આ ઍપ સૉશિઅલ મીડિયા પર તમારો સમય બચાવશે!

સૉશિઅલ મીડિયા હવે જરુરી બની ગયું છે, પરંતુ સૉશિઅલ મીડિયા વધી પણ રહ્યું છે. માત્ર ફેસબુક જ નહીં, વૉટ્સએપ, ટ્વિટર, લિન્ક્ડ ઇન, ઇન્સ્ટાગ્રામ…આ બધાને કેવી રીતે હેન્ડલ કરવું? કેટલો સમય આપવો? આ પણ એક પ્રશ્ન છે, સાથે એ પણ પ્રશ્ન છે કે બધે જ હાજરી પૂરાવવી જરૂરી છે. તો પછી સમય પણ કાઢવો અને સૉશિઅલ મીડિયા પર હાજરી પૂરાવવી એ બંને વાત શક્ય કેવી રીતે બને?

કેટલાંક એવા રસ્તાઓ છે જે આ બંને વાતનું સમાધાન આપે છે, જેમાં તમે સૉશિઅલ મીડિયા પર હાજરી પણ પૂરાવી શકો છો અને સાથે સમય પણ બચાવી શકો છો.

આવો પહેલો રસ્તો છે – If This Then That (IFTTT). આ એક એવો રસ્તો છે જે તમને સંખ્યાબંધ ઓનલાઇન ઇવેન્ટ સર્જવા દે છે. તેના ઉપયોગ દ્વારા તમારી સેવાઓ એકબીજા પર આધારિત બની જાય છે. એટલે તમે માનો કે ફેસબૂક પર તમારો ફૉટો પૉસ્ટ કર્યો તો તમારો એ ફૉટો તમે જે પણ અન્ય સૉશિઅલ મીડિયા સાઇટ પર હો ત્યાં આપમેળે પૉસ્ટ થઈ જાય છે!

વર્કફ્લૉ નામની સેવા દ્વારા તમે તમારા સારા કામને પ્રવાહિત એટલે કે ફ્લૉ કરી શકો છો. વર્કફ્લૉ આમ તો IFTTT  જેવું જ છે. પરંતુ સામાન્ય રીતે તેને એપલના વપરાશકારો પસંદ કરે છે. તમે તેને તમારી IOS એપ્લિકેશનો સાથે લિન્ક કરી શકો છો અને તમારા ફૉટો આઈક્લાઉડ પર સ્વયંભૂ સેવ કરી શકો છો.

તમે  ટ્વિટર કે ફેસબુક પર હો તો તમને એ ઈચ્છા હંમેશાં સતાવતી રહે કે તમને આજે કેટલા નવા ફૉલોઅર મળ્યાં? પરંતુ તે માટે તમારે જે તે એપ કે વેબસાઇટ પર જવું પડે. ક્રાઉડફાયર તમારા સૉશિઅલ મીડિયા ઍકાઉન્ટ (જેમ કે ફેસબૂક અથવા ઇન્સ્ટાગ્રામ)ને બીજા ઑનલાઇન ઍકાઉન્ટ સાથે જોડે છે અને નવા દર્શકો મેળવવા તમારે કેવી રણનીતિ અપનાવવાની જરૂર છે તે તમને શીખવે છે.

સમય બચાવવા માટે મેઇલચિમ્પ પણ સારું ઉપયોગી છે. તે તમારા કષ્ટદાયક કામને અને સમયને પણ બચાવે છે. તમે તમારી ઇ-મેઇલ યાદીઓને મેનેજ કરવા મેઇલચિમ્પનો ઉપયોગ કરવા માગતાં હો પરંતુ સાથે તમે માર્કેટિંગ કેમ્પેઇન માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો. ટૂંકમાં મેઇલચિમ્પ ઇ-મેઇલ સંબંધિત છે.

