મેગ્નસ કાર્લસને વર્લ્ડ ચેસ ચેમ્પિયનપદ જાળવી રાખ્યું

0
935

લંડન – નોર્વેના ગ્રાન્ડમાસ્ટર મેગ્નસ કાર્લસને એમના અમેરિકન ચેલેન્જર ફેબિઆનો કેરુઆનાને રેપિડ ટાઈબ્રેકર ગેમ્સમાં 3-0થી સજ્જડ પરાજય આપીને વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ વિજેતાપદ પોતાની પાસે જાળવી રાખ્યું છે.

કાર્લસન અને કેરુઆના વચ્ચેની આ મેચ ત્રણ-અઠવાડિયા સુધી ચાલી હતી. એમાં 12 ગેમ ડ્રો જોવા મળી હતી.

આખરે કાર્લસને બેસ્ટ-ઓફ-ફોર રેપિડ ફોર્મેટમાં સતત ત્રણ જીત મેળવીને મુકાબલો જીતી લીધો હતો.

ટાઈબ્રેકર્સમાં દરેક ખેલાડીને પ્રત્યેક ગેમ માટે 25 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો.

અગાઉની 12 પરંપરાગત સ્ટાઈલવાળી ગેમ્સ માટે પ્રત્યેક ખેલાડીએ સાત કલાકનો સમય લીધો હતો.

આ ચેમ્પિયનશિપ જીતીને કાર્લસને 5,50,000 યુરો (આશરે 6,21,000 યુએસ ડોલર)નું રોકડ ઈનામ જીત્યું છે જ્યારે કેરુઆનાને 4,50,000 યુરો (આશરે 5,08,000 ડોલર) મળ્યા છે.