પૃથ્વી એ બ્રહ્માંડનું નરક છે?

દયાભાવ એ કોઈ શોખ નથી અથવા કંઈ એવું નથી કે જ્યારે તમે સારા મૂડમાં હો અથવા તમે મૂડમાં હો અને તમારા મિત્ર પર દયા કરો. આ એક માનસિક સ્થિતિ છે અથવા દુઃખ પ્રત્યેની એક માનસિક સ્થિતિ છે, જેમાં ચાર બાબતો સામેલ છે.

  • તે વ્યક્તિ દુખી છે.
  • તે વ્યક્તિ દુઃખમાંથી પસાર થઈ રહી છે.
  • જેતે વ્યક્તિને દુઃખમાંથી રાહત જોઈએ છે.
  • જેતે વ્યક્તિને દુઃખમાંથી બહાર કાઢવા માટેની તૈયારી કરવી.

હ્દય માંસપેશીઓનું બનેલું છે. એનો ગહન અભ્યાસ કરવાની આવશ્યકતા છે. હ્દય કઠોર અથવા મુલાયમ હોઈ શકે છે. બધાં બાળકો બધી જીવતી કે નક્કર ચીજવસ્તુઓથી પ્રેમ કરવાની ક્ષમતા સાથે પેદા થાય છે. જ્યારે બાળકો ત્રણ વર્ષનાં હોય છે, ત્યારે તેમનાં માતાપિતા તેમની સારસંભાળ લેતાં હોય છે, પણ જેમ-જેમ તે મોટાં અને સમજણાં થાય, એ પછી તેમના પ્રેમમાં બદલાવ આવતો હોય છે અને પ્રેમ ઓછો થતો જાય છે. પણ તમે તમારી જાતને ખૂબ પ્રેમ કરી શકો છો.

વાસ્તવમાં આના માટે એક કોર્સ છે. વૈજ્ઞાનિક પરીક્ષણોને આધારે બે મહિનાનો અનુકંપા (દયા), ખેતીની તાલીમનો અભ્યાસક્રમ છે, જેને જિમ્પા થુપટેને (Ph.D.) વિકસિત કર્યો છે. જિમ્પા અને તેમના સહયોગીઓએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સેન્ટર કોમ્પેશન અને આલ્થ્રુઝમ રિસર્ચ એન્ડ એજ્યુકેશનમાં આ અભ્યાસક્રમ ઘડી કાઢ્યો છે. જો હું શિક્ષણપ્રધાન હોત તો હું આને અહીં ફરજિયાત કરત.

આ ઉપરાંત ગ્રેટ ગુડ ઇન એક્શન-GGIA નામનો એક અભ્યાસક્રમ પણ છે. જે તમને એક માનસિક કસરતો પણ પૂરી પાડે છે. મોટા ભાગના અભ્યાસો –જેટલા તમે વધુ કરો છો, તેટલા જ ઝડપથી દિલ અને મગજનો વિકાસ થાય છે. એટલે સુધી કે દરેક નાનું પગલું તમારા શારીરિક કસરતના લક્ષ્યમાં પણ મદદ કરે છે. જ્યારે તમે એક દિવસમાં શારીરિક રીતે 10,000 પગલાંનું નક્કી કરો છો, ત્યારે તમે માત્ર 3000 પગલાં ભરો છો, જે તમારા આરોગ્ય માટે પણ સારાં છે.

તમે સ્વયં તમારાં કાર્યોને નોટિસ કરો. તમે અનાયાસ દયાળુ ક્યારે બની જાઓ છો? તમે ક્યારેક ટીવી પર દુર્ઘટના જુઓ છો ત્યારે કે પછી તમે કંઈ પણ નથી કરી રહ્યા ત્યારે?  જ્યારે તમે દિવસભર દુઃખને સ્વીકારવાનો વિરોધ કરો (જેમ કે રસ્તા પર પસાર થતી વખતે જે પૈસા માગી રહ્યો છે તે વ્યક્તિ કે તે પરિવાર પ્રત્યે તમારું વલણ)? તમે દિવસમાં કેટલી વાર મૂલવો છો અથવા વ્યક્તિગત પીડાને ઓછી કરવા કહો છો કે- એ યોગ્ય હતું અથવા અન્ય સાથે તુલના કરતાં તમારી જાતને નીચી આંકો છો અથવા વિશ્વમાં જેકાંઈ ચાલી રહ્યું છે એનું ધ્યાન રાખો છો. એક વાર જ્યારે તમે તમારા સ્વયં વિચારોને નોટિસ કરો છો, ત્યારે પરિવર્તન સરળતાથી થઈ શકે છે.

