પ્રાણીઓની નસબંધી માટે સરકારોનું ઉદાસીન વલણ…

બ્રિટિશ રાજ દરમ્યાન અંગ્રેજોએ કૂતરાઓ અને ભારતીયોને મુખ્ય માર્ગો પર પ્રવેશવા પ્રતિબંધ મૂક્યો હતો. એ વખતે કૂતરાને મારવા એ સ્વચ્છતા પ્રક્રિયાનો એક ભાગ માનવામાં આવતો હતો. જોકે તેમ છતાં આઝાદી પહેલાં કે પછી આ પ્રાણીઓની વસતિમાં ઘટાડો થયો નહોતો. 1980માં દિલ્હીમાં આઠ લાખ કૂતરાનો અંદાજ હતો. શહેરને કૂતરાના ત્રાસમાંથી મુક્ત કરવા દર મહિને હજારો કૂતરાઓને મારવામાં આવતા હતા. એમસીડીના સર્વેમાં દર્શાવવામાં આવ્યું હતું કે કૂતરાઓને મારી નખાયા એના કરતાં લોકોને કૂતરાઓએ કરડ્યા હોવાની ઘટનામાં ખરેખરમાં વધારો થયો હતો. વિકાસશીલ દેશોમાં કચરાના નિકાલ માટેની નબળી સિસ્ટમને કારણે કૂતરાઓ અસ્તિત્વ ધરાવે છે. એમની સાથે વૈજ્ઞાનિક અને માનવીય વ્યવહાર કરવો જોઈએ. અન્યથા આપણે 1994માંની સુરતની દુર્ઘટનાનું પુનરાવર્તન કરીશું. જ્યારે બધા કૂતરાઓને દૂર કરવામાં આવતાં ઉંદરો એમની જગ્યા લીધી અનેે પ્લેગનો ભય પેદા થયો હતો.

1990ના દાયકામાં WHOના અભ્યાસમાં જણાયું હતું કે સ્ટ્રીટના પ્રાણીઓની નસબંધી અને રસીકરણ કરવું એ એકમાત્ર રસ્તો છે. જોકે આ પ્રાણીઓના હડકવાનો ડર હતો. આ સર્વેમાં દિલ્હીની નીચલી કોર્ટના આદેશની માહિતી આપવામાં આવી હતી કે જેમાં સરકારને કૂતરાઓની હત્યા કરવાને બદલે એની નસબંધી અને રસીકરણ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. વર્ષ 2001માં કેન્દ્રએ એનિમલ બર્થ કન્ટ્રોલ (ABC)ના નિયમોને જારી કર્યા હતા. જોકે સ્થાનિક સંસ્થાઓને નસબંધી કાર્યક્રમ ચલાવવા માટે કહેવામાં આવ્યું, ત્યારે અપેક્ષા હતી કે કેન્દ્ર-રાજ્ય સરકારો નાણાકીય મદદ કરશે અને એમને આ કાર્યક્રમની ફરજિયાત દેખરેખ રાખવા નિર્દેશ આપવામાં આવ્યા હતા. જોકે કમનસીબે સરકારે નસબંધી માટે કોઈ નાણાકીય જોગવાઈ નહોતી કરી. કેટલીક મ્યુનિસિપાલિટીએ એ પોતાના જોરે આ કાર્યક્રમને બહુ અસરકારક રીતે લાગુ કર્યો હતો.

દિલ્હીમાં વર્ષ 2000માં કૂતરા કરડવાની ઘટના એક વર્ષમાં 72,000થી ઘટીને 12,000 થઈ ગઈ હતી. દિલ્હીમાં રેબિઝ એન્ટિ-ઇન્જેક્શન આપતાં કેન્દ્રો તમને જણાવશે કે આ મોટા ભાગના કરડવાના બનાવ વિદેશી પાળેલા કૂતરાઓના છે. આમાં, ખરેખર કૂતરાના માલિકોએ તેમનું રક્ષણ કરવું જોઈએ. ગાઝિયાબાદ, ફરીદાબાદ અને નોએડામાં કોઈ પ્રાણીના જન્મનો નિયંત્રણ કાર્યક્રમ નથી, જ્યારે ગુરગાંવનાં આવા કાર્યક્રમ અનિયમિત લાગુ છે, જે નાણાંનો વ્યય છે. સરકારના કયા મંત્રાલયે કૂતરાના નસબંધીનો કાર્યક્રમ સમાવવો જોઈએ એ અંગે અસમંજસતા છે.

