એશિયન ગેમ્સઃ પુરુષોની 1500 મીટરની દોડમાં જોન્સને ગોલ્ડ જીત્યો

0
667

જકાર્તા – અહીં રમાતી 18મી એશિયન ગેમ્સમાં આજે પુરુષોની 1500 મીટરની દોડમાં ભારતના જિન્સન જોન્સને ગોલ્ડ મેડલ જીત્યો છે.

800 મીટરની દોડમાં સિલ્વર મેડલ જીતનાર 27 વર્ષીય જોન્સને 1500 મીટરની દોડમાં 3:44.72 સમય સાથે પ્રથમ આવી ગોલ્ડ મેડલ જીત્યો છે.

આ સાથે વર્તમાન ગેમ્સમાં ભારતે એથ્લેટિક્સમાં જીતેલા ગોલ્ડ મેડલની સંખ્યા 6 થઈ છે. જ્યારે ભારતે જીતેલા કુલ ગોલ્ડ મેડલની સંખ્યા 12 પર પહોંચી છે. કુલ મેડલ્સ થયા છે 57.

800ની મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતનાર મનજીત સિંહ 1500 મીટરની દોડમાં ચોથા ક્રમે આવ્યો હતો.

ભારતે એશિયન ગેમ્સમાં 56 વર્ષમાં આ પહેલી જ વાર ગોલ્ડ મેડલ જીત્યો છે.