તો બીજા વાર જ્યારે તમે કામ કરવા માટે જાઓ છો તો ધ્યાન રાખો કે તમારા પગ કેટલા સાફ છે અને કોણે સફાઈ કરી છે. જ્યારે તમને એક મોલમાં લાઇનમાં ઊભા હો છો ત્યારે વાસ્તવમાં કેશિયર અથવા સ્ટોક કરતા લોકો તાણમાં જુઓ છો.

એક વાર મને ગર્વની સાથે યાદ છે, કેમ કે મારી કારની લાઇટ બંધ થઈ ગઈ હતી, ત્યારે મેં પીવા માટે પાણીની એક બોટલ ખોલી, ત્યારે મેં રસ્તા પર એક પીળા પાંદડાંવાળાં છોડમાંથી પાંદડાં નીચે ખરી રહ્યાં હતાં. હું બહાર આવી ગઈ અને એ છોડ પર મેં પાણી નાખ્યું, જેથી એ પુનર્જીવિત થાય એની રાહ જોઈ. ત્યારે એ સમયે મેં કંઈ વધુ વિચાર્યું નહીં, પણ મારું મન આનંદિત થઈ ગયું, પણ જીવનનાં અન્ય રૂપો એટલે કે કંઈક આપવાની લાગણીથી એમ સમજાયું હતું કે તમે યોગ્ય રસ્તે છો અને તમને પોતાના માટે કંઈક મેળવ્યાનો આનંદ આવે છે.

દયા, કરુણા, અનુકંપા કે પીડાનો અભ્યાસ કરવાની આદત કેળવો. તમે વિશ્વ માટે શું ઇચ્છો છો? તમે તમારી લાઇફ માટે શું ઇચ્છો છો? અહીં કેટલીક ટિપ્સ આપી છે, જે કદાચ ના ગમે પણ ઉપયોગી છે, પણ એ કામ કરે છે… પ્રશંસાની સાથે અન્યોને પ્રોત્સાહિત કરો. અન્યની પ્રાઇવસી જાળવી રાખો. કોઈક માટે દિલના દરવાજા ખુલ્લા રાખો. સારાં કાર્યો માટે સમય ફાળવો. આભાર વ્યક્ત કરવાનો રાખો. સહાનુભૂતિ દર્શાવો, સામેવાળાની જગ્યાએ પોતાની જાતને મૂકી જુઓ, સમજીવિચારીને કામગીરી કરો.

શું તમે બદલાઈ રહ્યા છો? શું તમે બહાનાં બનાવવાનું બંધ કરી દીધું છે. દુનિયાને નિર્દયી રીતે જોવા કરતાં બીજા દ્રષ્ટિકોણથી વિચારો કે તમે એને સારી બનાવી શકો છો? શું તમે માનવ અને અન્ય જીવો પ્રતિ સાથે સારો અભિગમ કેળવી શકો છો? શું તમે તમારા જીવનને મૂલ્યો સાથે સાંકળો છો? શું તમે કોઈના જીવનને સારું કરવા માટે આદર્શવાદી છો?  શું તમારા હીરો બદલાઈ ગયા છે?  તમે કેટલી વાર બ્રહ્માંડનો આભાર વ્યક્ત કર્યો છે?  તમે કેટલી વાર દુખી થવા બદલ તકોનો વિરોધ કર્યો છે? શું તમે ક્યારેય અન્ય જીવો તમારા પ્રત્યે દયાળુ બન્યા હતા? જો તમને તમારા વિચારો અને કાર્યો પસંદ પડ્યા હોય તો એને નોંધવા માટે એક ડાયરી રાખો અને એમાં નોંધ કરો.

