માત્ર ફૂડ નહીં કપડાં પણ ઓર્ગેનિક પહેરો

એવું નથી કે તમે જે ખાઓ છો એ પૃથ્વી અને એમાં રહેતા લોકો માટે જ હાનિકારક છે. શું તમને ખબર છે કે તમે જે પહેરો છો એ પણ પૃથ્વી માટે હાનિકારક છે? જ્યારે તમે કપડાંની પસંદગી કરો છો, ત્યારે તમે બાયોસ્ફિયર અને લિથોસ્ફીયર- એમ બેમાંથી એકની પસંદ કરો છો. બાયોસ્ફિયર એ કૃષિ ક્ષેત્ર છે- જેમાં કોટન, લિનન (શણમાંથી બનાવેલું કાપડ) અથવા સિલ્ક-રેશમ (શેતુરના ઝાડ) ઉગાડવામાં આવે છે જ્યારે વુલ –બીજી રીતે ક્રૂર હોવા છતાં એને પણ ઉગાડવામાં આવે છે. લિથોસ્ફિયર પૃથ્વીનું રક્ષણ કરતું પડ છે. ફોસિલ ફ્યુઅલ (અશ્મિભૂત ઈંધણ)ને સિન્થેટિક પોલિયેસ્ટરમાં ફેરવવામાં આવે છે.

એ સ્પષ્ટ છે કે એક લાગણીશીલ વ્યક્તિ રિન્યુએબલ સ્રોતને પસંદ કરશે. એવું કંઈક જે ફરી-ફરીને વપરાશમાં લઈ શકાય, પરંતુ બધાં કપડાં નોન રિન્યુએબલ ફ્યુઅલમાંથી બનાવવામાં આવે છે. આપણે મનુષ્યો પ્લાસ્ટિક, નાયલોન, એક્રેલિક અને પોલિયેસ્ટર પહેરીએ છીએ. બનારસની અદભુત સાડીઓ પણ જે નવવધૂઓ માટે ખરીદવામાં આવે છે એ પણ મિશ્ર પોલિયેસ્ટરમાંથી બનાવવામાં આવે છે.

ફેશન એ ઓર્ગેનિક ફૂડ પછીની બીજી સૌથી લોકપ્રિય પસંદ છે. શાકભાજી અને અનાજ માટે ખેડૂત સમુદાયની તપાસ કરવી સામાન્ય છે, પણ ફેશન ઉદ્યોગ તરફ આપણે બહુ ધ્યાન નથી આપતા. કપડાં માટે વિચારો, પણ એને કેવી રીતે ઉગાડવું એના માટેની પદ્ધતિ શીખવાની જરૂર પડે છે.

જંગલોનો સફાયો કરવા માટે માંસ ઇન્ડસ્ટ્રી જવાબદાર છે, તેમાં  ફેશન ઉદ્યોગ પણ ઓછો જવાબદાર નથી. વાંસ અને નીલગિરિ જેવાં વૃક્ષો આધારિત કાપડને લીધે જંગલો કાપવામાં આવે છે અને પ્લાન્ટેશન્સમાં ફેરવવામાં આવે છે. આ વૃક્ષોમાંથી કાપડ બનાવવામાં આવે છે.

જો આપણે કપાસ પસંદ કરીશું તો એમાં વપરાતા જંતુનાશક દવાઓના ઉપયોગ તરફ આપણે કેવી રીતે અવગણીએ છીએ અને એ આપણા જીવન પર કેવી અસર કરે છે, એના માટે આપણે દોષી છીએ. દેશમાં કપાસના વાવેતરમાં નિયોનીકોટનોઇડ પેસ્ટિસાઇડ્સનો અબજો મધમાખીઓના વિનાશ માટે જવાબદાર છે, જે આપણા ખાદ્ય પુરવઠાને માટા જોખમમાં મૂકે છે, પણ પોલિયેસ્ટર-નાયલોન એ જંગલોના નષ્ટ કરવા માટે મોટા પ્રમાણમાં ખાણકામ જવાબદાર છે, જે જમીનમાં ખોદકામ કરીને પાણીના સ્રોતને દૂષિત કરે છે.

