Home Tags Gujarat Loksabha Candidates

Tag: Gujarat Loksabha Candidates

બનાસકાંઠાઃ મતદારોની પસંદ પરબતભાઈ કે પરથીભાઈ?

ઉત્તર ગુજરાતની આ મહત્વની ગણાતી બેઠક પર જ્ઞાતિના સમીકરણો સૌથી મહત્વનો ભાગ ભજવે છે. દૂધની ડેરીનું રાજકારણ પણ જિલ્લાના રાજકારણમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલું છે. ચૌધરી સમાજ કઈ...

અમદાવાદ-પશ્ચિમ બેઠક પર કિરીટભાઈને કેટલા હંફાવશે રાજુભાઈ?

નવા સિંમાકન બાદ 2009માં અસ્તિત્વમાં આવેલી આ બેઠક પર છેલ્લી બન્ને ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. શહેર વિસ્તારમાં આવતી પણ આ અનામત બેઠક પર ભાજપની પકડ છે. જ્યારે કોંગ્રેસ...

આણંદ: ભરતસિંહ ગઢ પાછો લેશે કે બકાભાઈ...

ગુજરાતની લોકસભા બેઠકોમાં હાલના તબક્કે કોંગ્રેસની જીતવાની સૌથી વધારે શક્યતા કોઈ બેઠક પર હોય તો એ બેઠક આણંદ લોકસભા બેઠક છે. આણંદ પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક છે...

અમરેલીમાં પરેશભાઈનો પટેલ પાવર ચાલશે કે ભાજપનો...

ગુજરાતની જે લોકસભા બેઠકોમાં જોરદાર રસાકસી જામશે એવી બેઠકોમાં એક બેઠક અમરેલી લોકસભા બેઠક પણ છે. ભાજપનો ગઢ ગણાતી અમરેલી લોકસભા બેઠક પર 1989થી 2014 સુધીની 8 લોકસભા ચૂંટણીમાં...

અમદાવાદ- પૂર્વ : ભાજપના ગઢમાં ગીતાબહેન ગાબડું...

અમદાવાદ-પૂર્વ લોકસભા મતવિસ્તાર એ આમ તો પ્રમાણમાં નવી રચાયેલી બેઠક છે. 2008માં ડિ-લિમિટેશનની  પ્રક્રિયાપછી આ મતવિસ્તારની રચના કરવામાં આવી હતી અને એ પછી  અહીં  2009  અને  2014  એમ બે  લોકસભાનીચૂંટણીયોજાઈ ચૂકી છે. બન્ને ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થયા છે એટલે આ બેઠકને ભાજપની મજબુતબેઠકોમાંની એક ગણવામાં આવે છે. 2009ની ચૂંટણીમાં અહીં ભાજપના ઉમેદવાર હરીન પાઠકે કૉંગ્રેસના ઉમેદવાર દીપક બાબરિયાને 86056 મતોથી હરાવ્યાહતા. ભાજપને આ ચૂંટણીમાં 53.37 ટકા અને કૉંગ્રેસને 38.97 ટકા મત મળ્યા હતા. જ્યારે 2014ની ચૂંટણીમાં ભાજપનાપરેશ રાવલે કૉંગ્રેસના હિંમતસિંહ પટેલને 3,26,633 મતોની જંગી બહુમતીથી હાર આપી હતી. નોટા(NOTA-none of the above નન  ઓફ  ધી  અબવ) ને  14,358  મત  મળ્યા  હતા,  પણ  ભાજપની  જીતનું  માર્જિન જોતાં નોટા-ફેક્ટર અહીં નગણ્યસાબિત થયું હતું. અંદાજે કુલ 17,87,618 મતદાર સંખ્યા ધરાવતી આ બેઠકમાં આશરે બે લાખ જેટલા પટેલ મતદારો, સવા બે લાખ જેટલાદલિત અને એટલી જ સંખ્યામાં ઓ.બી.સી. મતદારોનો સમાવેશ થાય છે. લઘુમતી મતદારોની સંખ્યા અહીં 1,19,000જેટલી છે. આ લોકસભા મતવિસ્તારમાં દહેગામ, ગાંધીનગર(દક્ષિણ), વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર અને બાપુનગર એમસાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે, જેમાંથી છ બેઠક ભાજપ પાસે અને બાપુનગરની એક વિધાનસભા બેઠક કૉંગ્રેસપાસે છે. દહેગામ અને ગાંધીનગર(દક્ષિણ)ને બાદ કરતા બાકીની પાંચેય બેઠક અમદાવાદના શહેરી વિસ્તારની ગણાય છેએટલે ભાજપ માટે અહીં રસ્તો આસાન હોવાનું મનાય છે. આ બેઠકમાં ખાસ કરીને બાપુનગર, ઠક્કરબાપાનગર અને નિકોલવિસ્તારમાં સૌરાષ્ટ્રમાંથી આવેલા લોકોની વસતી ખૂબ મોટી સંખ્યામાં છે એટલે સૌરાષ્ટ્રની રાજકીય ઘટનાઓની અસર આવિસ્તાર પર પણ પડી શકે છે. 2019ની આ ચૂંટણીમાં ભાજપના સાંસદ અને અભિનેતા પરેશ રાવલે ચૂંટણી લડવા માટે પહેલેથી જ અનિચ્છા દર્શાવીહોવાથી ભાજપે...

કરો વાત! ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સહિત 47 રાજકીય...

અમદાવાદ- લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આગામી 23મી એપ્રિલે, ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાતમાં આમ તો સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ એમ બે પક્ષો વચ્ચે છે, પરંતુ શું તમે જાણો છો કે...

લોકસભાની 26 બેઠકો માટે જાણો ક્યાં કેટલાં...

અમદાવાદ- ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આગામી 23 એપ્રિલના રોજ યોજાશે જેને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 4 એપ્રિલ હતી.  અંતિમ તારીખ સુધીમાં કુલ 572 ઉમેદવારી ફોર્મ મળ્યાનું ચૂંટણી પંચે...

લોકસભા 2019: ગુજરાતના ઉમેદવારોની પસંદગી શું સૂચવે...

-કેતન ત્રિવેદી અમદાવાદ- છેલ્લી ઘડીની કશ્મકશ પછી ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે 4 એપ્રિલ, ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મુખ્ય પ્રતિસ્પર્ધીઓ ભાજપ અને કોંગ્રેસના 26 બેઠક માટેના ઉમેદવારોના નામ જાહેર થઇ...

કોણ કોની સામે લડશે? ઉમેદવારોનું આખરી ચિત્ર…

અમદાવાદઃ ગુજરાતની 26 બેઠકો માટે બંન્ને પક્ષના ઉમેદવારો નક્કી થઈ ચૂક્યા છે અને ફોર્મ પણ ભરાઈ ચૂક્યા છે.   ભાજપની યાદી જોઈએ તો, પક્ષે 10 નવા ઉમેદવારોને તક આપી છે...