પાકિસ્તાનની વર્લ્ડ કપ જાહેરખબરમાં વિન્ગ કમાન્ડર અભિનંદનની મજાક ઉડાવાઈ

મુંબઈ – આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધામાં આવતી 16 જુને ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થવાનો છે. એ પૂર્વે પાકિસ્તાનની એક ટીવી ચેનલે એક જાહેરખબર પ્રસારિત કરી છે, પણ એમાં ભારતના વિન્ગ કમાન્ડર અભિનંદન વર્તમાનની મજાક ઉડાવવામાં આવી હોવાથી ભારતીય ઈન્ટરનેટ યુઝર્સ ખૂબ ભડકી ગયા છે અને જાહેરખબરની સખત રીતે ટીકા કરી છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય હવાઈ દળે આ વર્ષની 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં સક્રિય ત્રાસવાદી અડ્ડાઓનો હવાઈ હુમલાઓ કરીને નાશ કર્યાના બીજા દિવસે વિન્ગ કમાન્ડર અભિનંદન વર્તમાનના વિમાનને પાકિસ્તાને તોડી પાડ્યું હતું. અભિનંદન સદ્દભાગ્યે બચી ગયા હતા, પણ વિમાન પાકિસ્તાનની ભૂમિ પર પડ્યું હતું અને ત્યાં અભિનંદનને પકડી લેવામાં આવ્યા હતા.

અભિનંદનને બાદમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને શુભચેષ્ટા રૂપે છોડી મૂક્યા હતા અને સુખરૂપ ભારત પાછા મોકલી દીધા હતા.

અભિનંદન જ્યારે પાકિસ્તાની લશ્કરના તાબામાં હતા ત્યારે લશ્કરે એક વિડિયો રિલીઝ કર્યો હતો, જેમાં અભિનંદનને ચા પીતા બતાવવામાં આવ્યા હતા અને સુખરૂપ હાલતમાં છે એ બતાવવામાં આવ્યું હતું.

પાકિસ્તાનની જેઝ ટીવીએ તે વિડિયોની નકલ કરતી એક જાહેરખબર પ્રસારિત કરી છે, જેમાં અભિનંદન જેવી મૂછ ધરાવતા અને ભારતીય ક્રિકેટરો પહેરે છે એવું બ્લુ જર્સી પહેરેલો એક માણસ બતાવવામાં આવ્યો છે.

એમાં તે માણસ જ્યારે એને પૂછવામાં આવે છે કે ટોસ જીત્યા બાદ તારી ગેમ સ્ટ્રટેજી શું હશે? ત્યારે એ માણસ અભિનંદન વર્તમાનના વાયરલ થયેલા નિવેદન ‘આઈ એમ સોરી, હું તમને એ જણાવવા બંધાયેલો નથી’ને દોહરાવે છે.

આ છે એ વિડિયો…

httpss://twitter.com/i/status/1138318807573979137

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]