નાથદ્વારાના શ્રીનાથજીઃ પરમ આસ્થાનો જીવંત અનુભવ

ગવાન શ્રીકૃષ્ણએ પૂર્ણ પુરુષોત્તમ છે. ભગવાન શ્રીકૃષ્ણના અનેક રૂપ અને નામ ભારતભરમાં પૂજાય છે અને લોકોની આસ્થાનું પરમ કેન્દ્ર બન્યાં છે। ભગવાન શ્રીનાથજીનું મંદિર ઉદેપુર રાજસ્થાનની નજીક આવેલ નાથદ્વારા શહેરમાં છે। શ્રીનાથજીમાં બાળ ગોવિંદ સ્વરૂપ એટલું તો મધુર છે કે તે ભક્તોની ઈચ્છાઓ અને મનોકામનાઓ તરત પૂર્ણ કરે છે. ભગવાન શ્રીનાથજીના ભક્તો તો ભગવાનને કોઈ ઈચ્છા કે કાર્યમાં પણ બાંધવા નથી ઇચ્છતાં। ભક્તો માટે ફક્ત ભગવાન શ્રીનાથજીનું શરણ અને વ્રજની મધુરતા જ બધું છે. દરેક ભક્ત પોતાને ગોપી સમજે છે અને ઈશ્વરને સમર્પિત થઇ જાય છે.

નાથદ્વારાના મંદિરને શ્રીનાથજીની હવેલી કહે છે. ભગવાન શ્રીનાથજી સૌ પહેલાં મથુરામાં ગોવર્ધન પર્વત પર પ્રગટ થયાં હતાં. જયારે ગાયો પર્વત પર પસાર થતી ત્યારે તેમના આંચળમાંથી સ્વયં દૂધની ધારા વહેવા લાગતી। આવું કેટલાક દિવસ સુધી બધાંએ જોયું, ત્યાં નીચે જ ગોવર્ધન પર્વત પર જ શ્રીજીનું બાળસ્વરૂપ શ્રીનાથજી પ્રગટ થયું। વૈષ્ણવ ગુરુ શ્રી વલ્લભાચાર્યને સૌ પહેલા પ્રભુએ બાળ ગોવિંદ સ્વરૂપે સ્વપ્નમાં દર્શન આપ્યાં હતાં. જયારે વલ્લભ પ્રભુ શ્રીજીને લેવા ગોવર્ધન પર્વત પર ગયાં ત્યારે ભગવાન શ્રીનાથજી સ્વયં વલ્લભ પ્રભુને ભેટી પડ્યાં। ભગવાન શ્રીનાથજીએ પોતાના સૌથી વહાલા વલ્લભ પ્રભુને પોતાના સ્વરૂપ વિષે જ્ઞાન કર્યું હતું। એવું કહેવાય છે કે આજ બાળ ગોવિંદ સ્વરૂપ જે અર્ચા વિગ્રહ છે, તે સ્વયં જ ભગવાન શ્રીનાથજી છે. આજ મૂર્તિ એ સ્વયં જીવતું જાગતું ગોવિંદ સ્વરૂપ છે. વલ્લભ પ્રભુ તો સ્વયં ભગવાન શ્રીનાથજી સાથે હાજરાહજૂર વાત કરી શકતાં હતાં. જયારે તાનસેને ભગવાન શ્રીનાથજી પાસે ભજન ગાયું હતું ત્યારે ભગવાન શ્રીનાથજીની અર્ચા વિગ્રહ સ્વયં મલકાઈ હતી અને આ બધાં ભક્તોએ દર્શન કર્યાં હતાં.

