સર્જનહારે સર્જેલાં બધાં પ્રાણીઓ મહાન

અહીં એ વાતનો પુરાવો છે કે સર્જનહારે સર્જેલાં બધાં પ્રાણીઓ મહાન હોવાની સાથે શાણા અને અદભુત છે. ચાલો, નાની બાબતથી શરૂ કરીએ. જુઓ કેવી રીતે ભમરા જેવા સામાજિક કીડા જટિલ અને બિનકુદરતી કાર્યોને કેવી રીતે હલ કરી શકે છે. એક રિસર્ચ ટીમે ખાંડના પાણીની સારવાર માટે મધમાખીને તાલીમ આપવામાં કુશળતા હાંસલ કરી હતી. સ્ટ્રિંગ-પુલિંગનું કૌશલ હાંસલ કરાવનારી મધમાખીઓને ઇનોવેટર્સનું લેબલ લગાવવામાં આવ્યું હતું. 25 બિનતાલીમાર્થી મધમાખીઓમાં જોયું કે ઇન્નોવેટર્સ મધુમાખીઓએ પઝલનો ઉકેલ શોધી કાઢ્યો હતો. આમાંથી આશરે 60 ટકા નિર્દોષ મધમાખી તાલીમબદ્ધ મધમાખીઓને જોઈને શીખી. આ કૌશલ જલદીથી અન્યમાં પ્રસરી જાય છે અને બિનતાલીમાર્થી મધુમાખીઓની અડધાથી વધુ શીખવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. વળી, મૂળ ઇનોવેટર મધમાખી મરતી વખતે પણ એનું કૌશલ ભવિષ્યની પેઢીઓને શીખવાડતી જાય છે. એટલા માટે જટિલ ડિઝાઇન અને સંચાલિત આવશ્યક સોશિયલ સિસ્ટમમાં મધુમાખીઓની પાસે નવી કૌશલ, શીખવાને અને આંતરિક બનાવવા તેમજ પસાર કરવા માટે સ્માર્ટ્સ હોય છે. 

પક્ષીઓની યાદશક્તિ સારી

કેમ્બ્રિજ યુનિવર્સિટીએ પશ્ચિમી સ્ક્રબ ‘જેસ’નું પરીક્ષણ કર્યુ હતું, એ જોવા માગતા હતા કે એ ખાદ્ય પદાર્થોમાં શું નાખે છે, જેથી એ નમકીન (ચટપટું) થાય છે.  પક્ષીઓને છુપાવવા માટે અલગ-અલગ આઇટમ આપવામાં આવી હતી- કેટલાંક કીડાઓ ખાતા હતા, અન્યને મગફળી પણ આપવામાં આવી હતી. ચાર કલાક પછી ‘જેસે’ કીડાની શોધખોળ કરી હતી- એ એમનું પસંદગીનું ભોજન હતું, પણ પાંચ દિવસ પછીએ એમની પ્રતિક્રિયા ઊલટી થઈ ગઈ. એ કીડાને શોધવાની મહેનત નહોતા કરતા, કેમ કે એમને મગફળીનાં સ્થાનો ક્યાં છે એની ખબર હતી. એટલે ના માત્ર પક્ષી પોતાનાં છુપાવવાનાં સ્થાનોને યાદ રાખવા માટે હોશિયાર છે. બલકે શું ખાવું જોઈએ અને પછી શું બચ્યું છે, એની પર પણ એમની નજર છે. એમની યાદશક્તિ સારી હોય છે.

કાગડાઓ બદલો લે છે

ક્યારેય કાગડાથી પનારો નથી પડ્યો. અભ્યાસથી માલૂમ પડે છે કે આ પક્ષીઓ કોઈ પણ પીડાની ઓળખ કરી શકે છે. આપણી જેમ કાગડા કદાચ ક્યારેક ભૂલી જાય છે અથવા માફ કરી દે છે અને બદલો પણ લે છે. જ્યારે પણ એમનું લક્ષ્ય સામે હોય ત્યારે એ બદલો લે છે. વળી કાગડાઓની એમના સાથીઓ પણ હુમલા કરવામાં એમની સાથે જોડાય છે. કાગડાઓ આપણા મિલિટરીની જેમ વ્યૂહરચનાકાર સાથે તુલનાત્મક લાગે છે. 

મરઘાંઓને સંખ્યા ગણતા કદાચ આવડે છે. અને વાસ્તવમાં એ ગણતરી કરી શકે છે. એક અભ્યાસમાં યુવા મરઘાં સ્ક્રીનની પાછળ બે જથ્થામાં ફેરફાર કરવામાં આવેલા પરિવર્તનોને ટ્રેક કરવામાં સક્ષમ છે. એ સતત અંકિત કરે છે કે મોટી માત્રામાં અહીં કશું છુપાવવામાં આવ્યું છે. 

