ગેલને વહેલો આઉટ કરવા માટે કોલકાતા ટીમ પાસે પ્લાન છે

કોલકાતા – કિંગ્સ ઈલેવન પંજાબ ટીમના ક્રિસ ગેલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ગુરુવારે આઈપીએલ-11ની લીગ મેચમાં 63 બોલમાં 104 રન ફટકાર્યા એને કારણે અન્ય ટીમો સાવધાન થઈ ગઈ છે.

એમાંય ખાસ કરીને કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે તો ગેલને વહેલો આઉટ કરી દેવાનો પ્લાન પણ ઘડી કાઢ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે આજે મેચ ઈડન ગાર્ડન્સમાં મેચ છે.

કોલકાતા ટીમના બોલિંગ કોચ હીથ સ્ટ્રીકે આ પ્લાન ઘડ્યો છે. એમણે સંકેત આપ્યો છે કે કિંગ્સ ઈલેવન પંજાબ સામેની મેચમાં એમની ટીમના બોલરો ગેલને વહેલો આઉટ કરવાનો પ્રયત્ન કરશે.

સ્ટ્રીકે કહ્યું કે પ્લાનની વિગત હું જણાવી ન શકું. ગેલ ડેન્જરસ અને પાવરફુલ પ્લેયર છે. બોલ એના ઝોનમાં આવે તો એ એને બાઉન્ડર પર મોકલી દેતો હોય છે, પણ અમે એને વહેલો આઉટ કેમ કરી દેવો એનો પ્લાન ઘડ્યો છે.

ગેલને આઈપીએલ ખેલાડીઓની હરાજી વખતે શરૂઆતમાં કોઈએ ખરીદ્યો નહોતો. અંતે પંજાબે ટી-20 ક્રિકેટના આ સૌથી સફળ બેટ્સમેનને બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

પંજાબે પણ ગેલને પહેલી બે મેચમાં ડ્રોપ કર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]