વર્લ્ડ કપ-2019: વેસ્ટ ઈન્ડિઝે પાકિસ્તાનને 7-વિકેટથી કચડી નાખ્યું

નોટિંઘમ – અહીં ટ્રેન્ટ બ્રિજ ખાતે વર્લ્ડ કપ-2019 સ્પર્ધાની આજે રમાઈ રહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ જોરદાર આક્રમણ આદરીને પાકિસ્તાનને માત્ર 105 રનમાં ઓલઆઉટ કરી દીધી છે. પાકિસ્તાનના બેટ્સમેનો માત્ર 21.4 ઓવર જ રમી શક્યા હતા.

ક્રિસ ગેલ

નોટિંઘમ – અહીં ટ્રેન્ટ બ્રિજ ખાતે વર્લ્ડ કપ-2019 સ્પર્ધાની આજે રમાઈ ગયેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઓલરાઉન્ડ દેખાવ વડે પાકિસ્તાનને 7-વિકેટથી પરાસ્ત કર્યું છે.

બોલરોએ જોરદાર આક્રમણ આદરીને પાકિસ્તાનને માત્ર 105 રનમાં ઓલઆઉટ કરી બાદ વેસ્ટ ઈન્ડિઝના ટોચના બેટ્સમેનોએ માત્ર 13.4 ઓવરમાં 3 વિકેટના ભોગે 108 રન કરીને મેચ જીતી લીધી હતી.

બોલિંગમાં વેસ્ટ ઈન્ડિઝનો ફાસ્ટ બોલર ઓશેન થોમસ (4 વિકેટ) ચમક્યો હતો તો બેટિંગમાં ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલે 34 બોલમાં 6 ચોગ્ગા, 3 છગ્ગા સાથે 50 રન ઝૂડી કાઢ્યા હતા.

ઓશેન થોમસ – 4 વિકેટ લીધી

નિકોલસ પૂરન 19 બોલમાં 34 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એણે 4 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. એની સાથે શિમરોન હેટમેયર (7) નોટઆઉટ રહ્યો હતો. વિકેટકીપર અને ઓપનર શાઈ હોપે 11 રન કર્યા હતા. ડેરેન બ્રાવો ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો. વેસ્ટ ઈન્ડિઝની ત્રણેય વિકેટ પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ અમીરે ઝડપી હતી.

અગાઉ, વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીત્યો હતો અને પાકિસ્તાનને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

પાકિસ્તાનના બેટ્સમેનો માત્ર 21.4 ઓવર જ રમી શક્યા હતા. દાવમાં હાઈએસ્ટ વ્યક્તિગત સ્કોર 22 રનનો રહ્યો છે. ફખર ઝમાન અને બાબર આઝમ બંનેએ 22-22 ર રન કર્યા હતા.

વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીત્યો હતો અને પાકિસ્તાનને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

પાકિસ્તાનના દાવમાં હાઈએસ્ટ વ્યક્તિગત સ્કોર 22 રનનો રહ્યો છે. ફખર ઝમાન અને બાબર આઝમ બંનેએ 22-22 ર રન કર્યા હતા.

પાકિસ્તાનની બેટિંગ લાઈન-અપના ભૂક્કા બોલાવવામાં વેસ્ટ ઈન્ડિઝ વતી મુખ્ય ભાગ ભજવ્યો છે 22 વર્ષના જમણેરી ફાસ્ટ બોલર ઓશેન થોમસે. એણે 5.4 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ લીધી હતી. એને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે પાંચ ઓવરમાં 42 રનમાં 3 વિકેટ લીધી હતી, જ્યારે આન્દ્રે રસેલે 4 રનમાં 2 અને શેલ્ડન કોટ્રેલે 1 બેટ્સમેનને આઉટ કર્યો હતો.

ત્રીજી ઓવરના છેલ્લા બોલે 17 રનના સ્કોર પર ઓપનર ઈમાદ-ઉલ-હક (2)ને ગુમાવ્યા બાદ 35 રનના સ્કોર પર ઝમાન આઉટ થયા બાદ પાકિસ્તાને નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી.