મહિલાઓની T20 એશિયા કપઃ ભારતે મલેશિયાને 142 રનથી હરાવ્યું

ક્વાલાલમ્પુર – ઓપનર મિતાલી રાજના અણનમ 97 રન અને ત્યારબાદ બોલિંગમાં મધ્યમ ઝડપી બોલર પૂજા વસ્ત્રાકરે 6 રનમાં ઝડપેલી 3 વિકેટના જોરે ભારતે આજે અહીં કિનરારા એકેડેમી ઓવલ મેદાન ખાતે મહિલાઓની T20 એશિયા કપ ક્રિકેટ સ્પર્ધામાં યજમાન મલેશિયા પર 142-રનથી વિજય હાંસલ કર્યો છે.

ભારતની મહિલા ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 169 રન કર્યા હતા. તેના જવાબમાં, મલેશિયાની ટીમ માત્ર 27 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સશા આઝમીએ સૌથી વધુ 9 રન કર્યા હતા.

મલેશિયાની ટીમે માત્ર પાંચ ઓવરમાં જ એની અડધી ટીમ ગુમાવી દીધી હતી. સ્કોર બોર્ડ પર માત્ર 12 રન થયા હતા. કેપ્ટન વિનીફ્રેડ દુરાઈસિંઘમે પાંચ રન કર્યા હતા.

ભારતના દાવમાં, કેપ્ટન હરમનપ્રીત કૌરે 32 રન કર્યા હતા.

ભારતનો મુકાબલો હવે સોમવારે થાઈલેન્ડ સામે થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]