પાટીદાર નેતા હાર્દિક પટેલ અને લાલજી પટેલ વિરુધ્ધ ધરકપકડ વોરંટ

મહેસાણા– ગુજરાતમાં મહેસાણા જિલ્લાની કોર્ટે હાર્દિક પટેલ અને લાલજી પટેલ વિરુધ્ધ 2015ના કેસના સંદર્ભમાં ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું છે. વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ મામલે કેસ ચાલતો હતો. ગુજરાતની ચૂંટણી પહેલા ઈસ્યુ થયેલ વોરંટને પગલે હવે રાજનીતિ તેજ થવાની સંભાવના છે.

મહેસાણા જિલ્લાની કોર્ટે 2015માં પાટીદાર આંદોલન દરમિયાન ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં હૂમલો કરાયો હતો, અને ઓફિસમાં તોડફોડ કરાઈ હતી. તે મામલામાં કોર્ટે આજે હાર્દિક પટેલ અને લાલજી પટેલ વિરુધ્ધ ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું છે. વિસનગર પાટીદાર અનામત આંદોલનનું ગઢ હતો. તે વખતે હાર્દિક પટેલની રાહબરીમાં આંદોલન દરમિયાન ભાજપના ધારાસભ્યની ઓફિસને નિશાન બનાવ્યું હતું.