“કેનોપનિષદ” જ્યારે ભગવાન શિવે બ્રહ્માજીને પ્રશ્ન કર્યા…

નુષ્ય જેમ જેમ પ્રગતિ કરતો ગયો તેમ તેમ તેનામાં અહમનો સંચાર થયો અને આજેઅહમ બધી વાતોને આડે આવીને ઉભો રહે છે. આપણે આર્થિક દુનિયાના રાજા હોઈ શકીએ, પરંતુ પૃથ્વી પર આપણે એક નાના પ્રાણી પણ છીએ, સૃષ્ટિવિશાળ છે, તેનું માપ કાઢવું શક્ય નથી. તેનો પાલનકર્તા કેટલો વિશાળ અને અગાધ હશે, તે જાણવું આપણું ગજું નથી.આંખો તેની રોશની અને ઉમર પ્રમાણે જોઈ શકે, કાન પણ તેની મર્યાદામાં જ સાંભળી શકે, તેમ મન પણ તેની મર્યાદામાં જ સમજી શકે છે.

મન વડે આપણે બધું અનુભવીએ છીએ, મનમાં બધા ભાવ ઝીલીએ છીએ, તો આ મનનું સંચાલન કોણ કરે છે?મનના પ્રશ્ન ક્યાંથી આવે છે? મન ક્યારેક ડરે છે, ક્યારેક ખુશ થાય છે? મન સતત ચલન કરતુ રહે છે, સુઇએ ત્યારે પણ મન દોડતું રહે છે? શ્વાસ બંધ નથી થઇ જતા? ક્યારેક બધું સારું હોવા છતાં પણ શ્વાસ બંધ થઇ જાય છે? આપણે માનવું પડે કે, આ પ્રશ્નના જવાબ આપણને મળ્યા નથી. આખી સૃષ્ટિમાં એક ચેતના છે, પ્રાણ શક્તિ છે, તેનું સંચાલન કોણ કરે છે? ઈશ્વર કેમ દેખાતો નથી?

કેનોપનિષદમાં બ્રહ્માજી કહે છે, હું પણ ઈશ્વરને સમજી શક્યો નથી, તેમનો પાર પામવો અશક્ય જ છે. પરંતુજવાબ તો એ છે કે, તમારું મન પોતેજ ઈશ્વરની દેન છે. મનને વિચારવાની શક્તિ ઈશ્વર જ આપે છે, તો ભલા ઈશ્વર કોણ છે? એ મન કઈ રીતે કહી શકે? આંખનેજોવાની શક્તિ ઈશ્વર આપે છે, તો આંખ કેવી રીતે ઈશ્વરને જોઈ શકે? જીભનેબોલવાની શક્તિ ઈશ્વર આપે છે, તોજીભ કેવી રીતે ઈશ્વરને કહી શકે? કાનનેસાંભળવાની શક્તિ ઈશ્વર આપે છે, તોકાન કેવી રીતે ઈશ્વરને સાંભળી શકે? આ બધા અંગ માત્ર કલ્પના જ કરી શકે. આપણી અંદર જે પરમ તત્વ, પ્રાણ શક્તિ છે, તે જ ઈશ્વર હશે તેવું બ્રહ્માએ કહ્યું.

 

જે ઈશ્વરને નથી જાણતો, તે જ્ઞાની ઈશ્વરને જાણે છે. જે કહે છે કે તે ઈશ્વરને જાણે છે, તેને હજી ઈશ્વરને જાણવાનો બાકી છે. મનુષ્યદવાઓ શોધીને સૃષ્ટિને કાબુ કરવા પ્રયત્ન કરે છે, પરંતુ એ દવાઓ જ તેની માટે સમય જતા વિષ બની જાય છે. ખરેખર તો ઈશ્વર જ જીવને જીવનની શક્તિ આપે છે, પાંચ મહાભૂત તેઓને આધીન રહે છે, ઈશ્વર જ તેમાં પ્રાણની અનુમતિ આપે છે. પરંતુ જીવ માયા અને ભ્રમણાને કારણે આ શક્તિને સામે હોવા છતાં જોઈ નથી શકતો. છેલ્લે સઘળું ઈશ્વરના હાથમાં જ છે. આપણે કાર્ય કરીને કઈ મેળવીએ, પરંતુ કાર્ય કરવાની પ્રેરણા અને શક્તિ પણ ઈશ્વર જ આપે છે.

ઈશ્વરને જાણવા માટે, ગુરુ, ગ્રંથો અને માયાથી મુક્તિ મહત્વની છે. જયારે મનુષ્ય અહમને હટાવીને સંસારના લય-વિલયને જુએ છે, તે અદ્રષ્ટ કારણો અને ઈશ્વરીય સત્તાનોસ્વીકાર કરે છે ત્યારે મનુષ્ય માટે ઈશ્વર તરફ જવાનો રસ્તો ખૂલતો જાય છે. ઈશ્વરને ક્યારેય આંખ, મુખ, વાક, શ્રુત, સ્પર્શ કે મન મહારાજાથી નથી ઓળખી શકાતો, કારણ કે આ બધાને ચલાવનાર જ ઈશ્વર છે. એક કોમ્પ્યુટર કઈ રીતે જાણી શકે કે વિદ્યુત શું છે? તે પોતે જ જયારે વિદ્યુતથી ચાલી રહ્યું છે. જેમ પાણીને પીવાથી તેના સ્વાદ અને પાણી છે તેમ અનુભૂતિ થાય છે, બરાબર તેમ જ ઈશ્વરનો અનુભવ કરવાથી જ તેને જાણી શકાય છે.

સંસારમાં દરેક જીવને જીવન માટે કેટલી શક્તિ મળી છે? જીવની ઉન્નતિના સ્તર અને જીવ માટે ઈશ્વર તરફનો માર્ગ પણ ઈશ્વરની કૃપાથી જ મળે છે, માટે અનંત જગતમાં વ્યાપ્તએ ઈશ્વરની ભક્તિ જ મહત્વની છે, ઈશ્વરની કૃપા વગર કશું જ શક્ય નથી, બ્રહ્માજી બોલ્યા. (કેનોપનિષદસાર)

વિચારપુષ્પ: ઈશ્વરનું આયોજન, આપણા આયોજન કરતા વિશાળ હોય છે. ક્યારેક હું આકાશ તરફ જોઉં છું અને કહું છું, મને ખબર હતી એ તમે જ હતા.

નીરવ રંજન