વર્ષના અંત સુધીમાં પ્લાન્ટ બેઝ્ડ લેધરના ઉત્પાદનો આવશે બજારમાં

મને આશા છે કે મને મારા જીવનકાળમાં પ્રાણીઓનું માંસ (લેધર) ખાવા અને પહેરવામાં એક ધરમૂળથી પરિવર્તન જોવા મળશે. એ માંસ ઝડપથી આવી રહ્યું છે. વિશ્વની સૌથી માંસ ઉત્પાદક કંપનીઓ અને સૌથી મોટા રોકાણકારોએ લેબોરેટરીમાં મૂડીરોકાણ કર્યું છે, જે રિયલ માંસ (ક્લીન મીટ) અને દૂધ બનાવશે. આ માંસ સિંગાપુર જેવા દેશોના પહેલેથી બજારમાં ઉપલબ્ધ છે. પર્ફેક્ટ ડે ત્યારે કહેવાશે, જ્યારે દૂધના સેલ્સમાંથી બનાવેલું દહીં બજારમાં આવશે.

નેધરલેન્ડ અને ઇઝરાયલ કતલ કરવામાં આવેલા પ્રાણીઓને બદલે ઇન-વિટ્રો પ્રાણીઓના સેલ કલ્ચર એટલે કે ઉગાડેલું માંસ બનાવવામાં બહુ આગળ છે. હકીકતમાં જો સ્વચ્છ (ઉગાડેલું) માંસ એ એક ઉદ્યોગનું સ્વરૂપ લેશે તો એ ખેતીની જગ્યા લેશે, જેનાથી બહુ લાભ થશે. ગ્રાહકના રૂપમાં આપણી પાસે સ્વચ્છ માંસ હશે, જેનો અર્થ પ્રોડક્ટમાં એન્ટિબાયોટિક અને જીવાણુ (બેક્ટેરિયલ) નહીં હોય, કેમ કે કતલ કરવામાં આવેલાં પ્રાણીઓમાં જીવાણુઓ સાથે આવે છે. આ સાથે વર્ષે દહાડે આપણા 56 અબજ પ્રાણીઓના જીવ પણ બચશે. માંસ ઉદ્યોગ સતત કહ્યા કરે છે કે વેગન્સ અને શાકાહારીઓ બજારના પાંચ ટકા કરતાં પણ ઓછા છે, જોકે એ બિલકુલ સાચું નથી. વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી પ્લાન્ટ સ્થિત માંસ બનાવતી કંપની ઇમ્પોસિબલ ફૂડ્સ છે. કંપનીનું વર્તમાન મૂલ્યાંકન ચાર અબજ ડોલર છે. જોકે સૌથી મોટા કતલખાના કંપનીઓ ભવિષ્યના વૈકલ્પિક માંસ બનાવતી કંપનીઓમાં મૂડીરોકાણ નહીં કરે. વળી, શાકાહારીઓ અને વેગન્સ ખાનારા લોકોમાં પણ માંસ ખાવાવાળી વ્યક્તિઓ હોય છે. પણ માંસ (ચામડું) પહેરનારા ચામડું વાપરવાનું બંધ કે ઓછું કરશે? અત્યાર સુધી તો નથી, પણ ભવિષ્યમાં એવું બને ખરું.

દર વર્ષે લાખો પ્રાણીઓની કતલ કરવામાં આવે છે, ખાસ કરીને વાછરડાંઓની, ચામડાં ઉદ્યોગ માટે પૃથ્વીનું અસ્તિત્વ બહુ ખતરનાક છે. ચામડાંના ઉપયોગમાં લેવાનારા રસાયણોથી નદીઓ પ્રદૂષિત થાય છે અને ચામડાની પોલિશથી લાખો માછલીઓ મરી જાય છે. ચામડાના જૂતાં ઉદ્યોગ દ્વારા 70 કરોડ મેટ્રિક ટન કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન થાય છે- જે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે.