હાથી સૌથી ચાલાક જીવ

જ્યારે ગણિતની વાત આવે છે ત્યારે હાથી સૌથી ચાલાક જીવ છે. એક 2018ના અભ્યાસથી માલૂમ પડે છે કે કેવી રીતે એશિયન હાથી મનુષ્યોની જેમ વધુ જટિલ રીતે સંખ્યાને સંશોધિત કરવામાં સક્ષમ છે. સંશોધકોએ એક 14 વર્ષના એશિયન હાથી ઓથાઇને ટચસ્ક્રીન કોમ્પ્યુટર પેનલનો ઉપયોગ કરવા માટે તાલીમ આપી. એ એની સૂંઢથી સંકેત આપતો હતો- એક સમયે એને બે આંકડામાં એકથી 10થી ચીજવસ્તુ બતાવતા એ સંખ્યા કહી બતાવતો હતો. ઓથાઇ મોટી સંખ્યાની ચીજવસ્તુઓનાં આંકડા પણ પસંદ કરતો હતો. એણે 271 વખતમાંથી 181 વાર યોગ્ય રીતે બતાવ્યું હતું. એનો સફળતાનો દર 66.8 ટકા હતો. એ બહુ સારો સ્કોર હતો અને નોનહ્યુમન પ્રાણીઓમાં સંખ્યા ઓળખવાની વિશેષતામાં એ આંશિક રીતે માનવની ગણતરીના સમાન હતો. 

ઉંદર એટલા નાના હોય છે, એ ધમાચકડી કરે છે. જે ઘણી વખત ત્રાસજનક લાગે છે. ઉંદરો ઝેરીલા ખાદ્ય પદાર્થોથી બચે છે. એ અનેક કલાક છુપાયેલા રહે છે. એવું લાગે કે ઉંદરોને લાગે છે કે ફરી આપેલું ભોજન એ બીમાર પડી જશે. આ પ્રકારની યાદદાસ્ત છે. જ્યારે ડોગ શીખે છે. એને સીટ કહીએ એટલે એ બેસી જશે.એનામાં વિશિષ્ટ ઘટના પર ફરી વિચારવાની ક્ષમતા છે. ક્યારેક-ક્યારેક બહુ પહેલાં કંઈક એવું છે કે જે ઉંદરો મનુષ્યોની જેમ કાર્ય કરવામાં સક્ષમ છે. 

માછલીમાં કોઈ યાદશક્તિ નથી હોતી

માછલીમાં કોઈ યાદશક્તિ નથી હોતી, જેથી એ વારંવાર ભૂલ કરે છે અને એનામાં દર્દ અનુભવવાની ક્ષમતા નથી હોતી.  એક નવી સારી રીતે સંશોધનના પુસ્તકમાં માલૂમ પડે છે કે કેવી માછલીમાં કેટલીય ક્ષમતા, જે આપણાથી અલગ નથી. આર્ચરફિશ અને ડેમ્ફિશ માનવ ચહેરાને ઓળખવામાં સક્ષમ છે, એ પણ ત્યારે જ્યારે ચહેરો આંશિક રીતે અસ્પષ્ટ હોય. એ દર્શાવે છે કે વસ્તુઓનું વિશ્લેષણ કરવાની મશીનરી માછલામાં હોય છે.  

ઓફકોર્સ આપણે જાણીએ છીએ કે કૂતરા મનુષ્યોના હાવભાવ ઓળખી શકે છે. અભ્યાસોથી માલૂમ પડ્યું છે કે કૂતરા સતત ખુશ અને ગુસ્સામાં માનવ ચહેરાને ઓળખી કાઢવામાં સક્ષમ હોય છે. એથી પણ વિશેષ કૂતરા એમના ચહેરા પણ પણ ભાવનાત્મક અભિવ્યક્તિ પ્રકટ કરી શકે છે. 2017ના એક અભ્યાસમાં મનોવિજ્ઞાનીઓએ નિષ્કર્ષ કાઢ્યો હતો કરે કૂતરા માનવીય સંવેદના અને ધ્યાન આકર્ષવા માટે કેટલાક નિશ્ચિત ચહેરાના ભાવ પ્રદર્શિત કરે છે. ખાસ કરીને ચહેરાના ભાવ ભોજન અથવા કોઈ અન્ય ઉત્તેજનાની પ્રતિક્રિયા નથી. જે કૂતરા એકબીજા સાથે વાતચીત કરે છે. બીજા શબ્દોમાં કૂતરા પોતાનું ધ્યાન આકર્ષિત કરવા માટે માત્ર મનુષ્યોની ઉપસ્થિતિમાં આવા ચહેરા બનાવે છે.

