શ્રીલંકા ટુર પર જવા તૈયાર છે ટીમ ઈન્ડિયા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે, ભારતીય ટીમ સીમિત ઓવરોની 6 મેચની સીરીઝ રમવા માટે શ્રીલંકાના પ્રવાસ પર જવા માટે તૈયાર છે, કારણ કે શ્રીલંકામાં કોરોના વાયરસનો પ્રકોપ વધારે નથી અને ત્યાં સ્થિતિ પણ સામાન્ય છે. ભારતમાં કોરોના વાયરસની મહામારીએ પોતાનું રૌદ્ર સ્વરુપ દેખાડવાનું હજી બંધ કર્યું નથી. આના કારણે ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસ પર જાય તેવી શક્યતાઓ પ્રવર્તી રહી છે. બીસીસીઆઈએ કહ્યું કે, 3-3 મેચોની વનડે અને ટી 20 સીરીઝ માટે ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે જઈ શકે છે, પરંતુ અમને સરકાર મંજૂરી આપે ત્યારે. બીસીસીઆઈના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું કે, આ બધું લોકડાઉન અને યાત્રા પ્રતિબંધથી સંબંધિત સરકારી નિર્દેશો પર નિર્ભર છે.

ઉલ્લેખનીય છે કે, 25 માર્ચથી દેશવ્યાપી લોકડાઉન બાદ ભારતીય ખેલાડીઓ પોતાના ઘરોમાં કેદ છે. મેટ્રો શહેરોમાં રહેનારા મોટાભાગના ખેલાડીઓને ફિટનેસ મમાટે સીમિત કરી દેવામાં આવ્યા છે, જેમાં દોડવાની જગ્યા પણ નથી. ભારતીય બોર્ડ હજી પણ સરકારી નિર્દોશોની રાહ જોઈ રહ્યું છે, આ પહેલા તે ખેલાડીઓ માટે આઉટડોર કૌશલ શિબિરનું આયોજન કરશે.