વિરાટ, અનુષ્કા બન્યાં મિન્ત્રાનાં પ્રથમ સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર

મુંબઈ – ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા હાલ દેશનું સ્ટાર દંપતી ગણાય છે. એમને મિન્ત્રાનાં પ્રથમ સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મિન્ત્રા એ ફ્લિપકાર્ટ કંપનીની માલિકીની ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે.

મિન્ત્રાએ તેના નવા પ્રચાર માટે વિરાટ-અનુષ્કાને ચમકાવ્યાં છે. આ સ્ટાર કપલ ‘ગો મિન્ત્રા-લા-લા’ એડ ફિલ્મમાં જોવા મળશે. કોહલી અને અનુષ્કાને સામેલ કરવા પાછળ મિન્ત્રાનો ઉદ્દેશ્ય ગ્રાહકોને શોપિંગનો આનંદદાયક અનુભવ કરાવવાનો છે.

મિન્ત્રાનાં વડા અમર નાગરામનું માનવું છે કે વિરાટ અને અનુષ્કા એમના આ નવા પ્રચારના ફેસ તરીકે જોડાયાં છે તેથી અમારી બ્રાન્ડ વધારે મજબૂત થશે અને મિન્ત્રા પર શોપિંગના આનંદ અને સુવિધાની જમાવટ થશે.

વિરાટ-અનુષ્કાને ચમકાવતી ફિલ્મ મ્યુઝિકલ છે. જેમાં અનુષ્કા એક શોપિંગ કાર્ટને ધકેલતી જોઈ શકાય છે. કાર્ટમાં વિરાટ બેઠેલો છે.

વિરાટ અને અનુષ્કા, જેમને ‘વિરુષ્કા’ હુલામણું નામ આપવામાં આવ્યું છે, તેઓ આ પહેલાં હેડ એન્ડ શોલ્ડર્સ શેમ્પૂ અને માન્યવર જેવી બ્રાન્ડ્સને પણ એન્ડોર્સ કરી ચૂક્યાં છે.

httpss://youtu.be/WsPc-L2OmGA

httpss://youtu.be/tz5GkHVdFbk

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]