કપિલ દેવની પસંદગી રાષ્ટ્રીય ગોલ્ફ ટીમમાં કરાઈ

નવી દિલ્હી – 1983માં જેમના નેતૃત્વ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે પહેલી જ વાર આઈસીસી વર્લ્ડ કપ જીતીને દુનિયાભરમાં સનસનાટી મચાવી દીધી હતી એ કપિલ દેવની પસંદગી ભારતની રાષ્ટ્રીય ગોલ્ફ ટીમમાં કરવામાં આવી છે.

ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ કપિલ દેવ ગોલ્ફની રમત તરફ વળ્યા હતા.

કપિલ દેવને આવતી 17-19 ઓક્ટોબરે જાપાનમાં યોજાનાર એશિયા-પેસિફિક સિનિયર એમેટર ગોલ્ફ ચેમ્પિયનશિપ માટેની ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે.

59 વર્ષીય કપિલ દેવ આ મહિને નોઈડામાં યોજાઈ ગયેલી ઓલ ઈન્ડિયા સિનિયર્સ ગોલ્ફ ચેમ્પિયનશિપમાં ત્રીજા ક્રમે આવીને જાપાનની સ્પર્ધા માટે ક્વોલિફાય થયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]