આજકાલ ઠંડીમાં મોટા અને જાડા કપડા પહેરવાની જગ્યાએ આજની મહિલાઓ ઠંડીને પણ ફેશન સામે હરાવી રહી છે. કારણ કે હવે શિયાળામાં સ્ટાઇલીશ લૂક માટે મહિલાઓ માટે ઘણા બધા વિકલ્પ છે. બદલાતી ઋતુની સાથેસાથે પહેરવેશ પણ બદલાતો રહે છે. શિયાળાની વાત કરીએ તો યુવતીઓના વૉર્ડરોબથી લઇને માર્કેટ કલેક્શનમાં બદલાવ નજર આવી રહ્યો છે. કંપકંપાવી નાખે એટલી ઠંડીમાં ફેશન કઇ રીતે થઇ શકે. પોતાની જાતને ઠંડીથી બચાવવી કે પછી ફેશન કરવી. પરંતુ ફેશનની સાચી મજા તો શિયાળામાં જ આવે છે. ઠંડીમાં ફેશન માટે યુવતીઓ પાસે ઘણા વિકલ્પો છે. ઠંડીથી બચાવનાર મફલર, સ્વેટર્સ, ટોપી અને બીજા કેટલાક ગરમ કપડાં ઠંડી સામે રક્ષણ સાથે ફેશનેબલ લૂક પણ આપે છે.આજના સમયમાં લોકો ઉનના જાડા કપડા ઓછા પસંદ કરે છે ભાગ્યે જ કોઇ લોકો ઉનના કપડા પર પોતાની પસંદગી ઉતારે છે. જો હાલ તમારા શહેરમાં તિબેટીયન માર્કેટમાં તમને અનવના સ્વેટર્સ જોવા મળશે. લોકોની જરૂરિયાત અને પસંદગીને ધ્યાનમાં રાખીને વિંટર આઉટફિટ્સમાં નવાનવા લૂક જોવા મળશે. અત્યારે બજારમાં ચાલી રહેલા ટ્રેંડને ધ્યાનમાં રાખીને વેપારીએ એવા ફેબ્રિકમાં સ્વેટર્સ તૈયાર કર્યા છે કે જોવામાં તમને પતલા લાગશે પણ એટલા જ ગરમ હશે. હાલ બજારમાં સ્વેટર્સમાં નવા લૂક સાથે શેડ્સ પણ નવા જોવા મળી રહ્યા છે. કલરની વાત કરીએ તો બ્લેક, ઇંડિગો બ્લૂ, ગ્રીન, યલો, ડાર્ક પિંક, બ્રાઉન જેવા કલર્સ વધુ જોવા મળી રહ્યા છે. વેસ્ટર્નમાં સ્માર્ટ લૂક માટે ડીઝાઇનર પોંચૂ પણ બજારમાં છે. જે જીન્સ અને લોંગ બૂટ સાથે ફેશનેબલ લુક આપશે.તેમજ અત્યારે ફેશનમાં ચાલી રહેલા શ્રગ જેવા સ્વેટર પણ આ વખતે શિયાળામાં જોવા મળી રહ્યા છે. યુવતીઓ એના પર વધુ પસંદગી ઉતારી રહી છે જેથી સ્ટાઇલીશ લૂક પણ મળે અને સાથે જ ઠંડીથી પણ બચી શકાય. કોલેજ ગર્લ્સની વાત કરીએ એ તો હાલમાં ડીઝાઇનર સ્કાર્ફનો પણ ક્રેઝ વધ્યો છે. યુવતીઓ માત્ર શિયાળામાં જ નહી પરંતુ ઉનાળામાં ગરમીથી બચવા માટે સ્કાર્ફનો ઉપયોગ કરી રહી છે. ડીઝાઇનર સ્કાર્ફ તમને સ્માર્ટ લૂક આપશે.