ન્યુ-ઝીલેન્ડની શૂ કંપની ઓલબર્ડ્સ કે એડિડાસની સાથે ભાગીદારીમાં છે, એ પ્લાન્ટ આધારિત ચામડાંમાં લાખ્ખોનું મૂડીરોકાણ કરી રહી છે. કંપનીએ જાહેરાત કરી છે કે આ સંશોધન માટે નવી કંપની નેચરલ ફાઇબર વેલ્ડિંગ ઇન્ક. બનાવશે અને કંપની એમાં મૂડીરોકાણ કરશે. આ ઉપરાંત ડિસેમ્બર, 2021માં વિશ્વનાં પહેલાં પ્લાન્ટ બેઝ્ડ લેધરના ઉત્પાદનો બહાર પડાશે. આ મટીરિયલને મિરમ કહેવામાં આવે છે, જે અસલી ચામડાની તુલનામાં 40 ટકા ઓછું કાર્બન પર અસર કરશે અને 17 ટકા કાર્બનનું ઓછું ઉત્સર્જન કરશે. મિરમનું ઉત્પાદન પોલિયુરેથિન વગર કરવામાં આવશે, જેનો અર્થ માટીમાં પ્લાસ્ટિકના નિશાન છોડ્યા સિવાય એ માટીમાં ભળી જશે અથવા એમાંથી મિરમ (રિસાઇકલ) બનાવી શકાશે.

ઓલ બર્ડ્સના સહસંસ્થાપક કહે છે કે કંપનીએ ખરાબ સિન્થેટિક્સ અને બિનટકાઉ ચામડા પર વિશ્વાસ કર્યો છે, પણ પર્યાવરણને બચાવવા માટે. વળી, એનાથી કાર્બન ઉત્સર્જનમાં 98 ટકાના ઘટાડાની સંભાવના માટે પ્લાન્ટમાં ઉત્પાદિત ચામડાનો વપરાશ કરવો જરૂરી છે. વળી NFW સાથે અમારી ભાગીદારી અને ટેક્નોલોજીને આધારે પ્લાન્ટ લેધરનો પ્રારંભ ફેશન ઉદ્યોગ અને પેટ્રોલિયમને ખતમ કરવા માટે પ્રોત્સાહક પગલું છે.

વેગન લેધર ક્રૂરતામુક્ત ચામડાનો વિકલ્પ છે, એ પ્રદૂષણ અને પીડામુક્ત પરંપરાગત ચામડાની જેમ અનુભવવા માટે સારી બાબત છે. જેમ-જેમ વધુ ને વધુ લોકો પર્યાવરણ અને પ્રાણીઓ પર ચામડા ઉદ્યોગ વિશે જાગરુક થતા જશે, તેમ-તેમ ક્રૂરતા મુક્ત વિકલ્પોનું બજાર વધતું જશે.

બ્રિટિશ મટીરિયલ કંપની અનાસ અનમ 2013માં સ્થપાઈ હતી, જે પ્લાન્ટ બેઝ્ડ પિનાટેક્સ નામના છોડ આધારિત ચામડાના વિકલ્પની સાથે આવનારી પહેલી કંપની હતી. કંપની ફિલિપિન્સથી પાઇનેપલનાં પાંદડાં પ્રાપ્ત કરીને એમાંથી ફાઇબર (રેસા)નો ઉપયોગ કરે છે, એમાં પોલિલેક્ટિક એસિડ(PLA)ની સાથે મિશ્રિત કરવામાં આવે છે, જેથી એમાંથી ટકાઉ અને ડ્યુરેબલ મટીરિયલ બનાવી શકાય. એનો ઉપયોગ હ્યુગો બોસ અને કેનેડિયન બ્રાન્ડ નેટિવ શૂ દ્વારા કરવામાં આવે છે.

ડચ ડિઝાઇનરે વેગન લેધર સોપારીનાં પાંદડાંમાંથી બનાવ્યું છે. પાલ્મલેધર પ્રોજેક્ટ પ્રાણીઓમાંથી ચામડું લેવાને બદલે પ્લાન્ટ બેઝડ ચામડું- ડેમાં પ્લાસ્ટિક રબરમાંથી બનાવવામાં આવે છે, જેથી પ્રાણીઓની તુલનામાં પ્રદૂષણ અને પાણીનો વપરાશ ઓછો થાય છે.

એક અન્ય કંપની ડેસર્ટો નોપલ કેકટસનાં પાંદડામાંથી બનેલા વેગન લેધર રજૂ કર્યું હતું, જેમાંથી ફર્નિચર અને કારની અંદરના ઇન્ટિરિયર માટે કરવામાં આવે છે. આ ઉપરાંત પર્સ અને જૂતામાં એ ચામડું વાપરવામાં આવે છે. નોપલ કેકટસ મેક્સિકોમાં વગર પાણીએ ઊગે છે, જેનાથી હલકો કૃષિ-પાક બને છે.