વર્ષ 2009થી કર્ણાટક, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશની હાઈકોર્ટ કૂતરાની હત્યાને એક અથવા રીતે બીજી રીતે ફરીથી ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો, પણ એના પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો હતો. કોર્ટોને સમજાયું હતું કે સરકારો ABCના નિયમોના અમલ માટે એકમેકના પગ ખેંચી રહી છે.Animal Welfare Board of India (AWBI) ને રાજ્ય મુજબ નસબંધી અને રસીકરણ માટે વિગતવાર કાર્યક્રમ અને સર્જરી માટેનું માળખું તૈયાર કરવાનું કહેવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બધાં રાજ્યો માટે જાહેર કરવામાં આવ્યો હતો. થોડા દાયકા પહેલાં દિલ્હીની ગલીઓ બીમાર કૂતરાઓથી ભરેલી હતી. જોકે MCD દ્વારા કરવામાં આવતા નિયમિત નસબંધીના કાર્યક્રમને કારણે કૂતરાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને કૂતરા કરડવાની ઘટનાઓમા પણ ઘટાડો થયો હતો. શેરી કૂતરાઓની સંભાળ લેનારાઓએ કૂતરાઓ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવા અને એમને નસબંધી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આવી રીતે કૂતરાની દેખભાળ કૂતરાઓમાં આક્રમકતા ઘટાડે છે. અને એને માનવો સાથે ફ્રેન્ડલી અને બિનજોખમી બનાવે છે. જોકે આ સંભાળ લેનારાઓની ઠેકડી ઉડાડવામાં આવે છે, પણ આ લોકો સમય અને નાણાંની મદદથી સમાજ માટે સેવા કરે છે, માટે આપણે તેમના આભારી રહેવું જોઈએ.

રાજ્યોમાં પશુ જન્મ નિયંત્રણ દેખરેખ સમિતિઓ દ્વારા કૂતરાની વસતિને નિયંત્રિત કરવા માટે રચનાત્મક પગલાં લેવાની જરૂર છે. કમનસીબે આ સમિતિઓ બેઠક યોજતી નથી. આ સમિતિઓએ કોઈ બજેટ ફાળવ્યું નથી. વાહિયાત રીતે ચલાવવામાં આવતા કાર્યક્રમો માટે દોષી છે. ઉત્તરાખંડ સરકારે પૂરતી સુવિધાઓ સાથે પશુ જન્મ નિયંત્રણ કેમ્પસ સ્થાપિત કરીને દાખલો બેસાડ્યો છે. જોકે બે વર્ષ પછી કાર્યક્રમના મૂલ્યાંકનથી માલૂમ પડ્યું હતું કે કૂતરાના નસબંધી અને રસીકરણ પછી એમની આક્રમકતા અને વસ્તીને નિયંત્રિત કરવામાં અસરકારક થયા હતા. ઉત્તર પ્રદેશમાં એ જ રીતનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.

કમનસીબે આરોગ્ય અને કુટંબ કલ્યાણ મંત્રાલયે કૂતરાની વસ્તીને નિયંત્રણ કરવા માટે અને હડકવા નાબૂદી કાર્યક્રમના અમલીકરણ માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ઉત્તરાખંડનો આવો અનુભવ આ કાર્યક્રમોની ઉદાસીનતા દાખવે છે.

કેન્દ્રએ લાઇસન્સ વિના વેચાણ કરતા બ્રિડર્સ (પ્રાણીઓનું પ્રજનન કરીને પાલન કરતા વ્યક્તિ) અને પેટ દુકાનો પર પ્રતિબંધ મૂક્યો છે, જ્યાં નિયમોનું યોગ્ય રીતે પાલન નથી કરવામાં આવતું. ભારતીય કૂતરાઓને દત્તક લેવા એ એક વ્યવહારુ વિકલ્પ છે. એ આપણા પર્યાવરણ માટે યોગ્ય, બુદ્ધિશાળી અને મૈત્રીપૂર્ણ છે. જો પ્રતિ 100 ભારતીય વ્યક્તિમાંથી બે વ્યક્તિ કૂતરાને દત્તક લે તો રસ્તાઓ પર કૂતરાઓ દેખાશે નહીં. આપણે શેરીના કૂતરા માટે એક વિશાળ કાર્યક્રમની અને એમાં જન ભાગીદારીની જરૂર છે.