જોકે તમે ટકાઉ કૃષિ પેદાશ પહેરવાની પસંદગી કરો છો તો કાપડ ઓર્ગેનિક કોટન હોઈ શકે, પણ એને રંગીન કાપડ બનાવવા માટે સિન્થેટિક ડાય્ઝનો ઉપયોગ કરવો પડે છે. પહેલા કોટનને બ્લીચ કરવામાં આવે છે અને બ્લીચ એ સમુદ્રી જીવોનો ભોગ લે છે. એ પછી કાપડ રંગીન બને છે. સિન્થેટિક ડાય્ઝના રંગીન કપડાં કે જે આપણે પહેરીએ છે.

વૈશ્વિક સ્તરે ઉત્પાદિત કેમિકલ્સના 25 ટકા કપડાં બનાવવા માટે વપરાય છે અને એમાંથી મોટા ભાગનાં એમાં ડાય્ઝથી કલર કરવામાં આવે છે. આ ફેબ્રિકને રંગવા માટે કેડમિયમ, પારો, ટિન, કોબાલ્ટ, સીસુ અને ક્રોમ જેવી ભારે ધાતુઓ ઉપયોગમાં લેવાય છે અને એ ધાતુઓ 60 ટકાથી 70 ટકા ડાય્ઝમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ડાઇંગ ઉદ્યોગમાં પણ મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે અને પ્રોસેસ કર્યા પછી વધેલું પાણી નદીઓમાં કે જમીન પરક ફેંકવામાં આવે છે. કેટલાંક વર્ષો પહેલાં હું ઉદેપુરમાં હતો, ત્યારે મેં અનેક પ્રાણીઓની લાશ સહિત એમના લોહીથી લાલ થયેલું પાણી નદીમાં વહેતું જોયું હતું. વળી એ પ્રાણીઓને પણ એ જ પાણી પીવા માટે ફરજ પડાતી હતી, કેમ કે એ કપડાંની ડાય્ઝ ઇન્ડસ્ટ્રીઝનું પાણી હતું.

ડાય્ઝ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત કર્મચારીઓમાં પણ એ કેમિકલ્સનો ભોગ બને છે. વળી, આ કેમિકલ્સનાં રંગોવાળા કપડાંથી મનુષ્યોના શરીરમાં કેટલી અસર પડે એ કોઈ નથી જાણતું. ડાય્ઝ એકમાત્ર સમસ્યા નથી. કપડાંમાં આપણને ખબર છે કે ઘણાં વધુ કેમિકલ હોય છે. કરચલી વગરનાં કપડાં કે પછી ડાઘની સામે રક્ષણ આપતા તેમ જ સ્ક્રીન-પ્રિન્ટેડ ડિઝાઇન જેવી પ્રોસેસ કરવામાં આવે છે. આ બધાં કેમિકલ્સ નદીમાં જાય છે. દેશના તમામ ઉદ્યોગોમાં કાપડ ઉદ્યોગ સૌથી વધુ પ્રદૂષણ ફેલાવે છે. વૈશ્વિક સ્તરે ઓઇલ પછી કાપડ એ પ્રદૂષણનો બીજો સૌથી મોટો સ્રોત છે. કાપડ ઉદ્યોગ વૈશ્વિક કાર્બન ઉત્સર્જનના 10 ટકા માટે જવાબદાર છે. અને કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જન માટે પાંચમો સૌથી ઘટક છે. વળી, એ પાણીનો વેડફાટ કરતો ટોચના ત્રણ ઉદ્યોગોમાંનો એક છે. એ તાજા પાણીના સ્રોતને પ્રદૂષિત કરે છે.