ઇન્સ્ટાગ્રામ પર જે લોકો વધુ સમય આપે છે તેમના માટે એક ખાસ એપ છે- પ્લાનૉલી. તે તમારો સમય બચાવવા મદદરૂપ થાય છે. આ સ્માર્ટ ઍપ તમારી ભવિષ્યની ઇન્સ્ટાગ્રામ પૉસ્ટની યોજના કરે છે. કયો ફૉટો પૉસ્ટ કરવો તેના માટે તમારો ઘણો સમય બગડે છે, ખરું ને? પણ તેની યોજના કરો તો? આમ પ્લાનૉલીથી તમે નવી સામગ્રી બનાવી શકો છો, તમારાં અન્ય કામો પર ધ્યાન એકત્રિત કરી શકો છો અને પ્લાનૉલી વડે તમારી મીડિયા લાઇફને વહેલા સર આયોજિત કરી શકો છો.

અત્યાર સુધી આપણે ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને ઇમેઇલ વગેરેની વાત કરી. હવે ટ્વિટરની વાત. ટ્વિટર ફેન માટે બફર છે. આ ઍપ વડે વપરાશકારો વિવિધ વિષય પર સામગ્રી મૂકી શકે છે અને તેઓ એકબીજા સાથે સરળતાથી સંવાદ કરી શકે છે. ચોક્કસ વિષય પર ઊંડું જ્ઞાન મેળવવા માટે આ સારી ઍપ છે. તમારે બફરને ગૂગલ ક્રૉમ એક્સ્ટેન્શન તરીકે માત્ર ઉમેરવાની જ છે. તમે તમારી પૉસ્ટનો સમય નક્કી કરી શકો છો કે તમારે કયા સમયે તમારી પૉસ્ટ (ટ્વીટ) મૂકવી છે, તમારી ટ્વીટનું પર્ફૉર્મન્સ (કેટલી લાઇક મળી, કેટલી રીટ્વીટ થઈ, કેટલા જવાબ આવ્યા વગેરે) જોઈ શકો છો. અને એક જ સ્થળે તમારાં બધાં ઍકાઉન્ટ મેનેજ કરી શકો છો.

પ્લાનૉલીની જેમ ‘લેટર’ પણ તમને તમારા સૉશિઅલ મીડિયા પર પૉસ્ટ તમારે ભવિષ્યમાં મૂકવી હોય તો મૂકવા દે છે. ઘણી વાર ઘણી પૉસ્ટ એવી હોય છે જે તમને કોઈ સમયે યાદ આવી હોય જેમ કે બે દિવસ પછી તમારી પત્નીનો જન્મદિવસ છે તે તમને આજે યાદ છે, પરંતુ તમને ડર છે કે જે દિવસે જન્મદિવસ હશે તે દિવસે તમે કદાચ ભૂલી જશો. તો ‘લેટર’ તમને આજે જ જન્મદિવસની શુભકામનાની પૉસ્ટ બનાવવા દેશે અને બે દિવસ પછી તે પૉસ્ટ કરી દેશે.

પિનઇન્ટરેસ્ટના ચાહકો માટે બનાવાયેલી બૉર્ડબૂસ્ટર તમને ૧૦૦ પિન ઑનલાઇન મૂકવા દે છે. તમારે માત્ર તારીખ અને સમય જ જણાવવાનો હોય છે અને તમે કહેશો તે સમયે પૉસ્ટ મોકલી દેશે.

એવબેર (Aweber) પૉસ્ટ દ્વારા તમે તમારા કૉન્ટેક્ટ લિસ્ટને સ્વયંભૂ ઇ-મેઇલ મોકલવા દેશે.

જે લોકો બ્લૉગ લખે છે તેમના માટે પણ સારા સમાચાર છે. બ્લૉગ તો લખી નાખ્યો પરંતુ તેનો પ્રચાર કરવો પણ જરૂરી છે. સૉશિઅલ ઉમ્ફ આ કામ કરે છે. તમે તમારી સામગ્રી કતારમાં ઉમેરી દો પછી આ અદભૂત ઍપ તેને અટક્યાં વગર શૅર કર્યા રાખશે (તેને અટકવા તમારે કહેવું પડશે!)