હોલોગ્રાફિક વાતચીતઃ કમ્યુનિકેશન ટેક્નોલોજીમાં ક્રાંતિ

માનવ જિંદગીને આસાન અને આરામદાયક બનાવવા માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી સતત નવી ચીજવસ્તુઓનું નિર્માણ કરે છે.

દુનિયાના દેશો, ખાસ કરીને જાપાન ટેક્નોલોજીના ક્ષેત્રમાં જબ્બર હરણફાળ ભરી રહ્યો છે. ત્યાં ટ્રેનો એટલી બધી સ્પીડમાં દોડે છે કે જાણે એવું લાગે ટ્રેન જાણે હવામાં ઊડે છે.

માઈક્રોસોફ્ટ કંપનીએ હોલોલેન્સની મદદથી હોલોપોર્ટેશન ટેક્નોલોજીની મદદથી હોલોગ્રાફિક વાતચીતમાં સફળતા હાંસલ કરી છે. આ ટેક્નોલોજીની મદદથી બે અલગ-અલગ જગ્યાએ હાજર રહેલા લોકો એક જ ઓરડામાં ટેલીપોર્ટ થઈને રિયલ ટાઈમમાં એકબીજા સાથે વાતચીત કરી શકે છે. આ ટેક્નોલોજીમાં કોઈ પણ વ્યક્તિની તમામ હિલચાલને 3-Dમાં ઝડપીને બીજા કેમેરામાં પ્રોજેક્ટ કરવામાં આવે છે.

હોલોગ્રાફિક ટેક્નોલોજી એટલે વર્ચુઅલ વ્યક્તિ સાથે વાતચીત. તમારી વ્યક્તિ ભલે એ સમયે તમારાથી ઘણે દૂર હોય, પણ તમે એને હોલોગ્રાફિક ટેક્નોલોજી વડે હોલોગ્રાફિક સ્વરૂપે તમારા રૂમમાં બોલાવી શકો. હોલોલેન્સ એક એવા અત્યાધુનિક હેડસેટ છે જે 3D હોલોગ્રામ બતાવે છે.

તમને યાદ હોય તો નરેન્દ્ર મોદીએ 3D હોલોગ્રાફિક પ્રોજેક્શન ટેક્નોલોજી વડે ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ ટેક્નોલોજી દ્વારા એમણે એક સાથે અનેક સ્થળોએ પોતાનો સંદેશ પહોંચાડ્યો હતો.

આ ટેક્નોલોજીમાં માનવીને કોઈ પણ પ્રકારની સફર કર્યા વિના એક સ્થાન પરથી બીજા સ્થાન પર ટેલીપોર્ટ કરી શકાય છે.

મનુષ્યના શરીરને ટેલીપોર્ટ કરવા માટે મનુષ્યના શરીરને ડીમટિરીયલાઈઝ કરવામાં આવે છે. મતલબ કે મનુષ્યના શરીરને ખૂબ નાના નાના અબજો પાર્ટિકલ્સ (કણો)માં તોડવામાં આવે છે. ત્યારબાદ કમ્પ્યુટર દ્વારા એક-એક પાર્ટિકલ વિશે માહિતી હાંસલ કરવામાં આવે છે. એ માહિતીને એટલી જ સંખ્યામાં મોજુદ બીજા પાર્ટિકલ દ્વારા બીજા સ્થાન પર એટલી જ સંખ્યામાં મોજૂદ પાર્ટિકલ્સ સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ મનુષ્યના શરીરને રીમટિરીયલાઈઝ કરવામાં આવે છે એટલે કે મનુષ્યના શરીરના નાના નાના અબજો કણોને ફરી જોડવામાં આવે છે અને એક નવું વર્ચુઅલ શરીર બનાવવામાં આવે છે. આ રીતે મનુષ્યના શરીરને એક સ્થાનેથી બીજા સ્થાને મોકલવામાં આવે છે એટલે કે ટેલીપોર્ટ કરવામાં આવે છે. એ માટે અત્યાધુનિક ક્વોન્ટમ કમ્પ્યુટર, પાર્ટિકલ ચેંબર, સ્કેનર, આવશ્યક્તા પડે. ભવિષ્યમાં ટેલીપોર્ટેશનને ટ્રાન્સપોર્ટેશન માટે યુઝ કરવામાં આવશે.

હોલોલેન્સ

હોલોપોર્ટેશન 3D કેપ્ચર ટેક્નોલોજીનો નવો પ્રકાર છે, જે લોકોનાં હાઈ ક્વોલિટી 3D મોડેલ્સનું પુનઃ ઘડતર કરે છે, એને કોમ્પ્રેસ કરે છે અને પછી રિયલ-ટાઈમ પ્રકારે વિશ્વના કોઈ પણ ખુણે ટ્રાન્સમિટ કરે છે.

હોલોલેન્સ જેવા રિયાલિટી ડિસ્પ્લેના ઉપયોગથી યુઝર્સ 3Dમાં રીમોટ (દૂરના) સ્થળે હાજર વ્યક્તિ સાથે એવી રીતે વાતચીત કરે છે જાણે એ વ્યક્તિ તમારી વાસ્તવિક જગ્યાએ ખરેખર હાજર થઈ જાય.

આ નવી ટેક્નોલોજી આવનારા ભવિષ્યમાં સંદેશવ્યવહારની પરિભાષાને તેમજ લોકોના જીવનને સમગ્રપણે બદલી નાખશે.

httpss://youtu.be/7d59O6cfaM0