એક ટી-શર્ટ બનાવવા માટે 2600 લિટર પાણીની જરૂર પડે છે. દરેક વખતે તમે સિન્થેટિક મટીરિયલ્સને ધોશો, ત્યારે લાખ્ખો પ્લાસ્ટિકના માઇક્રોફ્રાઇબ્રેઝ (સૂક્ષ્મ કણો) ગટર વાટે દરિયામાં ઠલવાય છે. માઇક્રોફ્રાઇબ્રેસ એક પ્રકકારના માઇક્રોપ્લાસ્ટિક છે, જે પ્લાસ્ટિક આધારિત દોરા છે, જેનું કદ પાંચ મિમી કરતાં પણ નાનું છે. એ એટલા નાના હોય છે કે ગંદા ગટરના પાણીમાંથી દરિયામાં ઠલવાય છે. અથવા એ દૂષિત પાણીને જમીન પર ખાતર તરીકે છાંટવામાં આવે છે. જે માછલી ખોરાક વાટે એના પેટમાં જાય છે. પછી એ માછલી માનવીના પેટમાં જાય છે. આમ કપડાંના રેસા આડકતરી રીતે તમારા પેટમાં જાય છે.

ફ્લોરિડા માઇક્રોપ્લાસ્ટિક અવેરનેસ પ્રોજેક્ટ અનુસાર વૈજ્ઞાનિકોએ દરિયાકાંઠાના પાણીના નમૂના એકત્ર કર્યા હતા અને માઇક્રોપ્લાસ્ટિક્સની તપાસ કરીને એનું વિશ્લેષણ કર્યું હતું. એકત્રિત કરેલા નમૂનાઓમાં 89 ટકામાં કમસે કકમ એક પ્લાસ્ટિકનો ભાગ તો હતો જ. સિન્થેટિક ફાઇબર્સ પૃથ્વી બીજી કઈ રીતે નુકસાન પહોંચાડે છે. એમના ઉત્પાદનથી અન્ય હાનિકારક એસિડિક વાયુઓ બહાર આવે છે. સાયન્સ ન્યૂઝના એક અભ્યાસ દર્શાવે છે કે હવામાનમાં નાઇટ્રસ ઓક્સાઇડ વાર્ષિક 0.2 ટકા વધી રહ્યો છે. આનો એક ભાગ નાયલોન અને પોલિયેસ્ટરના ઉત્પાદનમાંથી આવે છે. નાઇટ્રસ ઓક્સાઇડ એક શક્તિશાળી ર્ગીનહાઉસ ગેસ છે અને તેમાં કાર્બન ડાયોક્સાઇડ કરતાં 300 ગણો વધુ નુકસાનની સંભાવના છે. કાપડ માટેના પોલિયેસ્ટર ઉત્પાદનમાં 2015માં આશરે 706 અબજ કિલો ગ્રીનહાઉસ ગેસ બનતો હતો, જે કોલસાથી ચાલતા વીજ પ્લાન્ટના વાર્ષિક ઉત્સર્જનના સમકક્ષ હતો.

પ્લાસ્ટિક વસ્ત્રોની અસર ત્વચા અને શ્વસન માર્ગ પર પડે છે. વળી, પુરુષોમાં એ વંધ્યત્વનું કારણ પણ બને છે. નાયલોન સ્વિમસ્યુટ ટાઇટ્સ અને સ્કિંગ્સમાં એ વરાસય છે. એમાં ઇલેક્ટ્રિટ સ્થિરતા ઘટાડવા માટે કેમિકલ્સની જરૂર પડે છે. કાપડમાં વપરાતા ફોર્મેલ્ડિહાઇડ ત્વચાની એલર્જીનું કારણ બને છે, આંખંમાંથી પાણી પડવું. ટિટાઇનિયમ ઓક્સાઇડ, બેરિયમ સલ્ફેટ એન્ટિસ્ટેટિક સબસ્ટેન્સ હાઇપર ત્વચા પિગમેન્ટશન, ત્વચાના રોગ અને નર્વર્સ સિસ્ટમ પર ઘેરી અસર પડે છે, જેમાં ચક્કર, માથાનો દુખાવો અને કરોડરજ્જુના દુખાવા માટેનું કારણ બને છે.

આમંથી બહાર કેવી રીતે નીકળી શકાશે?

