CWG2018: ભારત માટે ગોલ્ડ મોર્નિંગ; વેઈટલિફ્ટિંગમાં પૂનમ, શૂટિંગમાં મનુએ ગોલ્ડ જીત્યો

ગોલ્ડ કોસ્ટ (ઓસ્ટ્રેલિયા) – અહીં રમાતી કોમનવેલ્થ ગેમ્સમાં આજે ચોથા દિવસે પણ ભારતને ગોલ્ડ મેડલ્સ મળવાનું ચાલુ રહ્યું છે. ભારતે આજે બે ગોલ્ડ મેડલ જીત્યા છે. આ બંને ગોલ્ડ અપાવનાર મહિલાઓ છે – પૂનમ યાદવ અને મનુ ભાકર. એમાંય શૂટિંગમાં ભારતને ગોલ્ડ અપાવનારી મનુ ભાકર તો હજી 16 વર્ષની જ છે. મનુએ શૂટિંગની રમતમાં 10 મીટર એર પિસ્તોલ હરીફાઈમાં ગોલ્ડ જીત્યો છે.

(ડાબે) પૂનમ યાદવ, (જમણે) મનુ ભાકર

વારાણસીની રહેવાસી પૂનમ યાદવે મહિલાઓની વેઈટલિફ્ટિંગમાં 69 કિ.ગ્રા. વર્ગમાં ગોલ્ડ જીત્યો છે. મળ્યો છે.

આ સાથે વર્તમાન ગેમ્સમાં ભારતે જીતેલા ગોલ્ડ મેડલ્સનો આંકડો વધીને 6 થયો છે. આમાં, પાંચ ગોલ્ડ મેડલ ભારતને વેઈટલિફ્ટિંગમાં મળ્યા છે.

પૂનમે 69 કિ.ગ્રા. વર્ગમાં 222 કિલો વજન ઊંચકીને નંબર-1 હાંસલ કર્યો છે.

પૂનમે સ્નેચમાં 100 કિલો વચન ઉંચક્યું હતું અને ત્યારબાદ ક્લીન એન્ડ જર્કમાં 122 કિલો વજન ઉંચકીને ગોલ્ડ પોતાને નામે કરી લીધો હતો.

ઈંગ્લેન્ડની સારાહ ડેવીસે રજત (217 કિલો) અને ફિજીની અપોલોનીયા વાઈવાઈ (216)એ કાંસ્યચંદ્રક જીત્યો છે.

મનુ ભાકરનો કારકિર્દીનો પહેલો કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ

મનુએ કુલ 240.9 અંક પ્રાપ્ત કર્યા છે.

આ જ હરીફાઈનો રજતચંદ્રક પણ ભારતને મળ્યો છે. હીના સિધુએ 234 પોઈન્ટ્સ સાથે બીજો નંબર મેળવ્યો છે.

મનુ ભાકર, હીના સિધુ

હરિયાણાના ગોરિયા ગામની 16-વર્ષની મનુ ભાકરે આ પહેલી જ વાર કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ જીત્યો છે અને તે પણ ગેમ્સના રેકોર્ડ સાથે.

મેડલ્સની યાદીમાં આજે સવારની સ્થિતિ આ મુજબ હતીઃ