દક્ષિણ આફ્રિકાને મોટો ફટકોઃ ઈજાગ્રસ્ત ડેલ સ્ટેન સ્પર્ધામાંથી આઉટ

સાઉધમ્પટન – આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં પોતાની પહેલી બેઉ મેચ હારી જનાર અને હવે ત્રીજી ફેવરિટ્સ ભારત સામે રમાવાની છે ત્યારે દક્ષિણ આફ્રિકાને આજે મોટો ફટકો પડ્યો છે. એનો ફાસ્ટ બોલર ડેલ સ્ટેન આખી સ્પર્ધામાંથી જ આઉટ થઈ ગયો છે. સ્ટેનને ખભામાં ઈજા થઈ છે અને એની સારવારમાં એ સાજો થયો નથી, પરિણામે એને પડતો મૂકવામાં આવ્યો છે.

સ્ટેનની જગ્યાએ ડાબોડી ફાસ્ટ બોલર બ્યુરેન હેન્ડ્રીક્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

સાઉધમ્પ્ટનમાં આવતીકાલની મેચની પૂર્વસંધ્યાએ પત્રકારો સાથેની વાતચીતમાં કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, ‘દક્ષિણ આફ્રિકા ટીમ એના કોઈ સારા દિવસે બહુ જ ખતરનાક બની શકે છે. અમે એને હળવાશથી લેવાના નથી.’

સ્ટેનને ખભાની ઈજા તાજેતરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધામાં રમતી વખતે થઈ હતી.

વર્લ્ડ કપ સ્પર્ધામાં દક્ષિણ આફ્રિકાની તેની બે મેચ હારી ચૂક્યું છે. પહેલી ઈંગ્લેન્ડ સામે અને બીજી બાંગ્લાદેશ સામે. સ્ટેન આ બંને મેચમાં રમી શક્યો નહોતો.

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસીએ અગાઉ એવી આશા વ્યક્ત કરી હતી કે ભારત સામેની મેચ પૂર્વે સ્ટેન સાજો થઈ જશે.

ડેલ સ્ટેનની જગ્યા ડાબોડી ફાસ્ટ બોલર બ્યુરેન હેન્ડ્રીક્સ લેશે. એ તેની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચ ગયા જાન્યુઆરીમાં પાકિસ્તાન સામે રમ્યો હતો.

દક્ષિણ આફ્રિકાને આવતીકાલે ભારત સામેની મેચમાં તેના બીજા એક ફાસ્ટ બોલર લુન્ગી એન્ગીડીની પણ ખોટ સાલશે. એન્ગીડી પણ બાંગ્લાદેશ સામેની મેચ વખતે ઈજાગ્રસ્ત થયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]