હ્રતિક રોશનને પોતાની બાયોપિકમાં જોવાની સૌરવ ગાંગુલીની ઈચ્છા

મુંબઈ: ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને અત્યારે બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પોતાની પસંદગીના એક્ટરનો ખુલાસો કર્યો છે. એટલું જ નહીં સૌરવે એ પણ જણાવ્યું કે, તેમની બાયોપિક ફિલ્મ બને તો તેમાં કયો એક્ટર તેમની ભૂમિકા નિભાવશે. જોકે, હાલ ગાંગુલીની બાયોપિક અંગે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ પણ પ્રકારની ચર્ચા નથી.

સૌરવ ગાંગુલીએ કહ્યું કે, મારી પસંદગીનો એક્ટર હૃતિક રેશન છે. હું તેમને ખુબ ચાહુ છું. હું ઈચ્છુ છું કે, મારી બાયોપિકમાં હૃતિક રેશન મારી ભૂમિકા નિભાવે.  હૃતિકનું નામ ટોચના સ્ટારમાં કરવામાં આવે છે તેમ જ ‘સુપર ૩૦’ દ્વારા તેણે જણાવી દીધું છે કે તે અતિથી અતિસામાન્ય વ્યકિતની બાયોપિકમાં પણ જાન લાવી દે છે. તેણે ગણિતશાસ્ત્રી આનંદકુમારની બાયોપિક ‘સુપર ૩૦’માં ખૂબ ઉમદા કામ કર્યું હતું. આ ફિલ્મ માટે તેણે ઘણું વજન પણ ઘટાડ્યું હતું.

મહત્વનું છે કે, ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ પર પણ એક બાયોપિક ફિલ્મ બની રહી છે. જેથી એ વાતની પણ પ્રબળ સંભાવના છે કે, સૌરવ ગાંગુલીની બાયોપિક પણ બની શકે છે. જોકે, આ બોયોપિક કોણ બનાવશે એની કોઈ ચર્ચા નથી થઈ. આમ પણ ગાંગુલી પોતાની આત્મકથા લખી ચૂક્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]