મયાંતિ લેંગર-બિન્નીઃ ત્રીજા ક્રિકેટ વર્લ્ડ કપનાં હોસ્ટ…

ઈંગ્લેન્ડ-વેલ્સમાં ચાલી રહેલી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધાનો ફીવર ધીમે ધીમે દુનિયાભરનાં ક્રિકેટપ્રેમીઓને વધુ ને વધુ ચડી રહ્યો છે.

ભારત સહિત 10 ટીમના ક્રિકેટરો પરફોર્મન્સ દ્વારા દર્શકોને પ્રભાવિત કરવા પ્રયત્નશીલ છે ત્યારે એક મહિલા એન્કરપર્સન પણ ટીવી ચેનલ પર એમની સંચાલન પ્રતિભા અને સુંદરતાને કારણે સૌનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. તે છે મયાંતિ લેંગર.

દિલ્હીમાં જન્મેલાં મયાંતિ હાલ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર એમની આગવી સ્ટાઈલમાં એન્કરિંગ કરી રહ્યાં છે.

સ્પોર્ટ્સ એન્કર અને ભારતીય ટીવી પત્રકાર મયાંતિ સ્ટાર ચેનલ સાથે વર્ષોથી જોડાયેલાં છે. એમણે 2010ની ફિફા વર્લ્ડ કપ, 2010ની કોમનવેલ્થ ગેમ્સ, 2011ની ક્રિકેટ વર્લ્ડ કપ, 2015ની ક્રિકેટ વર્લ્ડ કપ, 2018ની ઈન્ડિયન પ્રીમિયર લીગ જેવી મોટી સ્પર્ધાઓ વખતે હોસ્ટ તરીકેની કામગીરી બજાવી હતી.

મયાંતિ ગર્વ સાથે કહે છે કે 2019ની ક્રિકેટ વર્લ્ડ કપ ત્રીજી વર્લ્ડ કપ છે જેમાં એ હોસ્ટ કરી રહ્યાં છે.

જુદી જુદી રમતની કુલ 7 રમતની વર્લ્ડ કપમાં મયાંતિ એન્કરિંગ કરી ચૂક્યાં છે.

મયાંતિ ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીનાં પત્ની છે.

































































 

httpss://twitter.com/MayantiLanger_B/status/1117802496196349953