જન્માષ્ટમીઃ હર્ષોલ્લાસ સાથે યાદ કરો સંભવામિ યુગે યુગે…

મેઘલિયા મહિના એવા શ્રાવણ વદ આઠમની અંધારી રાતે અને રોહિણી નક્ષત્રના સમયમાં ભગવાન વિષ્ણુના એક એવા અવતારે જન્મ લીધો, કે જેણે જગત આખાને પોતાનું ઘેલું લગાડ્યું. નામ એનું કૃષ્ણ. જન્માષ્ટમીનો આ પવિત્ર વર્વ પર્વ જ્યારે સ્વ. જગતના નાથી જન્મ દીધો હતો. તો આવો જાણીએ જન્માષ્ટમીના મહત્વ અને મહાત્મ્ય વિશે…

જન્માષ્ટમીની દેશભરમાં ખુબજ ધામધુમપુર્વક ભકિતભાવથી ઉજવણી કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં તેમની માતા દેવકીજીની કુખે થયો હતો અને તેમનો ઉછેર ગોકુલમાં યદુવંશના મહાન રાજા નંદબાબાને ત્યાં થયો.

ભગવાન શ્રી કૃષ્ણ ૧૨૫ વર્ષ પૃથ્વી ઉપર અવતર્યા હતા તેમાં વ્રજમાં એટલે ગોકુલમાં 11 વર્ષ અને 52 દિવસ રહ્યાં,  મામા કંસના વધ બાદ ૧૪ વર્ષ મથુરામાં અને બાકીના ૧૦૦ અકીલા વર્ષ ગુજરાતના દ્વારકામાં બિરાજયા હતા,તેઓ  ઘણા ઓછા વર્ષ વ્રજ મંડળમાં બિરાજયા છતાં વ્રજની સંસ્કૃતિ અને સમાજ જીવન ઉપર તેમના દિવ્ય વ્યકિતત્વ વિચાર વર્તન અને વાણીના પ્રભાવની અમીછાપ આટલા વર્ષો પછી પણ અકબંધ રહી છે. તેમની ઇસવીસન પદ્ધતિ પ્રમાણે થયેલાં સંશોધન .સ પૂર્વેની 3228 સાલ, 20/7/3228 ને દિવસે તેમનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. તેમણે પંદર સંકલ્પમાં  પંદરેપંદર વખત વ્રજભૂમિમાં જ અવતાર લઇ લીલા કરી અનેક જીવોનું કલ્યાણ અને ઉધ્ધાર કરેલ તેથી આદીકાળથી આજ દિવસ સુધી વ્રજની સંસ્કૃતિ અને સભ્યતા શ્રી કૃષ્ણના રંગેે રંગાયેલી તેમની લીલાથી ઘડાયેલા છે.

વ્રજના કણેકણમાં શ્વાસ શ્વાસમાં આજે પણ કૃષ્ણ છે, તેથી વ્રજની સંસ્કૃતિને કૃષ્ણ સંસ્કૃતિ કહેવામાં આવે છે, વ્રજ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષથી કૃષ્ણ રંગે રંગાયેલું છે ભારતીય સંસ્કૃતીમાં બીજુ કોઇ વ્યકિતત્વ પોતાની આટલી લાંબી મધુર અને પ્રભાછશાળી છાપ મુકી ગયું નથી, વ્રજ સંસ્કૃતીની આ અશર માત્ર વ્રજ પુરતી સીમીત નથી રહી તે સમથ્ર ભારતના પ્રજા જીવન ઉપર હજારો વર્ષથી હકારાત્મક અશર રહી છે. ભારતીય સાહીત્ય કલા ઉત્સવ હિન્દુ ધર્મના સંપ્રદાયો અને ગ્રંથો પર પ્રગાઢ અશર જોવામળે છે તેથીજ એક ચિંતકે સાચુ કહ્યું છે કે ‘જીવનમાંથી કૃષ્ણને બાદ કરો જીવન શૂન્ય બની જશે’ દેશભરમાં જન્માષ્ટમીની ખુબજ ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવે છે તેમાં ગોકુળ મથુરા અને દ્વારકામાં ખુબજ અનેરૂ મહત્વ છે અને ગુજરાતમાં ખાસ કરીને સોૈરાષ્ટ્રના નાના મોટા શહેરોમાં જન્માષ્ટમીની ઉજવણી નિમીતે ભવ્ય લોક મેળાના આયોજન કરવામાં આવે છે.

ઠેર ઠેર શોભાયાત્રા નીકળે છે અને પૃષ્ટિમાર્ગીય હવેલી કે અન્ય નાના મોટા મંદિરોમાંં જન્માષ્ટમીની રાત્રે ૧૨ વાગ્યે કૃષ્ણ જન્મ ઉજવાય છે અનેબીજા દિવસે સવારેકૃષ્ણજન્મની ખુશાલીમાં નંદોત્સવની પણ ઉજવણી કરવામાં આવે છે. મહારાષ્ટ્રના મુંબઇમાં જન્માષ્ટમીના દિવસે દહીં હાંડીનું અનેરુ મહત્વ છે. વિદેશના ગોરા લોકો પણ કૃષ્ણ ભકિતનું ઘેલુ છે તેથીજ તેઓએ દેશ વિદેશમાં ભગવાન કૃષ્ણના ભવ્ય ઇસ્કોન મંદિર બાંધેલા છે અને આવા ઇસ્કોન ભારતના દિલ્હી મુંબઇ, અમદાવાદ સહિતના શહેરોમાં પણ આવેલા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]