મોટા ભાગના લોકો કૂતરા કરડવાની કે અન્ય ફરિયાદ કરે છે. આ ઉપરાંત, ઘરે રાખતા લોકો પણ કૂતરાની ફરિયાદ કરે છે- પણ એમાંના ઘણા લોકો કૂતરાઓને ગેરકાયદેસર ખરીદે છે, પણ તેઓ તેમનો ગુસ્સો શેરીના કૂતરાઓ પર કાઢે છે. મને તેમનું વર્તન વિચિત્ર લાગે છે. મને રેબિડ શબ્દનો ઉપયોગ પણ ગેરવાજબી લાગે છે. જે રેબિડ એટલે કે હડકાયા કૂતરાઓ નર્વ સિસ્ટમ ધીમે-ધીમે ગુમાવે છે, એ દીવાલ કૂદી શકતા નથી. ABC પ્રોગ્રામને કારણે દિલ્હીમાં મોટા ભાગે રેબિડ કૂતરા દેખાતા નથી.


શેરી કૂતરા અકારણ નથી કરડતા હોતા. એમના આક્રમક થવાનાં ત્રણ કારણો છે- (1) જો માદા ડોગ ઋતુમાં હોય તો એ નર ડોગ સામે મેટિંગ કરવા આક્રમક થશે. (2) માદા ડોગને માલૂમ પડશે કે એના મોટા ભાગનાં ગલૂડિયા મરી જશે- તો એના દુઃખ અને ગુસ્સો બહાર આવશે. (3) લોકો દ્વારા એના પર સતત માર મારતા હોય તો એ રક્ષણાત્મક બની જશે. વંધ્યીકરણ પહેલા બે કારણોને દૂર કરે છે, જેથી શેરી અથવા કોલોનીમાં કૂતરાને શાંતિથી રહેવા દેવામાં આવે તો એ સૌહાર્દથી રહેશે. કેટલાક લોકો એમના વ્યવસાય અને શક્તિનો દુરુપયોગ કૂતરાને ખવડાવતા લોકોને ડરાવવા-ધમકાવવા માટે કરે છે.

હું આઠ ટર્મ સુધી સંસદસભ્ય રહી છું અને હું જે કંઈ પણ કરું છું એ વૈજ્ઞાનિક અભ્યાસને આધારે કરું છું. મારે ફરીથી તે મોઢું નથી જોવું. હું એનો દેશ જોવા નથી માગતી કે પ્રાણીઓ સામે હિંસાને પ્રોત્સાહન આપે, કેમ કે એ પછીનું પગલું લોકો સામે હિંસામાં પરાવર્તિત થશે. હું ભારતીય કૂતરાઓને વિદેશી કૂતરાની જાતિમાં તબદિલ થવા પણ નથી ઇચ્છતી, કેમ કે વિદેશી કૂતરાઓ પણ પીડા સહન કરે છે.

લોકડાઉન દરમ્યાન લાખો લોકો- ખાસ કરીને યુવાનોએ પ્રાણીઓની સંભાળ રાખી છે. જોકે તેમની સાથે ઘણા લોકોએ દુર્વ્યવહાર કર્યો હતો, પણ આપણે એ યાદ રાખવું જોઈએ કે પ્રાણીઓની સંભાળ રાખનારા લોકોની સમાજ પણ દરકાર રાખે છે. પ્રાણીઓ આનંદ આપે છે. એનિમલ શબ્દ ‘Anima’ પરથી આવ્યો છે – આત્મા. દરેક પ્રાણી વિચારી શકે છે, એ જે પોષણ માગે છે, એ આપણે આપીએ છીએ. જો આપણે એમની સાથે હળીમળીને રહીએ તો એમને આપણા થકી લાભ થશે એના કરતાં આપણે એમનાથી વધુ લાભ થશે. ચાલો, આપણે એકમેક સાથે માનવીય અભિગમ કેળવીએ તો આજબાજુનું વિશ્વ પણ દયાળુ બનશે, જેથી ભારતને લાભ થશે.

(મેનકા ગાંધી)

(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]