સાનિયા મિર્ઝા-શોએબ મલિક માતાપિતા બન્યાં: સાનિયાએ પુત્રને જન્મ આપ્યો

હૈદરાબાદ – ભારતની દંતકથા સમાન ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને એનો પાકિસ્તાની ક્રિકેટર પતિ શોએબ મલિક માતા-પિતા બન્યાં છે. સાનિયાએ પુત્રને જન્મ આપ્યો છે. શોએબે આ આનંદના સમાચારની જાણકારી આજે સવારે ટ્વિટર પર આપી હતી.

શોએબે લખ્યું છે કે, જણાવતા અતિશય આનંદ થાય છે. પુત્ર થયો છે અને સાનિયાની તબિયત સરસ છે. આપની પ્રાર્થના અને શુભેચ્છા બદલ આભાર.

દંપતીને આ આનંદના અવસરે અભિનંદન અને હાર્દિક શુભેચ્છા.

હૈદરાબાદનિવાસી 31 વર્ષીય સાનિયા અને શોએબે 2010માં લગ્ન કર્યા હતા. સાનિયા ગર્ભવતી થઈ છે એવી જાહેરાત આ વર્ષના એપ્રિલમાં કરવામાં આવી હતી.

httpss://twitter.com/realshoaibmalik/status/1057090038993870849

બોલીવૂડ નિર્માત્રી ફરાહ ખાન-કુંદરે આ સમાચાર જાણ્યા બાદ એમનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ મેસેજ પોસ્ટ કર્યો હતો.

httpss://www.instagram.com/p/BpifBBdgUTg/?taken-by=farahkhankunder

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]