શું વોટસનની સદી આઈપીએલની ફાઈનલની પહેલી જ હતી?

ઓસ્ટ્રેલિયન શેન વોટસને ગયા રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ ગયેલી આઈપીએલ-11ની ફાઈનલ મેચમાં સેન્ચુરી ફટકારી હતી. એના અણનમ અને ઝંઝાવાતી 117 રનને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદ ઉપર 8-વિકેટથી આસાન વિજય હાંસલ કર્યો હતો.

ઘણાએ સવાલ કર્યો છે કે શું વોટસનની સદી આઈપીએલની અત્યાર સુધીમાં થઈ ગયેલી 11 મોસમોની ફાઈનલ મેચોમાં આ પહેલી જ છે?

તો જવાબ એ છે કે આ પહેલી આઈપીએલ ફાઈનલ સેન્ચુરી નહોતી, પણ બીજી હતી. પહેલી સદી રિદ્ધિમાન સહાએ 2014માં બેંગલુરુમાં રમાઈ ગયેલી ફાઈનલમાં કિંગ્સ ઈલેવન પંજાબ ટીમ વતી અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ફટકારી હતી. સહા એ મેચમાં 115 રન કરીને નોટઆઉટ રહ્યો હતો, પરંતુ એ મેચ પંજાબ ટીમ જીતી શકી નહોતી, કારણ કે મનીષ પાંડેએ 50 બોલમાં 94 રન ફટકારતાં કોલકાતા નાઈટ રાઈડર્સ ચેમ્પિયન બની હતી.

તેથી વોટસનની સદી પહેલી નહીં, પણ બીજી છે, પણ આઈપીએલ ફાઈનલમાં જીત અપાવનાર પહેલી સદી છે.
આઈપીએલના 11 વર્ષના ઈતિહાસમાં આ 52મી સદી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]