ડાંગ જિલ્લાની રનર સરિતા ગાયકવાડની એશિયન ગેમ્સ-2018 માટે પસંદગી

ગુજરાતનું ગૌરવ, ડાંગ જિલ્લાની ‘ગોલ્ડન ગર્લ’ ગણાતી સરિતા ગાયકવાડની આવતા ઓગસ્ટમાં ઈન્ડોનેશિયામાં યોજાનાર એશિયન ગેમ્સ માટેની ભારતીય એથ્લેટિક્સ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. સરિતાએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે યોજાઈ ગયેલી કોમનવેલ્થ ગેમ્સમાં 400 મીટરની રીલે રેસમાં ભાગ લીધો હતો.

18મી એશિયન ગેમ્સ માટે એથ્લેટિક્સ માટે ઈન્ડિયન ઓલિમ્પિક્સ એસોસિએશને પુરુષો-સ્ત્રીઓ સહિત કુલ 51 એથ્લીટ્સના નામ પસંદ કર્યા છે. સરિતા એમાંની એક છે.

ઈન્ડોનેશિયાના જાકાર્તા અને પાલેમબંગ શહેરોમાં યોજાનાર એશિયાડમાં 36 રમતો માટે હરીફાઈઓ યોજાશે. ભારતે એ માટે કુલ 523 એથ્લીટ્સનો સંઘ પસંદ કર્યો છે, જેમાં 276 પુરુષો છે અને 247 મહિલાઓ છે.

‘ચિત્રલેખા’ના અંકમાં પ્રકાશિત લેખ વાંચવા માટે આ લિન્ક પર ક્લિક કરો… https://chitralekha.com/daangchitralekha.pdf