શ્રીલંકાના આ ક્રિકેટરો પાકિસ્તાન જવા માગતા નથી, કારણ કે….

કોલંબો: શ્રીલંકાની ક્રિકેટ ટીમના ઘણાં ખેલાડીઓએ પાકિસ્તાનનો બોયકોટ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, ક્રિકેટ સિરીઝ માટે તેઓ પાકિસ્તાન નહીં જાય. શ્રીલંકાના 10 ખેલાડીઓએ સુરક્ષાને ધ્યાનમાં રાખતાં પાકિસ્તાન જવાની ના પાડી દીધી છે.

શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન જઈને સિરીઝ રમવાની હા પાડી હતી પણ હવે ટીમના ખેલાડીઓએ પાકિસ્તાન જવાની ના પાડી દીધી છે. આ ખેલાડીઓમાં ટી20 ઈન્ટરનેશનલ ટીમના કેપ્ટન લસિથ મલિંગા અને એન્જેલો મેથ્યુઝ જેવા મોટા નામ સામેલ છે. પરંતુ શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે હજુ આ મુલાકાત રદ્દ કરવાનો અથવા સ્થગિત કરવાનો નિર્ણય લીધો નથી.ક્રિકઈન્ફોના રિપોર્ટ મુજબ, શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી હતી. શ્રીલંકન ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે, શરૂઆતની ટીમમાં સામેલ ખેલાડીઓને 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલ 6 મેચોની સીમિત ઓવરોની સિરીઝ માટે સુરક્ષા વ્યવસ્થાની જાણકારી આપી હતી. પરંતુ 10 ખેલાડીઓએ હટવાનો નિર્ણય લીધો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]