વિશ્વ શૂટિંગ સ્પર્ધામાં સૌરભે 10 મીટર એર પિસ્તોરમાં ગોલ્ડ મેડલ જીત્યો

ચાંગ્વોન (દક્ષિણ કોરિયા) – બે સપ્તાહ પહેલાં એશિયન ગેમ્સ વિજયી દેખાવ કરનાર સૌરભ ચૌધરીએ એક વધુ ગોલ્ડ મેડલ જીત્યો છે, આ વખતે બાવનમી શૂટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં. સૌરભે પુરુષોના વિભાગમાં જૂનિયર 10 મીટર એર પિસ્તોલ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો છે જ્યારે એની ટીમના સાથી અર્જુન સિંહ ચીમાએ કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે.

16 વર્ષના મેરઠનિવાસી સૌરભે 245.5 પોઈન્ટ્સનો વર્લ્ડ રેકોર્ડ સ્કોર કર્યો હતો. આગલો વર્લ્ડ રેકોર્ડ 243.7 પોઈન્ટ્સનો હતો. આ રેકોર્ડ એણે જ ગઈ 26 જૂને જુનિયર વર્લ્ડ કપમાં નોંધાવ્યો હતો.

આજની હરીફાઈમાં રજત ચંદ્રક દક્ષિણ કોરિયાના શૂટરે 243.1 પોઈન્ટ્સ સાથે જીત્યો હતો. અર્જુને 218.0 પોઈન્ટ્સ સ્કોર કર્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]