એના થોડા ઉકેલો છે, જેમ કે આર્ટિફિશિયલ કાપડ ના ખરીદો-નાયલોન,પોલિયેસ્ટર, લાઇક્રા, એક્રેલિકનો અપસાઇકલ પ્લાસ્ટિક- જેનો ઉપયોગ ઘણી ફેશન બ્રાન્ડ્સમાં થાય છે- ખાસ કરીને ગ્રીનમાં. કપડાંમાં કાપેલા પ્લાસ્ટિકનો ઉપયોગ ખરાબ રીત છે, કેમ કે પૃથ્વી પરની કોઈ પણ સામગ્રી પ્લાસ્ટિકનું લિન્ટ બનાવે છે. અને આ લિન્ટના 40 ટકા સીધા નદીઓ, ઝરણાંઓ અને સમુદ્રમાં જાય છે. જો મનુષ્ય કૃત્રિમ કાપડનો ઉપયોગ કરવાનું બંધ કરે તો એનાથી ખાણકામ ઓછું થશે અને કેટલાંક જંગલો બચી જશે.

અહીં એવી કેટલીક વસ્તુ છે- જેમ કે સેમી-સિન્થેટિક જેને રેયોન તરીકે ઓળખવામાં આવે છે. એ કુદરતી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે, જેમ કે ઝાડમાંથી સેલ્યુલોઝ, પરંતુ ફાઇબર્સ એ આર્ટિફિશિયલ છે. એ મોટા જંગલોના નિકંદનનું કારણે બને છે. કેટલાંક પ્રાણીઓ ખાસ કરીને રેયોનને કારણે છે. વળી બામ્બુને પણ પ્રોત્સાહન ના આપવું જોઈએ. કાર્બન ડિસલ્ફાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડ જેવાં ઝેરી કેમિકલ્સનો ઉપયોગ કરીને સખતાઈને નરમાઈમાં ફેરવવામાં આવે છે.

વધુ પડતાં કપડાં ખરીદશો નહીં અને ફેશનમાંથી આઉટ થયેલાં કપડાં ફેંકી દેશો નહીં. એલન મેકઆર્થર ફાઉન્ડેશનના અભ્યાસમાં જણાયું હતું કે પ્રતિ સેકન્ડે કપડાંનો (ફેંકી દેવામાં આવેલા) ભરેલો એક ટ્રક કચરામાં ઠલવાય છે. કોપનહેગન ફેશન સમિટ અહેવાલ આપ્યો હતો કે પ્રતિ વર્ષ 9.2 કરોડ ટન ઘન કચરા માટે ફેશન જવાબદાર છે. પ્રતિ વર્ષે 10 લાખ ટન કાપડ ફેંકી દેવામાં આવે છે. પ્રતિ વર્ષે 150 અબજના ગારમેન્ટનું ઉત્પાદન થાય છે. વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિ આશરે 20 નવાં ગારમેન્ટ્સ ખરીદે છે. 1999-2009 સુધીમાં કપડા ફેંકી દેવામાં 40 ટકાનો વધારો થયો છે.

ફાઇબરને બદલે પાઇનેપલ લેધર અજમાવો. વેસ્ટ મટીરિયલમાંથી બનાવેલ પ્લાન્ટ અથવા ફ્રૂટ્સના લેધર ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. દાખલા તરીકે પિનાટેક્સ ફિલિપિન્સમાંથી ઉગાડવામાં આવેલાં પાઇનેપલનાં પાંદડાંમાંથી બનાવેલું મટીરિયલ છે. એનું ઉત્પાદન પરંપરાગત ચામડાની તુલનામાં વધુ ટકાઉ છે. એને બનાવવામાં ઓછા પાણીની અને હાનિકારક કેમિકલ્સની જરૂર નથી. પાંદડાનો કચરો રિસાઇકલ કરવામાં આવે છે અને એનો ઉપયોગ ખાતર અથવા બાયોમાસ માટે થાય છે. સોયા ફેબ્રિક ઇકો-ફ્રેન્ડલી ફેબ્રિક છે. જે સોયાબીનનાં પાંદડામાંથી બનાવવામાં આવે છે, જે ક્રૂરતામુક્ત અને કાપડનો ટકાઉ વિકલ્પ છે. એ બાયોડિગ્રેડેબલ છે અને એમાંથી બનતું મટીરિયલ રિન્યુએબલ છે. એટલે ફૂડ નહીં પણ ઓર્ગેનિક ડાય્ઝવાળા કોટનનાં કપડાં ખરીદો, જેથી તમે વિશ્વને બચાવી શકો.

(મેનકા ગાંધી)

(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]