શરૂના પાંચ મહિનામાં લક્ષ્યાંકના 96 ટકા સુધી પહોંચી નાણાકીય ખાદ્ય

નવી દિલ્હી– ખર્ચમાં વધારાને કારણે કેન્દ્ર સરકારના નાણાકીય ખાદ્ય ચાલુ નાણાકીય વર્ષના બજેટના અનુમાનના 96.1 ટકા સુધી પહોંચી ગઈ છે. જ્યારે ઓગસ્ટ મહિનામાં મૂડીગત ખર્ચમાં ખુબ જ મોટો ઘટાડો નોંધાયો છે. કેગ દ્વારા જાહેર કરાયેલ આંકડા અનુસાર એપ્રિલ-ઓગસ્ટમાં અનુમાનીત નાણાકીય ખાદ્ય 5.25 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ચુકી છે. જ્યારે નાણાકીય વર્ષ 2017-18માં 5.46 લાખ કરોડનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો. 2016-17ના પાંચમા મહિનામાં નાણાકીય ખાદ્યના વાર્ષિક લક્ષ્યના 76.4 ટતા હતા.

સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે બજેટમાં નાણાકીય ખાદ્યને જીડીપીના 3.2 ટકા સુધી સીમિત રાખવાનું લક્ષ્ય નિર્ધારિત કરાયું છે. જે વીતેલા વર્ષમાં 3.5 ટકા હતું. સરકારે કહ્યું છે કે લક્ષ્યને પુરો કરાશે. ઉચ્ચસ્તરીય અધિકારીઓના કહેવા પ્રમાણે આ વર્ષે બજેટ થોડુ વહેલું રજૂ થવાને કારણે ખર્ચમાં વધારાને કારણે ઓગસ્ટ સુધી નાણાકીય ખાદ્ય ઊંચા લેવલ પર પહોંચી ગઈ હતી. જ્યારે આવક વર્ષના પાછળના ભાગમાં થશે. એક અધિકારીએ કહ્યું હતું કે આ વર્ષે અત્યાર સુધીમાં 1.48 લાખ કરોડ રૂપિયાનો વધારોનો ખર્ચ થઈ ચુક્યો છે. ઓગસ્ટ સુધીમાં કુલ 9.5 લાખ કરોડના ખર્ચનું અનુમાન હતું. જે વીતેલા વર્ષે આ જ સમયગાળામાં 8 લાખ કરોડ રૂપિયા હતો.