તત્વોની સપ્રમાણતા વધારે જીવનઊર્જા

ફેંગશુઈ વિષે આપણે ઘણીવાર સંભાળીએ છીએ, મોટેભાગે ફેંગશુઈના આર્ટીકલ જેવા કે કાચબો,માછલી, ચાઇમ્સ વગેરેથી લોકો પરિચિત હોય છે. પણ ફેંગશુઈ આ નાના મોટા આર્ટીકલ કરતા પણ ઘણુંવધુ છે. ફેંગશુઈ વાસ્તુશાસ્ત્રની જેમ એક મોટું શાસ્ત્ર છે. ફેંગશુઈ દ્વારા આપણે આપણા ઘર અને ઓફિસને વધુ કાર્યક્ષમ અને આનંદમય બનાવી શકીએ છીએ. આત્મા શરીરમાં રહે છે, અને શરીર ઘરમાં રહે છે, માટે ઘર અને ઓફિસ જ્યાં આપણે મોટા ભાગનો સમય વિતાવીએ છીએ તેમાં પાંચ તત્વો સપ્રમાણ રહે અને બધું વ્યવસ્થિત રહે તો સફળતા જલદી મળી શકે, તે સહજ છે.

ફેંગશુઈને મોટા અર્થમાં સમજીએ તો તે ચીજ વસ્તુઓને એકબીજાને સાપેક્ષે મુકવાની કળા પણ કહી શકાય. ફેંગશુઈનો આધાર ‘ચી’ એનર્જી એટલે કે જેને જીવનદાતા શક્તિ કહી શકાય તેની ઉપર રહેલો છે. આ જીવનદાતા શક્તિ બ્રહ્માંડમાં બધે જ છે, તેના લીધે જ જીવન શક્ય બને છે. ફેંગશુઈ મુજબ આ શક્તિને લીધે જ પૃથ્વી પર બધું ચલાયમાન છે અને જીવનથી ભરેલું છે. ખોરાક, હવા, પાણી, ભૂમિ અને બધા જીવોમાં આ ‘ચી’ એનર્જી રહેલી છે.

ઘરમાં દરવાજાને રસ્તે આજીવનદાતા શક્તિ પ્રવેશે છે, તે જયારે ઘરમાં પ્રવેશે છે,ત્યારે તેનો ઘરમાં રસ્તો બિલકુલ ખુલ્લો હોવો જોઈએ. ઘણીવાર ઘરમાં વસ્તુઓ અને સોફા એકબીજાની આડમાં મુકેલા હોય છે. જેને લીધે જીવનદાતા શક્તિ જે પ્રાણ અને જીવનનેચલાવે છે તે રોકાઈ જાય છે. માટે જ ઘણીવાર ઘરમાં જીવન વિહીન માહોલ જોવા મળે છે. તમે જયારે ઘરમાં પ્રવેશો ત્યારે પ્રકાશ, હવા અને ધ્વનિ જેવી ‘ચી’ ઊર્જાનો તમને અનુભવ થવો જોઈએ, જે જરૂરી છે. અલબત આ ઊર્જા ખૂબ વધુ ના હોવી જોઈએ પરંતુ વાતાવરણ જીવંત બનાવે તેવી હોવી જોઈએ.જીવનદાતા શક્તિ ‘ચી’ જો ઘરમાં યોગ્ય હશે તો શારીરિક, માનસિકશક્તિઓ ખીલે છે. આજ ઊર્જાને લીધે સંબંધો સુધરે છે અને સફળતાની શક્યતાઓ વધી જાય છે.

જીવનદાતા શક્તિ ‘ચી’ નો ફાયદો લેવા માટે તમારે ઘરના પ્રવેશ દ્વારથી પ્રવેશ કરતી વખતે ઘરમાં કે ઓફિસમાં એ ધ્યાનમાં લેવું પડશે કે જો ઉર્જા અહીંથી પ્રવેશે તો બહાર જવાનો પણ રસ્તો સ્પષ્ટ હોવો જોઈએ. બની શકે તેટલો રસ્તો અને બારીઓ ચોખ્ખારાખવા જોઈએ. ઘરમાં ચાલતા સમયે કોઈ પણ ખૂણા કે અંતરાય આવવા જોઈ નહિ. હવા અને પ્રકાશ બધે જ પ્રાપ્ય હોવા જોઈએ. કુદરતી ઉર્જા જેવા કે પક્ષીઓનો અવાજ, હવાઅને સૂર્ય પ્રકાશ ઘરમાં બધે સપ્રમાણ હોય તો જીવનદાતા શક્તિ તમને ખુબ મદદરૂપ બનશે.

ઘરનું પ્રવેશદ્વાર, બેડરૂમ અને રસોડું આ ત્રણેય જગ્યાઓ તમારા અંગત જીવનમાં મોટો ભાગ ભજવે છે. પ્રવેશદ્વાર અગાઉ જણાવ્યું તેમ ઘર પ્રમાણે મોટું અને કોઈ પણ અંતરાય વગરનું હોવું જોઈએ. પ્રવેશ દ્વાર પ્રમાણે ઘરમાં બારીઓ પણ હોવી જોઈએ.જીવનદાતા શક્તિના પ્રવાહ માટે આગમ અને નિર્ગમ બંને હોવા જોઈએ.બેડરૂમમાં બેડ મુકવાની જગ્યા ખુબ મહત્વની છે. જો બેડરૂમનો પ્રવેશદ્વાર જમણે હોય તો બેડ ડાબા ખૂણામાં સામેની બાજુએ રાખવો,જોબેડરૂમનો પ્રવેશદ્વાર ડાબે હોય તો બેડ જમણા ખૂણામાં સામેની બાજુએ રાખવો, પગ બેડરૂમના પ્રવેશદ્વાર તરફ રહેવા જોઈએ. જો ઘરમાં માંદગી ચાલતી હોય તો બેડ બદલાવો જોઈએ. માંદગી નકારાત્મક ઊર્જા લાવે છે, બીમાર વ્યક્તિનો બેડ બદલાવો જોઈએ. શક્ય હોય તો મોટી માંદગી પછી નવો બેડ રાખવો જોઈએ.

રસોડાનું મહત્વ ખૂબ છે, રસોડામાં ગેસ બર્નર ચોખા હોવા જોઈએ, રસોડાની બારીઓમાં બની શકે તો વિન્ડ ચાઈમ મુકવા જોઈએ. જેનો મધુર અવાજજીવનદાતા શક્તિ ‘ચી’નો ઉમેરો કરે છે.રસોડામાં કાર્ય કરનારનીનજર સામે રસોડાનાપ્રવેશ અને નિર્ગમ રહે તો શ્રેષ્ઠ કહેવાય. જો તેમ ના થઇ શકે તો એક અરીસો મુકીને રસોડામાં કાર્ય કરનાર કાચમાં જોઇનેરસોડાના પ્રવેશ અને નિર્ગમપર નજર રાખી શકે તેમ વ્યવસ્થા કરવી જોઈએ.આ સરળ ઉપાયો અને સૂચનોને ધ્યાનમાં લેવાથી તમે જરૂરથી એક સકારાત્મક ઉર્જામય અને સ્વસ્થ જીવનની પ્રાપ્તિ કરી શકશો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]