વિરાટ પત્ની અનુષ્કાને દિલ્હીમાં પોતાની જ રેસ્ટોરન્ટમાં લઈ ગયો, સાથે લંચ લીધું

નવી દિલ્હી – ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ હાલ ક્રિકેટ કેલેન્ડરમાં થોડોક બ્રેક લીધો છે અને તે આ સમયગાળો આનંદથી વિતાવી રહ્યો છે.

કોહલી રવિવારે સવારે એની બોલીવૂડ અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માને દિલ્હીમાં રેસ્ટોરન્ટમાં લઈ ગયો હતો – નુએવા. આ રેસ્ટોરન્ટનો માલિક કોહલી પોતે જ છે. બંનેએ સાથે જ ફેમિલી રેસ્ટોરન્ટમાં લંચ લીધું હતું.

કોહલી દંપતી સાથે લંચમાં કોહલીના અન્ય પરિવારજનો પણ હાજર હતાં.

વિરાટ, અનુષ્કાની સાથે લંચ લેવામાં હતાઃ વિરાટનો ભાઈ વિકાસ કોહલી અને ભાભી ચેતના તથા એક અન્ય કપલ.

કોહલીને હાલ દુબઈમાં એશિયા કપ સ્પર્ધામાં રમી રહેલી ભારતીય ક્રિકેટ ટીમમાંથી બાકાત રખાયો છે. પસંદગીકારોએ એને થોડોક આરામ આપવા માટે એશિયા કપથી દૂર રાખ્યો છે.

કોહલીએ પરિવાર સાથે લંચ લીધાની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. એની સાથે કેપ્શનમાં આમ લખ્યું છેઃ ‘નુએવા વર્લ્ડ રેસ્ટોરન્ટમાં બહુ જ મજેદાર લંચ લીધું. આનાથી ઉત્તમ બીજે ક્યાંય નથી. ખાણીપીણીનાં શોખીનો માટે આ સરસ જગ્યા છે. પ્લીઝ આ રેસ્ટોરન્ટની ચિમિચુરી મશરુમ્સ ખાવાનું ભૂલશો નહીં.’ ‘@nueva.world, food was outstanding and company couldn’t have been better. ❤ Great place for food lovers like us. ?? ‘

‘નુએવા’ વર્લ્ડ રેસ્ટોરન્ટ કોહલીના ઘણા બિઝનેસ સાહસોમાંની એક છે. આ રેસ્ટોરન્ટ એણે 2017માં શરૂ કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]