ન્યુ યોર્ક – 23 વખત ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન બનેલી અમેરિકાની ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે ઓસ્ટ્રેલિયાનું રોક ક્લાસિક ગીત ‘આઈ ટચ માયસેલ્ફ’ ગાતો પોતાનો એક વિડિયો રિલીઝ કર્યો છે.
આ ગીત ગાતી વખતે એ ટોપલેસ બની છે. એણે પોતાનાં હાથ વડે એનાં વક્ષઃસ્થળને ઢાંકી દીધું છે.
37 વર્ષીય સેરેનાએ આ ગીત બ્રેસ્ટ કેન્સર સામે જનજાગૃતિ ઝુંબેશને ઉત્તેજન આપવા માટે ગાયું છે.
એણે પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કરતી વખતે લખ્યું છે કે, બ્રેસ્ટ કેન્સરની બીમારીનો મુદ્દો સમગ્ર દુનિયામાં તમામ રંગની તમામ સ્ત્રીઓને અસર કરે છે એટલે હું જનજાગૃતિ ગીત ગાવા ઈચ્છતી હતી.
દુનિયાભરમાં સપ્ટેંબર મહિનો ‘બ્રેસ્ટ કેન્સર જનજાગૃતિ માસ’ તરીકે મનાવવામાં આવી રહ્યો છે.
httpss://www.instagram.com/p/BoUJN25na2Y/?taken-by=serenawilliams