માંસ ખાય એ જ મર્દ  હોય, એ માન્યતા ખોટી છે?

જ્યારે હું સેનાની છાવણીઓમાં મોટી થઈ રહી હતી, ત્યારે દરરોજ મારા ડાઇનિંગ ટેબલ પર માંસ આવતું હતું. એ વ્યાપક માન્યતા હતી કે જે મિલિટરી મેન માંસ ખાય, એ જ અસલી (મર્દ) પુરુષ છે. મારા દાદાજીના ઘરમાં બધી મહિલાઓ શાકાહારી હતી, પણ તેમણે ભોજન કરવાના બંને સમયે ડાઇનિંગ ટેબલ પર માંસ પીરસવા માટે રાખવું પડતું હતું અને શાકાહારી મહિલાઓ તેમના માટે જમવાનું બનાવતી હતી. જ્યારે હું શાકાહારી થઈ ગઈ તો પુરુષો પાસેથી સાંભળવું પડતું કે તેઓ કેવી રીતે ઘાસપૂસથી બચે છે?  મેં આવો બકવાસ ક્યારેય કોઈ મહિલા પાસેથી નહોતો સાંભળ્યો.

મેં જયપુરના પ્રવાસ દરમ્યાન સેબીના વડા અને જયપુર ફૂટ મુવમેન્ટના સ્થાપક ડો. મહેતા સાથે લંચ કર્યું હતું. મેં તેમની સાથે કરી ખાધી હતી, જે માંસ જેવો સ્વાદ હતો. જેથી હું ભયભીત થઈ ગઈ હતી કે આ રીતે માંસ ચાખ્યું. મારા યજમાને મને જણાવ્યું હતું કે તેમણે કેવી રીતે સ્પેશિયલ એ ડિશ મારા માટે તૈયાર કરી હતી.  બે શતાબ્દી પહેલાં એક ઋષિએ રાજસ્થાનના શાહી પરિવારોની મહિલાઓને શાકાહારી બનાવી દીધી હતી. પરંતુ જ્યારથી લોકો શિકાર, લડાઈ અને માંસ ખાવા વિશે શોખ વિકસાવતા ગયા તેમ-તેમ મહિલાઓએ પણ બીજી બાજુ ઘઉં અને ઘીથી એક રેસિપી તૈયાર કરી છે, જેનો ટેસ્ટ બિલકુલ માંસ જેવો હતો. એકમાત્ર સમસ્યા એ હતી કે એની તૈયારીમાં કલાકો લાગતા, એટલે એ દુર્લભ થઈ ગઈ.

ભોજન અને જાતિને (જેન્ડર) એકબીજા સાથે મિલાવવામાં આવતી હતી. એ ઓછું છે કે તમે શું ખાઓ છો, એની સરખામણીએ તમે જે કાંઈ પણ ખાઓ છો- એ તેનાથી ઓછું ખાઓ છો. મહિલાઓ પાસે દયાભાવ અને સદભાવની અપેક્ષા રાખવામાં આવે છે. એટલા માટે શાકાહાર (વેજિટેરિયનીઝમ)ને શાકાહારીને મહિલાના રૂપમાં (ફેમિનીઝમ)ના રૂપમાં જોવામાં આવે છે. પુરષોને કોઈ ને કોઈ રફ (મર્દ)માં વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જેથી એ માંસને મર્દાના તરીકે જોવામાં આવે છે.

પ્રત્યેક જણ જાણે છે કે માંસ આરોગવું એ આરોગ્ય માટે અને માનવતા, પર્યાવરણ, અર્થતંત્ર અને પ્રાણીઓ માટે સારી બાબત નથી. ચાલી રહેલા કોવિડ-19ના રોગચાળા માટે ઉપરોક્ત બાબત બધાને એક યાદ અપાવવાની માંસ આરોગવું એ આરોગ્ય માટે હાનિકારક છે, પણ માંસ વિશે જે તર્કવિતર્ક છે એ બંધ થવા જોઈએ. જોકે મુસીબત એ છે કે માત્ર શાકાહારી ભોજનના લાભો વિશે માહિતી આધારિત અપીલ કરવાથી પ્રાથમિક કારણોની અવગણના કરવામાં આવે છે કે પુરુષ કેમ માંસ ખાય છે- એ તેમને અસલી પુરુષપણું મહેસૂસ કરાવે છે અને મર્દ જ્યારે ઇચ્છે અને જ્યાં ઇચ્છે ત્યારે (માંસ) ખાવાનો હકદાર છે, આવાં પરિણામો વખોડવાલાયક છે.

