 +0000 https://chitralekha.com/?p=363540 પુણેઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આજે અહીં તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ વતી 1983માં સ્થાપવામાં આવેલા ‘લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડ સ્વીકાર્યા બાદ પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું કે, ‘લોકમાન્ય તિલકના નામે સ્થપાયેલો પુરસ્કાર પ્રાપ્ત કરતા હું ગૌરવની લાગણીનો અનુભવ કરું છું. લોકમાન્ય તિલક અખબારી સ્વાતંત્ર્યના મહત્ત્વને સમજતા હતા. એમણે ભારતની આઝાદીની લડાઈના માર્ગને બદલી દીધો હતો. બ્રિટિશરોએ એમને ભારતીય જુવાળ (ક્રાંતિ)ના જનક ગણાવ્યા હતા. ભારતની આઝાદીની લડાઈમાં લોકમાન્ય તિલક મોખરે રહ્યા હતા.’

મોદી એમના સંબોધનમાં દેશના વિરોધપક્ષોને ટોણો મારવાનું ચૂક્યા નહોતા. એમણે કહ્યું, ‘એકબીજા પર ભરોસો રાખવાથી આપણે મજબૂત બનીએ છીએ, પરંતુ આજે જ્યારે દેશમાં કેટલાક સ્થળોને આપવામાં આવેલા વિદેશી આક્રમણખોરોના નામોને બદલવામાં આવે છે એમાં કેટલાક લોકો અસ્વસ્થ થઈ જાય છે.’ મોદીએ કોરોનાવાઈરસ રોગચાળા સામે દેશે આદરેલા જંગમાં પુણે શહેરે આપેલા યોગદાનની મોદીએ પ્રશંસા કરી હતી.

આ કાર્યક્રમ વખતે મંચ પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવાર પણ ઉપસ્થિત હતા. એમણે કહ્યું, ભારતમાં પહેલો સર્જિકલ હુમલો છત્રપતિ શિવાજી મહારાજના સમયગાળામાં થયો હતો. દેશે બે યુગ જોયા છેઃ એક, તિલકનો અને બીજો મહાત્મા ગાંધીનો.

]]>
મોદીને આજે પુણેમાં એનાયત કરાશે ‘લોકમાન્ય તિલક પુરસ્કાર’ https://chitralekha.com/news/national/pm-modi-to-launch-development-projects-during-pune-visit-receive-lokmanya-tilak-national-award/ Tue, 01 Aug 2023 04:03:06 +0000 https://chitralekha.com/?p=363491 પુણેઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં પુણે શહેરની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ પુણે જિલ્લા માટેની અનેક વિકાસયોજનાઓનો શિલાયન્સ કરશે અને તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ વતી 1983માં સ્થાપવામાં આવેલા ‘લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર’થી એમને સમ્માનિત કરવામાં આવશે.

મોદી સવારે પુણે આવી પહોંચ્યા બાદ દગડુશેઠ મંદિર ખાતે ભગવાન ગણપતિજીના દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ 11.15 વાગ્યે એમને ‘લોકમાન્ય તિલક પુરસ્કાર’ એનાયત કરવામાં આવશે. મહાન રાષ્ટ્રવાદી, શિક્ષક અને અગ્રગણ્ય સ્વાતંત્ર્ય સેનાની ‘લોકમાન્ય’ બાલ ગંગાધર તિલકની આજે પુણ્યતિથિ છે. 1920ની 1 ઓગસ્ટે મુંબઈમાં એમનું દેહાવસાન થયું હતું. 

]]>