ભડકેલા બાંગ્લાદેશી હેકર્સે વિરાટ કોહલીની વેબસાઈટ હેક કરી

મુંબઈ – હાલમાં જ રમાઈ ગયેલી એશિયા કપ ક્રિકેટ સ્પર્ધાની ફાઈનલમાં ભારતના હાથે બાંગ્લાદેશનો પરાજય થતા ગુસ્સે ભરાયેલા કેટલાક બાંગ્લાદેશી ક્રિકેટપ્રેમી-હેકર્સના એક ગ્રુપે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની વેબસાઈટ હેક કરી છે.

આ હેકર્સ ગ્રુપ પોતાને સાઈબર સિક્યૂરિટી એન્ડ ઈન્ટેલિજન્સ (CSI) તરીકે ઓળખાવે છે. એણે કોહલીની સત્તાવાર વેબસાઈટને ગયા શનિવારે હેક કરી હતી, એવો ઢાકા ટ્રિબ્યુન અખબારમાં અહેવાલ છે.

એશિયા કપ ફાઈનલમાં અમ્પાયરના નિર્ણય અયોગ્ય હતા એવા દાવા અને એના વિરોધમાં હેકર્સે કોહલીની વેબસાઈટ હેક કરી હતી.

તે ફાઈનલ મેચમાં બાંગ્લાદેશના ઓપનર લિટન દાસે કારકિર્દીની પહેલી જ સદી ફટકારી હતી. ભારતના વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ એને સ્ટમ્પ આઉટ કર્યો હતો, પણ અમ્પાયરના તે નિર્ણયથી બાંગ્લાદેશી ચાહકો ખુશ થયા નહોતા. એમનો દાવો છે કે એ નિર્ણય બહુ ક્લોઝ હતો.

કોહલી એશિયા કપમાં રમ્યો જ નહોતો તે છતાં બાંગ્લાદેશી હેકર્સે એની વેબસાઈટ હેક કરી છે. એ લોકોએ કોહલીની વેબસાઈટના પેજ પર ત્રણ ચિત્રો મૂક્યા છે અને આઈસીસી તથા ભારતીય ક્રિકેટ ટીમને સવાલ કર્યો છે તેમજ એમ પણ પૂછ્યું છે કે ‘શું તમે આ જેન્ટલમેન્સ ગેમ રમો છો?’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]