શ્રીલંકાનો નવો મિસ્ટ્રી સ્પિનર – કેવીન કોઠીગોડા

શ્રીલંકા ક્રિકેટને એક નવો રહસ્યમય બોલિંગ એક્શનવાળો સ્પિનર મળ્યો છે, જેનું નામ છે કેવીન કોઠીગોડા.

જેમ ભારત પાસે ક્વાલિટી બેટ્સમેનોની કમી નથી અને પાકિસ્તાન પાસે ક્વાલિટી ફાસ્ટ બોલરોની કમી નથી, એમ શ્રીલંકા પાસે ક્વાલિટી સ્પિન બોલરોની ખોટ નથી.

1990 અને 2000ના દાયકાઓમાં શ્રીલંકાને મળ્યો હતો ઓફ્ફ સ્પિનર મુથૈયા મુરલીધરન, જેણે શ્રીલંકાની બોલિંગનો બધો ભાર પોતાના ખભા પર ઊંચકી લીધો હતો અને કારકિર્દીમાં કુલ 800 વિકેટો લીધી હતી.

મુરલી 2010માં નિવૃત્ત થયો અને શ્રીલંકાને મળ્યો રંગના હેરાથના રૂપમાં નવો વર્લ્ડ ક્લાસ સ્પિનર. આ ડાબોડી સ્પિનરે પણ જોતજોતામાં 400 ટેસ્ટ વિકેટ ખેરવી નાખી હતી. એણે સાત વર્ષ સુધી શ્રીલંકા ક્રિકેટ માટે સેવા બજાવી હતી, પણ હવે એ ચાલીસીની વયમાં પહોંચી ગયો છે. એ હવે માંડ એકાદ મોસમ રમી શકશે.

શ્રીલંકા હેરાથનું સ્થાન લઈ શકે એવા એક સ્પિનરની શોધમાં હતું જ ત્યાં એને મળી આવ્યો છે કેવીન કોઠીગોડા. આ છોકરો 19 વર્ષનો જ છે. એ અન્ડર-19 એશિયા કપમાં રમ્યો હતો.

આ સ્પિનર ગોલ શહેરનો રહેવાસી છે. એની બોલિંગ એક્શન અજબની છે. એની એક્શન સાઉથ આફ્રિકાના પૌલ એડમ્સની બોલિંગ એક્શનને મળતી આવે છે.

કોઠીગોડાની બોલિંગ એક્શન અસામાન્ય પ્રકારની છે. એ જોઈને તમે દંગ રહી જશો. આવી બોલિંગ એક્શન એણે કોઈ કોચ પાસે વિક્સાવી નથી, પરંતુ કુદરતી જ છે. બોલને હાથમાંથી ફેંકતી વખતે એની પિચને જોઈ શકતો નથી. તે છતાં એણે પોતાની બોલિંગને સતત સુધારી છે.

શ્રીલંકાને અગાઉ અજંટા મેન્ડિસ નામનો એક સ્પિનર પણ મળ્યો હતો. એણે તેની પહેલી જ મેચ અને સિરીઝથી તરખાટ મચાવ્યો હતો. ભારત સામેની એશિયા કપ ફાઈનલમાં એણે 6 વિકેટ લીધી હતી. 3 જ મેચમાં એણે 26 વિકેટ લીધી હતી.

શ્રીલંકા પાસે હાલ એક બીજો મિસ્ટ્રી સ્પિનર છે – અકીલા ધનંજય. એ લેગ સ્પિન અને ઓફ્ફ સ્પિન, એમ બંને પ્રકારના બોલ ફેંકી શકે છે.

એક અન્ય સ્પિનર છે કાઠમંડુ મેન્ડિસ, જે બંને હાથે ઓફ્ફ સ્પિન બોલિંગ કરી શકે છે. એ 2016માં અન્ડર-19 વર્લ્ડ કપમાં રમ્યો હતો.

(જુઓ કેવીન કોઠીગોડાની બોલિંગ એક્શન)

https://twitter.com/PaulRadley/status/1195686853405552640

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]