દયાભાવ દુઃખને ઓછું કરવા માટે છે અને અંતે તો આ એક બાબત છે, જે જીવનમાં સાર્થક છે. પડોશીઓ સાથે લડવું સરળ છે અને હજારો લોકોએ લોકડાઉન દરમ્યાન આવું કર્યું હતું. વરસાદથી બચવા માટે સીડીની નીચે શરણ લીધેલા કૂતરાને મારવો સરળ છે. એક ઘાયલ વાઘણને ભક્ષક તરીકે જાહેર કરવી અને એનો શિકાર કરવો સરળ છે. આહારમાં બોમ્બ મૂકવો આસાન છે, જેથી ગાયનું જડબું અલગ થઈ જાય, વૃક્ષોનું નિકંદન કાઢવું સરળ છે, પણ એનાથી વિશ્વ આગળ કે પાછળ થઈ જાય? સારા અર્થશાસ્ત્ર માટે હિંસા ખરાબ બાબત છે, પણ એ દયાભાવથી વિરુદ્ધ છે.

પ્રિન્સેસ ડાયેનાનું એઇડ્સના દર્દી સાથે હાલ મિલાવવો-કંઈક આશ્ચર્ય થયું, વિશ્વમાં એઇડ્સના દર્દીઓ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. મધર ટેરેસા બહુ બીમાર, કુષ્ઠ રોગીઓ અને બેઘર લોકોનું પાલનપોષણ- આટલા લોકોને કરુણા ભાવના ક્ષેત્રમાં લાવ્યાં હતાં. જે લોકોએ માંસ માટે કૃત્રિમ માંસ લાવવાની કંપનીઓ બનાવી છે.તેઓ નિર્દયી છે. જે લોકો  શેલ્ટર હોમ ચલાવે છે, વગર પૈસાએ અકસ્માતમાં હિટ અને રોગગ્રસ્ત પ્રાણીઓ માટે, લોકો લોહી આપે છે, જે લોકો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ પીડિતો માટે , જે લોકો મંદિરમાં પૈસાનું દાન કરે છે એને બદલે તેઓ જરૂરિયાવાળા લોકોને ભલે નાની રકમનું દાન કરે છે, તેમની ઇચ્છાઓ ભગવાન પૂરી કરે છે. જે NGO દવા અથવા લોકોને તાલીમ આપવા અંતરિયાળ ગામોમાં જાય છે… તેમના માટે વિશ્વ શ્રેષ્ઠ છે. આ દયાભાવ આપણે અપનાવાની જરૂર છે. આના બદલામાં કોઈ પણ અપેક્ષા વગર ત્રણ સારાં કર્મો કરો અને માત્ર એ મેળવનારને પણ ત્રણ સારાં કર્મ કરવાની પ્રેરણા આપો.

આપણા ભારતમાં લાખો લોકો જે જ્યોતિષીઓ પર વિશ્વાસ (અંધ) કરે છે. જોકે મને આમાં ખાસ કોઈ રસ નથી. એ કંઈક અલગ હતું, જે તેણે કહ્યું, મારી સાથે જીવિત સિદ્ધાંત સ્વરૂપે રહ્યું છે. તેણે કહ્યું કે પૃથ્વી બ્રહ્માંડનું નરક હતું. કોઈ પણ પ્રકારની હિંસા અથવા ગુનો કર્યો હોય તો તેને અહીં મોકલવામાં આવતા અને એટલે શ્રીમંત અથવા ગરીબ- ગ્રહ પર પીડિત હતા. આપણે વારંવાર પરત આવવું પડશે, જ્યાં સુધી આપણે જાતને નહીં બદલીએ. આનાથી નીકળવાનો એકમાત્ર રસ્તો દયા ભાવ રાખવાનો છે. દયાળુ બનો. શું તમે જાતને અહીં જવા માગો છો? હું તો ઇચ્છું છું.

(મેનકા ગાંધી)

(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો હવેથી ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)