જતીપુરામાં ભગવાન શ્રીનાથજીની સેવા થતી હતી, પરંતુ મુઘલ કાળમાં જયારે વિદેશી આક્રમણ વધી ગયાં, સનાતન ધર્મનું રક્ષણ કપરું થયું હતું। ત્યારે ભગવાન શ્રીનાથજીના વિગ્રહને રાજસ્થાન તરફ લાવવામાં આવી, જયારે તેઓને ગાડામાં મુસાફરી કરાવામાં આવી હતી ત્યારે નાથદ્વારાના આ ગામે બળદ ગાડું ઉભું રહી ગયું હતું। જયારે ગાડું ત્યાં સ્વયં ઉભું રહી ગયું ત્યારે ઘણો પ્રયત્ન કરવા છતાં પણ ગાડું ત્યાં જ સ્થિર રહ્યું। તો આજ નગરીએ નિવાસ કરવો છે તેમ ભક્તોએ શ્રીજીની ઈચ્છા માની લીધી।

મેવાડના રાણાની સંમતિ લઈને શ્રીજીને ત્યાં હવેલીમાં પધારવામાં આવ્યાં। એ જ હવેલી એ ભગવાન શ્રીનાથજીની હવેલી। આખા નાથદ્વારામાં ફરો તમે છેલ્લે ભગવાન શ્રીનાથજીના મંદિર સમીપે જ પહોંચી જશો. બધા માર્ગ નાની ટૂંકી ગલીઓમાં થઈને ભગવાન શ્રીનાથજી તરફ પહોંચી જાય છે. હવેલીમાં ભગવાન બાળ ગોવિંદ સ્વયં હાજર છે અને તેમની સેવા પૂજામાં દિનરાત ભક્તો લાગેલા રહે છે. શ્રીજીની સેવામાં કોઈ કસર ના રહે તે માટે ભગવાનની સેવા પૂજા અને આઠ પ્રહર દર્શનની તૈયારીઓ થતી રહે છે. નાથદ્વારામાં દરેક દિવસ ઉત્સવ જેવો છે. વહેલી સવારે પ્રથમ દર્શન મંગળા દર્શન કહેવાય છે, ભક્તોમાં કહેવાય છે કે જે મંગળા દર્શન કરે તેનો બેડો પર થઇ જાય. શ્રીજી સ્વયં લક્ષ્મીના સ્વામી છે. જેની પર શ્રીજીની દ્રષ્ટિ પડે તે દુબળો ના રહે. સુખ અને સંપત્તિ તેને ભરપૂર મળે છે.

અમારા સદગત મિત્ર અને વિદ્વાન ચંદ્રકાંત શાહ કહેતાં હતાં કે ભગવાન શ્રીનાથજીની હવેલીમાં એ સત છે કે ત્યાં માગો તે મળે. પણ જે માગો એ જ મળે એવું પણ ખરું. તેઓ કહેતાં કે શ્રીજીના વિગ્રહની સામે ડોલતી બારી છે, તેની પાછળ કમળ ચોક છે. કમળ ચોક અને ડોલતી બારી વચ્ચે જે દીવાલ છે તેમાં ધ્રૂવ બારી છે. આ બારીથી શ્રીજીના દર્શન ભક્ત ધ્રૂવ મહારાજ કરે છે. ધ્રૂવને ભગવાન ખૂબ વ્હાલાં છે, તો શ્રીજીને પણ પોતાના ભક્ત વહાલાં છે. આ બારી પાસે ત્યાં સાથિયો કરવાનો રિવાજ છે, જે આખી વિધિ ત્યાં જઈને જ જાણવી પડે। જે શ્રીજી પાસે ધ્રૂવ બારી પાસે સાથિયો કરીને માગે તો શ્રીજી તેને તેની ઈચ્છા, મનોકામના તરત પૂર્ણ કરે છે. કોઈ પણ દુબળો ભક્ત બનીને આવે અને શ્રીજી પાસે આ બારીમાં સમર્પણ અને શ્રદ્ધા રાખીને જે માગે તે ભગવાન શ્રીનાથજી તેને આપે જ છે. સંતાન બાબતે આ ચમત્કાર અમે અમારા અનુભવમાં અનેકવાર સાચો ઠરેલ જોયો છે. ભગવાન શ્રીનાથજીના દર્શન બાદ અનેકના જીવનમાં આમોલ પરિવર્તન આવેલ અમે જોયાં છે.

નીરવ રંજન