શિકારીના રૂપમાં પ્રાગૈતિહાસિક માનવના રૂપમાં માંસનું ખપત થાય છે. મનુષ્ય આજે એક આળસુ છે અને નાનો શોપકીપર કે જે પ્લાસ્ટિકનાં રમકડાં વેચી રહ્યો હોય અને માંસ સસ્તું અને સુપરમાર્કેટમાં સેનેટાઇઝ્ડ સ્લેબ –જે પોતાના મગજમાં મહાન પુરષ છે, જે  જાડા માંસને  કાપવામાં પોતાની મર્દાનગી સાબિત કરતો હોય.

આ વિચાર એટલો અસમંજસ ભરેલો છે કે હવાઇ યુનિવર્સિટીની શોધ અનુસાર પુરુષ વધુ માંસ ત્યારે ખાય છે, જ્યારે તેને લાગે છે કે તેની મર્દાનગી જોખમમાં છે. આ જ કારણ છે કે જ્યારે મેં ઘણાં વર્ષોથી એ બંધ કરાવ્યું, ત્યાં સુધી જીવતાં પ્રાણીઓને વિમાનમાંથી સેનાના બોર્ડર વિસ્તારોમાં એ નાખવામાં આવતાં હતાં, જેથી તેમને જવાનોને તાજું માંસ મળી શકે.

માંસ ખાવાને મર્દાનગીના રૂપમાં કેમ જોવામાં આવે છે? ધ સેક્સ્યુઅલ પોલિટિક્સ ઓફ મીટમાં કારોલ એડમ્સે પોતાના પુસ્તકમાં જણાવ્યું હતું કે કેવી રીતે મિડિયાએ માંસના વેચાણને પ્રોત્સાહન આપવા માટે મર્દાનગીના સંકેતના રૂપે એની જાહેરાત કરી હતી. આપણે સૌએ એ વિચાર વેચવાવાળાને યૌન જાહેરાતોમાં જોયું છે. માર્કેટિંગના મીથ સિવાય ભ્રામક મેડિકલ થિયરી માંસને પ્રોટીનના પ્રાથમિક સ્રોતના રૂપમાં ભાર આપે છે, જેને મર્દાનગીના રૂપમાં જોવામાં આવે છે.

એ ખોટી માન્યતા છે કે મર્દાનગી માટે જોખમ (ખતરનાક ડ્રાઇવિંગ, વધુપડતો દારૂ) લેવાની જરૂર હોય છે અને એટલા માટે બિનઆરોગ્યપ્રદ (અનહેલ્થી) ભોજન અને મર્દાનગી વચ્ચે સંબંધ છે. જો તમે ખરેખર મર્દ (રિયલ) છો તો તમારે તમારા આરોગ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી. કેટલાય અભ્યાસોમાં માલૂમ પડ્યું છે કે મોટા ભાગે બિનઆરોગ્યપ્રદ ભોજનને મર્દાનગી માનવામાં આવે છે, જ્યારે પૌષ્ટિક ભોજન અને મર્યાદિત ભોજનને સ્ત્રેણ માનવામાં આવે છે. માંસ ખાવામાં ક્લાસ પણ હોય છે, જેમ કે ભૂતકાળમાં એ શ્રીમંત અને રાજા-મહારાજા   માંસ ખાતા હતા, પરંતુ ગુલામોને એમાં ભાગ લેવાની મંજૂરી નહોતી. હકીકતમાં અંગ્રેજોએ એ વાતે ટોણો પણ માર્યો હતો કે ભારતને તેમણે કેવું બનાવ્યું હતું, કેમ કે તેમના સૈનિકોએ દેશી માણસોની તુલનામાં લાલ માંસ ખાધું હતું.

એવું શું છે, જે પુરુષોને શાકાહારી બનતા રોકે છે?  

સામાજિક ચિંતા: વિરોધાભાસ એ હતો કે તથાકથિત મર્દ વાસ્તવમાં સ્ત્રેણ ઓળાખાવાને કારણે માંસ છોડતા ડરે છે. પુરુષો દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટર પોલમાં 45 ટકા ઉત્તરદાતાઓએ શાકાહારી ભોજનનું નેતૃત્વ કરવા માટે સામાજિક મોભો સૌથી મોટી અડચણ ગણાવી હતી. બહારના વિશ્વમાં સીમિત વિકલ્પોની સાથે બીટા પુરુષ કહેવાના ડરથી ટેસ્ટોસ્ટેરોનનો સ્તર ઓછો કરવાની સાથે X/Y જીવ જે માંસ નથી ખાતા એ પુરુષ નહીં, પણ સ્ત્રેણ લક્ષણોવાળો જીવ છે. આવા લોકો શિકાર કરવા અને એકત્ર હોવામાં સક્ષમ નથી અને સોયબોય, લો ટેસ્ટોસ્ટેરોન ફેમિનિસ્ટ છે, એમ મનાતું.

