નેમાર ત્રણ મહિને પહેલી વાર રમ્યો; બ્રાઝિલે ફ્રેન્ડલી મેચમાં ક્રોએશિયાને 2-0થી હરાવ્યું

લિવરપૂલ – નેમારે ક્રોએશિયા પર બ્રાઝિલને 2-0થી જીત અપાવીને બ્રાઝિલના ફૂટબોલ ચાહકોને રાજીનાં રેડ કરી દીધાં છે. રશિયામાં ફિફા વર્લ્ડ કપ પૂર્વે બ્રાઝિલની તૈયારીમાં આ જીત મહત્ત્વની છે.

નેમાર પગમાં થયેલી ઈજાને કારણે ત્રણ મહિનાથી મેદાનથી બહાર હતો. તે આ પહેલી જ મેચમાં રમ્યો છે. એને બીજા હાફમાં ઈન્સર્ટ કરાયો હતો અને પાંચ વખત વિશ્વ ચેમ્પિયન બનેલી બ્રાઝિલ ટીમની જીત માટે એનો પ્રવેશ નિર્ણાયક બન્યો હતો, કારણ કે શરૂઆતની 45 મિનિટની રમતમાં બ્રાઝિલની ટીમ એક પણ શોટ ટાર્ગેટ પર મારી શકી નહોતી.

નેમારની હાજરીથી ટીમના ખેલાડીઓમાં જાણે નવું જોમ આવ્યું હતું. ફિલ્ડ પર નેમારનો દેખાવ પણ ઉત્તમ રહ્યો હતો.

નેમારે ઈન્સાઈડ એરિયામાં કુટિન્હોએ કરેલા પાસ બાદ ક્રોએશિયાના ત્રણ ડીફેન્ડર્સને હંફાવીને 69મી મિનિટે ગોલ કર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]