શેહઝાર રિઝવી 10 મીટર એર પિસ્તોલ રેન્કિંગ્સમાં વર્લ્ડ નંબર-1 બન્યો

નવી દિલ્હી – ભારતના શૂટર શેહઝાર રિઝવીએ ISSF વર્લ્ડ રેન્કિંગ્સમાં નંબર-વન હાંસલ કર્યો છે. દક્ષિણ કોરિયાના ચાંગ્વોનમાં હાલમાં જ સમાપ્ત થયેલી વર્લ્ડ કપ સ્પર્ધામાં એણે રજતચંદ્રક જીત્યો હતો.

રિઝવીએ કુલ 1654 રેટિંગ્સ પોઈન્ટ મેળવ્યા છે. રશિયાનો એર્ટમ ચેર્નોસોવ 1046 પોઈન્ટ સાથે બીજા નંબરે અને જાપાનનો તોમોયુકી માત્સુદા 803 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે.

ટોપ-10માં એક અન્ય ભારતીય પણ છે – જિતુ રાય (છઠ્ઠા નંબરે). જ્યારે ઓમ પ્રકાશ મિઠારવલે 12મો ક્રમ મેળવ્યો છે.

રિઝવીએ ગયા માર્ચમાં મેક્સિકોમાં યોજાઈ ગયેલી સ્પર્ધામાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મહિલાઓની 10 મીટર એર પિસ્તોલના રેન્કિંગ્સમાં ટોપ-10માં ભારત તરફથી સ્થાન મેળવ્યું છે મનુ ભાકરે. એ ચોથા ક્રમે આવી છે. મનુએ હાલમાં જ કોમનવેલ્થ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

પુરુષોની 10 મીટર એર રાઈફલ હરીફાઈના રેન્કિંગ્સમાં ભારતનો રવિકુમાર ચોથા અને દીપક કુમાર 9મા ક્રમે આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]