સારા સમાચાર એ છે કે જૂની પરંપરાને દ્રઢતાપૂર્વક નવી સંવેદનશીલતાઓ પડકારો આપે છે. સૌથી સારી વાત એ છે કે વિશ્વના ટોચના એથ્લીટો રેસિંગ જેવી રમતોમાં અને ભૂતપૂર્વ ઓલિમ્પિયન આર્નોલ્ડ શ્વાર્ઝનેગર આરોગ્ય અને શાકાહારી આહારનું પ્રતિનિધિત્વ કરે છે.

એક શાકાહારી જીવનશૈલી અપનાવ્યા પછી પુરુષત્વ અને પાવરલિફ્ટિંગ અને પાંચ વર્ષથી વિગન થયેલી વ્યક્તિએ કહ્યું હતું કે પારંપરિક જાતિ ભૂમિકાઓના પ્રકારમાં એટલું બધું છે કે મને લાગે છે કે પુરુષોએ વેગનિઝમ વિશે બહુ ઉતાવળ ના કરવી જોઈએ. ખોટી માન્યતાઓને ધ્યાનમાં રાખતાં કે તમારી મસલ્સ માટે પ્રાણીજન્ય પ્રોટિનની જરૂર છે, એમાં પણ જે લોકો પશુઉત્પાદનો સાથે સંકળાયેલાઓ છે- તેમનામાં ખાસ આ માન્યતા રહેલી હોય છે. એક અન્ય અભ્યાસમાં માલૂમ પડ્યું હતું કે ઘાસપુસ આધારિત આહાર પુરુષોને માંસ અને ડેરી ઉત્પાદકો આહાર કરતાં વધુ તૃપ્તિનો અનુભભવ કરાવે છે, કેમ કે તેનાથી તેમના આંતરડાંઓમાં સારા બેક્ટેરિયાના સ્તરમાં વૃદ્ધિ કરી હતી.

સારા શિક્ષણની સાથે પુરુષત્વ (મર્દાનગી)ની વધુ પ્રામાણિક સમજ પેદા થઈ રહી છે. એક અભ્યાસમાં માલૂમ પડ્યું હતું કે જે પુરુષોમાં શિક્ષણનું પ્રમાણ વધુ હતું કે એ સામાન્ય રીતે ઓછું માંસ ખાય છે. જે વિષયોએ નવા અથવા પ્રગતિશીલ વિચારોએ જગ્યા લીધી હતી, તેમાં માંસથી ઓછો લગાવ, માંસની ખપત ઓછી કરવાની વધુ ઇચ્છા અને શાકાહારીઓ પ્રતિ સકારાત્મક દ્રષ્ટિકોણની સાથે હકારાત્મક સંબંધ હતો. આ એક પેપર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે જર્નલ એપેટાઇટમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં માંસ, જાતિ અને ક્લાસના સ્ટેટસની વચ્ચે તપાસવામાં આવ્યો હતો. આ રિસર્ચમાં ભાગ લેનારા સ્પર્ધકોને માંસ આધારિત અથવા શાકાહારી રૂપે રજૂ કરવામાં આવ્યા હતા, જમાં બીસ્ટ બર્ગર (પ્રાણીજન્ય બર્ગર) સામેલ છે. માંસના વિકલ્પની સૌથી માગ એ લોકો પાસેથી આવી કે જેમણે ખુદની સામાજિક-આર્થિક સ્થિતિને ઓછી આંકી હતી. જે રીતે માંસ શક્તિની સાથે જોડવામાં આવે છે, એ સ્ટેટસની સાથે તુલના કરવામાં આવે છે. જે મર્દાનગીના રૂપમાં જૂના જમાના સાથેનાં પ્રતીકો સાથે ચીપકેલું રહેશે.

પુરુષો અને માંસની વચ્ચે અતૂટ સાંસ્કૃતિક સંબંધને ઉજાગર કરવો એ વૈશ્વિક સ્થિરતાની સંભાવનાઓ માટે મહત્ત્વપૂર્ણ છે. એટલા માટે પુરુષ વેગન્સ અને વેજિટેરિયનમાંથી બહાર આવ્યા છો. આમ પૃથ્વીને પુરુષના અહંથી વધુ જોખમ છે, એને સ્વીકારો કે મર્દ લોકો ઘાસપુસ ખાય છે અને તેમને પણ એ ગમે છે.

(મેનકા ગાંધી)

(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો હવેથી ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)