બુમરાહ ઈજાગ્રસ્ત થયો; સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટસિરીઝમાં રમી નહીં શકે

મુંબઈ – ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઈજાગ્રસ્ત થતાં સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણાની આગામી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થયો છે. એની જગ્યાએ અન્ય ફાસ્ટ બોલર ઉમેશ યાદવનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

બુમરાહને કમરના ભાગમાં સ્નાયૂ ખરાબ રીતે ખેંચાઈ જતાં એ સિરીઝમાં રમી નહીં શકે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ-મેચની ટેસ્ટ સિરીઝ બીજી ઓક્ટોબરથી શરૂ થાય છે. પહેલી ટેસ્ટ વિશાખાપટનમમાં રમાશે.

બુમરાહને આ ઈન્જરી રાબેતા મુજબના રેડિયોલોજિકલ સ્ક્રીનિંગ વખતે ધ્યાનમાં આવી હતી.

હવે બુમરાહે નેશનલ ક્રિકેટ એકેડેમીમાં જવું પડશે અને પુનઃ સ્વાસ્થ્યલાભ માટેની શિબિરમાં સામેલ થવું પડશે. એના સ્વાસ્થ્ય પર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની મેડિકલ ટૂકડી દેખરેખ રાખશે.

સિનિયર પસંદગી સમિતિએ બુમરાહની જગ્યાએ અન્ય ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ટીમમાં સામેલ કર્યો છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરથી પુણેમાં અને ત્રીજી તથા આખરી ટેસ્ટ 19 ઓક્ટોબરથી રાંચીમાં રમાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]