જ્યોતિર્લિંગ–પરમ મુક્તિનું સાધન  

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)  

ઘરતી પર અમુક સંસ્કૃતિ હજરો વર્ષ જુની છે. તેમાંની એક ભારતીય સંસ્કૃતિ છે. હજારો વર્ષોથી આપણે લોકો પરમ મુક્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. ભૌતિક સુખ જીવનનો માત્ર સુક્ષ્મ ભાગ છે. જે નિયંત્રિત પણ કરવામાં આવે છે. આ ધરા પર જન્મ લેનારનું જીવન વ્યવસાય, પત્ની, પતિ અથવા પરિવાર આધારિત નથી હોતું. તમારું જીવન મુક્તિની શોધ માટે છે. આખો સમાજ આ રીતે બનેલો છે.  

 

આપણી સંસ્કૃતિમાં પ્રાચિનકાળમાં ઘણા શક્તિશાળી યંત્રોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એ કડીમાં જ્યોતિર્લિંગનો સમાવેશ થાય છે. જે ખૂબ જ શક્તિશાળી સાધન તરીકે ગણવામાં આવે છે. જેની હાજરી પ્રચંડ શક્તિનો અનુભવ કરાવે છે. આથી જો કોઈ સ્વાભાવિક રીતે તેનું ધ્યાન કરે તો, બાહ્ય તત્વ કદાચ અનુરૂપ નહીં રહે, પરંતુ જે ધ્યાન નથી કરતું તેના માટે, તે અનુરૂપ છે. 

જ્યોતિર્લિંગમાં અપાર શક્તિ છે. કારણ કે તેનું નિર્માણ ચોક્કસ રીતે કરવામાં આવ્યું છે. તેમાં માત્ર માનવ શક્તિઓ જ નહીં પણ કુદરતી શક્તિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વમાં માત્ર બાર જ જ્યોતિર્લિંગ છે. અને તે ચોક્કસ ભૌગોલિક અને ખગોળવિદ્યાના આધારે તેમના સ્થાનો પર સ્થિત છે. આ સ્થાનકો ચોક્કસ પ્રકારના તરંગોને ઉત્તપન કરે છે. પ્રાચિનકાળમાં ચોક્કસ પ્રકારની વિદ્યા ધરાવતા લોકોએ કાળજીપૂર્વક આ સ્થાનકોની પસંદગી કરી હતી. જેમાં ખગોળીય ઘટનાઓ ને ધ્યાનમાં રાખીને એ સ્થળોને પસંદ કરવામાં આવ્યાં હતા. એટલા માટે જ જ્યોતિર્લિંગ ચોક્કસ સ્થળો પર સ્થિત છે. 

આ મંદિરોનું નિર્માણ ઉર્જાવાન સ્થળો પર વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવ્યું છે. આ ઉર્જા મનુષ્યોને અસાધારણ શક્તિ પ્રધાન કરે છે. જો આપણે માટી માંથી અનાજ પેદા કરીએ તો તેને કૃષિવિજ્ઞાન કહેવાય; જો ખોરાક ને માંસ અને હાડકાંમાં પરિવર્તિત કરીએ તો તેને પાચન કહેવાય છે. જો માણસને જમીનમાં પરિવર્તિત કરીએ તો, તેને સ્મશાન કહેવાય છે. જો તમે આ માંસ, પથ્થર કે ખાલી જગ્યાને એક દિવ્ય સંભાવના બનાવી શકો, તો તેને પ્રાણપ્રતિષ્ઠા કહેવાય છે; જે એક અદ્ભુત વિજ્ઞાન છે. દુર્ભાગ્યવશ, આપણે સાચા અર્થમાં આ પ્રાણપ્રતિષ્ઠાના જ્ઞાનને ગુમાવી બેઠાં છીએ, તેના સ્થાને આજે આપણે મૂર્ખામી ભરેલી વસ્તુઓ કરી રહ્યાં છીએ, અને લોકોએ આને વ્યવસાય બનાવી લીધો છે.  

સામાન્ય રીતે હું મંદિરોની મુલાકાત નથી લેતો. પણ ઉજ્જૈનના જ્યોતિર્લિંગમાં જવાનું થયું. આ મંદિરને ઘણી રીતે તોડી પાડવામાં આવ્યું અને આક્રમણકારો આ મંદિરનો નાશ કર્યો. આ મંદિરનો બે થી ત્રણ વખત જીર્ણોદ્ધાર થઈ ચૂક્યો છે, છતાં જો આજે પણ તમે પત્થરના આ ટુકડાની સમક્ષ બેસો, જે હજારો વર્ષોથી અહીં સ્થાપિત છે, તો એ તમને અંદરથી હલાવી નાખશે. આ લિંગની ઊર્જા અત્યારે પણ એટલી જ જીવંત છે, જાણે હમણાં જ તેનું પ્રતિષ્ઠાન થયું હોય.  

જો કોઈ જાણી લે કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તો જ્યોતિર્લિંગ ઘણા જ શક્તિશાળી સાધનો છે. અને જો તેનો ઉપયોગ કરતા આવડે તો લિંગની ઉપસ્થિતિમાં તમે તમારી પ્રણાલીનું સંપૂર્ણ રીતે નવનિર્માણ કરી શકો છો. દરેક પ્રકારના લિંગ સાથે એક ચોક્કસ પ્રકારની સાધના જોડાયેલી હતી. એ સાધનાના પાસાઓ આજે ખોવાઈ ગયા છે. આજકલ મંદિરો, માત્ર સ્મારક બનીને રહી ગયા છે. કેટલાક જ્યોતિર્લિંગ હવે ‘જીવંત’ નથી, પરંતુ ઘણા હજુ પણ ખૂબ શક્તિશાળી સાધન છે. 

(દેશના પચાસ સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ લેખક છે. ભારત સરકારે સદગુરુની પ્રશંસનીય સેવા બદલ 2017માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ – ‘પદ્મ વિભૂષણ’થી નવાજીને તેમનું સન્માન કર્યું હતું.) 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]