સાનિયા મિર્ઝાની બહેન અનમ અઝહરુદ્દીનના પુત્ર અસદ સાથે લગ્ન કરશે

હૈદરાબાદ – ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના પુત્ર અસદ અઝહરુદ્દીન સાથે લગ્ન કરવાની છે.

આ જાણકારી ખુદ સાનિયાએ જ સોશિયલ મિડિયા મારફત આપી છે.

અનમ મિર્ઝા ફેશન સ્ટાઈલિસ્ટ છે. તે અને અસદ આ વર્ષના ડિસેંબરમાં લગ્ન કરશે.

અનમનાં આ બીજાં લગ્ન હશે. એણે તેના પહેલા પતિ અકબર રશીદ પાસેથી 2018માં છૂટાછેડા લઈ લીધાં છે. હૈદરાબાદસ્થિત ઉદ્યોગપતિ અકબર અનમનો બોયફ્રેન્ડ હતો. એણે જ અનમને લગ્ન કરવાની ઓફર કરી હતી. બંનેએ 2016ની 16 નવેંબરે લગ્ન કર્યા હતા અને એ પાર્ટીમાં સલમાન ખાન, પરિણિતી ચોપરા સહિત અનેક બોલીવૂડ કલાકારો હાજર રહ્યાં હતાં અને ફિલ્મી સ્ટાઈલમાં અકબર-અનમનાં લગ્ન થયાં હતાં.

ફિલ્મ નિર્માત્રી ફરાહ ખાને પણ હાલમાં જ અનમનાં નવા સગપણનો ઈશારો કરતી અનમની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જેમાં બારીના કાચ પર મોટા અક્ષરમાં ‘બ્રાઈડ ટૂ બી’ લખ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]