વિરાટ કોહલીએ મેળવ્યો ‘પોલી ઉમરીગર એવોર્ડ’

બેંગલુરુ – ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર માટેનો ‘પોલી ઉમરીગર એવોર્ડ’ મેળવ્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા અહીં આયોજિત વાર્ષિક એવોર્ડ સેરેમની ખાતે કોહલીને ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

કોહલીને આ એવોર્ડ વર્ષ 2016-17 અને 2017-18ની મોસમોમાં કરેલા જોરદાર દેખાવ બદલ આપવામાં આવ્યો છે.

એવોર્ડ સમારંભમાં કોહલીની પત્ની અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ ઉપસ્થિત રહી હતી. કોહલીએ એવોર્ડ મેળવ્યા બાદ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આજે મારી પત્ની પણ અહીં હાજર છે એટલે મારે મન આ એવોર્ડ સ્પેશિયલ બની ગયો છે. આ એવોર્ડ ગયા વર્ષે અપાયો નહોતો, પણ મને આનંદ છે કે એ ગયા વર્ષે અપાયો નહોતો, કારણ કે એ આજે અહીંયા છે.

કોહલી અને અનુષ્કા, બંને જણ બ્લેક ડ્રેસમાં સજ્જ હતા.

કોહલી અને અનુષ્કાએ ગયા વર્ષની 11 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા.

કોહલીએ પોલી ઉમરીગર પાંચમી વાર જીત્યો છે. એણે આ પહેલાં 2011-12, 2014-15, 2015-16 અને 2016-17માં પણ જીત્યો હતો.

અન્ય કેટેગરીમાં, 2016-17ની મોસમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટર માટેનો એવોર્ડ બે ખેલાડીને આપવામાં આવ્યો છે – ભારતની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને વર્ષ 2016-17 માટે અને ઓપનર સ્મૃતિ મંધાનાને વર્ષ 2017-18 માટે આપવામાં આવ્યો છે.

httpss://twitter.com/AnushkaSFanCIub/status/1006535357926604800