બકરીઓ કૂતરાની જેમ ચાલાક 

બકરીઓ કૂતરાની જેમ ચાલાક હોય છે. એ પણ લાગણી-ભાવના સમજી શકે છે અને ખુશ અને દુખી મનુષ્યોની વચ્ચે અંતર જાણી બતાવી શકે છે. એ મનુષ્યોને એ રીતે જ જુએ છે જે રીતે આપણ કૂતરા સાથે વર્તન કરીએ છીએ. હકીકતમાં કોઈ પણ કૂતરા કે બિલાડીના રૂપમાં મનુષ્યોની સાથે ભાવભીના સંબંધો બનાવવામાં સક્ષમ છે. ઘેટાં પણ ચહેરાના હાવભાવ ઓળખી શકે છે. એ મનુષ્યોમાં વિવિધ અભિવ્યક્તિઓની વચ્ચે અંતર પારખી શકે છે અને ઉત્સાહી ઘેટાં ચહેરામાં પરિવર્તનને ઓળખી શકે છે. રિસર્ચર્સને માલૂમ પડ્યું હતું કે કમસે કમ ઘેટાં અલગ-અલગ 50 જેટલા ચહેરાઓને ઓળખી શકે છે અને 50 વિવિધ ઇમેજિસને યાદ રાખી શકે છે. 

કદાચ મનુષ્યોમાં બુદ્ધિમત્તામાં સૌથી મોટી ઓળખ એ જ છે, જે તમે નથી જાણતા. એખ અભ્યાસમાં નચુઆ નામની એક ડોલ્ફિનને એક ઊંચા સ્વર અને ઓછા સ્વરની ઓળખ કરવા માટે કહેવામાં આવ્યું હતું. એ સ્વર ઘણો અલગ હતો, જવાબ સરળ અને કઠિન હતો એના પર નિર્ભર કરે છે. જ્યારે સ્વર વિવિધ હતા ત્યારે નચુઆ આત્મવિશ્વાસથી તરી રહી હતી. જ્યારે સ્વર સમાન હતો ત્યારે નટુઆ ધીમી પડી, એણે માથું હલાવ્યું અને ડગમગી ગઈ. એક પેડલ્સને ટચ કરવાને બદલે એણે એક વૈકલ્પિક પેડલની પસંદગી કરી હતી. જેનો અર્થ એ થયો કે એ કદાચ એ કાર્યને પૂરું નહીં કરી શકે- કેટલી હોશિયાર.

કોઈ આશ્ચર્યની વાત નથી કે આપણી નજીકના પશુ રિલેટિવ્સ- ચિમ્પાન્ઝી કેટલા નજીક છે. જ્યારકે એ ખાવામાં આવેલા એક વિશિષ્ટ અંજીરના ઝાડ તરફ જાય છે. ત્યારે એ પોતાના ઘર (નેસ્ટ)થી દૂર ઝાડોથી કેટલા જલદી આવી શકે છે, કેમ કે એ બંને વચ્ચેનું અંતરના આકલનથી એ યોજના બનાવે છે. સમાન રૂપે પ્રભાવશાળી એમની તર્કશક્તિ છે. એક ટેસ્ટમાં વાંદરાઓને બે કવર કરેલા કપની સાથે રજૂ કરવામાં આવ્યા, કેમ કે એમને દ્રાક્ષ માટે શીખવાડવામાં આવ્યું હતું. બંને કપને હલાવવામાં આવ્યા, જેવી રીતે અપેક્ષા હતી એ જમુજબ વાંદરાઓએ એ કપને પસંદ કર્યા જેમાં દ્રાક્ષ હતી. ઘેટાં પણ ચહેરાને સારી રીતે ઓળખી શકે છે. એ મનુષ્યોમાં વિવિધ હાવભાવના ભેદ સમજી સકે છે. 

જ્યારે ઉંદરોને દર્દ થાય છે, ત્યારે એ આપણી જેમ ગંભીર થઈ જાય છે. જ્યારે ચિમ્પાજીને ગલીગલી થાય છે, ત્યારે એ હસે છે. જો આપણે પ્રાણીઓ કેટલા સરસ છે,તો એ આપણી બુદ્ધિમત્તાની ક્ષીણ છે, એમની નહીં. જો તમે એ પ્રાણીને ખાવા માટે લાવી રહ્યા છો તો સ્પષ્ટ રૂપે તમે તમારા માથાનો અથવા હ્દયનો ઉપયોગ નથી કરી રહ્યા.

(મેનકા ગાંધી)

(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)