મસ્કિન એક જાતનું ચામડા જેવું મટીરિયલ છે, જે મશરૂમના ટોપામાં બનાવવામાં આવે છે, જેને ફેલેનસ ઇલિપ્સોઇડ્સ કહેવામાં આવે છે. જે ફંગસ ઉષ્ણ કટિબંધનાં જંગલોમાં હોય છે. વિલ્સ વેગન સ્ટોર (Will’s Vegan Store) એક ઓનલાઇન સ્ટોર છે, જે લક્ઝરી વેગન લેધરમાંથી જૂતાં બનાવે છે. કંપની વેગન લેધર પોલિયુરેથન અને બાયો ઓઇલના મિશ્રણમાંથી બનાવે છે. કંપની હજી પણ પોલિયુરેથનનો ઉપયોગ ઓછો કરવાના પ્રયાસ કરી રહી છે. કંપનીએ હાલમાં નીલગિરિની છાલમાંથી નવી પ્રોડક્ટ તૈયાર કરી છે.

2017માં હાઇ-એન્ડ વેગન શૂ કંપની વીરાએ સફરજનની છાલમાંથી અને 50 ટકા પોલિયેરેથનમાંથી ચામડું બનાવ્યું હતું. જેમાં સફરજનની છાલને સૂકવીને એક મહિનામાં એનો પાઉડર બનાવવામાં આવે છે, ને પોલિયુરેથનની માથે ભેળવીને ચામડા જેવું કપડું બનાવવામાં આવે છે.

અહીં ભારતીય ઉદ્યોગ સાહસિકો છે, જેમાં તમે તેમની કંપનીમાં મૂડીરોકાણ અથવા હિસ્સો ખરીદી શકો છો. કેરળ સ્થિત મલાઇ બાયોમટીરિયલ ડિઝાઇન પ્રા. લિ. નકામા નારિયેળમાંથી બેક્ટેરિયલ સેલ્યુલોઝ કેળાંનો ઉપયોગ કરીને વેગન ચામડાનો શાકાહારી વિકલ્પનું ઉત્પાદન કરે છે.  કંપની કેરળના ખેડૂતો પાસેથી નારિયેળ એકઠા કરે છે. એના પર પ્રક્રિયા કરીને સેલ્યુલોઝ બને છે , જેને કેળાના રેસા સાથે ભેળવીને કાચો માલ બનાવવામાં આવે છે અને એમાં ચાદર કે કુદરતી રંગો મેળવીને પ્રોડક્ટ તૈયાર કરે છે. કંપનીના ગ્રાહકોમાં ક્રાફ્ટિંગ પ્લાસ્ટિક, ટોન અને મે-ટ-ર જેવી કંપનીઓ છે.

ઔલિવ એક ઓનલાઇન ભારતીય બ્રાન્ડ છે, જે સુંદર, વેગન અને ક્રૂરતામુક્ત લેધર ઉત્પાદનો છે. એ હકીકતમાં ચામડું નથી, પણ પિનાટેક્સ છે. જો તમે સુટકેસ, બેગ કે બ્રીફકેસ ખરીદવા માગતા હો તો કંપનીની વેબસાઇટ પરથી ખરીદી શકો છો.

એન્જિનિયર અંકિત અગ્રવાલની માલિકીની કાનપુર ફ્લાવર સાઇકલિંગે ફ્લેધર બનાવ્યું છે, જે મંદિરના ફૂલોમાંથી બનાવેલું ચામડું છે. જે હજી બજારમાં પણ નથી મૂકવામાં આવ્યું. ફ્લેધરને સૌથી શ્રેષ્ઠ સંશોધન માટે UN સસ્ટેનિબિલિટી એવોર્ડ અને પેટા એવોર્ડ મળ્યા છે. વળી, કંપની હજી ફ્લોરાફોમ –જે સ્ટારોફોમનો એક ખાતરનો વિકલ્પ છે. બજાજ અને હેવેલ્સ બ્રાન્ડ પહેલેથી જ ફ્લોરોફોમ પેકેજિંગનો ઉપયોગ કરી રહી છે. અનીતા ડોંગરે જેવા ફેશન હાઉસે પણ ફ્લેધરમાં રસ દાખવ્યો છે. આ કંપનીઓ સફળતાપૂર્વક તમારી ખરીદીની પેટર્નને બદલી નાખશે.

(મેનકા ગાંધી)

(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)