શિયાળામાં ફેશન અને ઠંડીને ધ્યાનમાં રાખીએ તો ડીઝાઇનર સ્કર્ટ્સ, જેકેટ, બ્લેઝર પણ સ્ટાઇલીશ લાગશે. આ સિવાય જંપ સૂટ, સિંગલ ડ્રેસ, ક્રોપ ટોપ, ગાઉન જેવા કપડા પણ ફેબ્રિકમાં ડીઝાઇન કરેલા બજારમાં જોવા મળી રહ્યા છે. જો તમે કોઇ લગ્ન કે કોઇ પાર્ટીમાં જાવ છો તો એના માટે અલગ-અલગ ડીઝાઇન્સ અને વર્ક સાથે શૉલ પણ ઉપલબ્ધ છે. જે સાડી અને ડ્રેસ બંને પર સારા લાગશે. એવી શૉલ પણ તૈયાર કરવામાં આવી છે કે જેને તમે ડ્રેસ પર દુપટ્ટાની જેમ રાખી શકો છો.
એથનિક લુકને ધ્યાનમાં રાખીને બનારસી ફેબ્રિક પર ડિઝાઇનર જેકેટ અને લોંગ કોટ પણ ટ્રેડમાં ઇન છે. જે ખાસ પાર્ટી ફંક્શન માટે છે જેને તમે સાડી, સૂટ અથવા તો કુર્તી પર પહેરી શકો છો. આ પ્રકારના લુકમાં તમે ફેશનેબલ અને અલગ દેખાઇ આવશો. આ ઉપરાંત કૉટ્સવેલ ફેબ્રિકમાં ડોલી, હાથી, ઘોડા જેવા પ્રિન્ટ કરેલા ડ્રેસ પણ મળી રહ્યા છે. ઓફીસમાં કામ કરતી વર્કીંગ વુમન માટે આ ખૂબ જ સારા રહેશે.આજકાલ ફેશનની માર્કેટમાં જેણે ધૂમ મચાવી છે એવા ઇંડો વેસ્ટર્ન પણ શા માટે શિયાળાની નવી ફેશનથી બાકાત રહેવા જોઇએ. જી હા, ઇંડો વેસ્ટર્નમાં પણ પ્લાઝો, ધોતી પેન્ટ, પેંટ વીથ ક્રોપ ટોપ, બ્લેઝર અને એથનિક પ્રિટ વાળા સટૉલ્સ પણ ટ્રેંડમાં છે. લિનેન પેંટ સાથે નિટેડ ડીઝાઇનર કુર્તી સાથે પણ સ્ટાઇલીશ લુક મળી શકે છે. લગ્ન જેવા પ્રસંગમાં નિટેડ લોંગ કુર્તી આજકાલ ખૂબ ચાલી રહી છે. આઉટફિટ્સની સાથે સાથે વુલન સ્ટોલ, ગ્લોઝ અને ઠંડીથી બચવા માટે ટોપીના પણ અનેક વિકલ્પો છે. ટોપી તમને ખૂબ જ સ્ટાઇલીશ લુક આપશે. ડીઝાઇનર સ્ટોલને તમે અલગ-અલગ રીતે રાખી શકો છો. આના માટે તમે યુટ્યુબ પર સર્ચ કરશો તો તમારે કઇ રીતે સ્ટોલ્સ રાખવા એ માટે મદદ પણ મળી રહેશે. જેને તમને વેસ્ટર્ન લુક સાથે સાથે ટ્રેડીશનલ લુક પણ આપે છે. આ પ્રકારના કલેક્શન મોટે ભાગે વધુ વજન ધરાવતી મહિલાઓ પર વધુ સારા લાગશે. કારણ કે ઉનનાં તેમજ જાડા સ્વેટર્સમાં ફેટી મહિલાઓ વધુ ફેટ લાગી શકે છે. ખાસ કરીને આ પ્રકારના કલેક્શન કોલેજની યુવકીઓ વધુ પસંદ કરી રહી છે. So Be cool and fashionable in this winter…