આઈપીએલ-2019ની ફાઈનલ મેચ 12 મેએ હૈદરાબાદમાં રમાશે

મુંબઈ – ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધા (આઈપીએલ)ની હાલ ચાલી રહેલી 12મી આવૃત્તિની ફાઈનલ મેચ 12 મેએ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજવામાં આવશે.

તામિલનાડુ ક્રિકેટ એસોસિએશને ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં 3 સ્ટેન્ડ ખુલ્લા મૂકવાની પરવાનગી ન આપતાં ફાઈનલ મેચને હૈદરાબાદમાં રમાડવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ચેન્નાઈમાં ક્વોલિફાયર 1 મેચ રમાશે જ્યારે એલિમિનેટર મેચ અને ક્વોલિફાયર 2 મેચ વિશાખાપટનમમાં રમાશે.

ક્વોલિફાયર 1 મેચ 7 મેએ ચેન્નાઈમાં રમાશે જ્યારે હૈદરાબાદમાં એલિમિનેટર મેચ 8 મેએ અને ક્વોલિફાયર 2 મેચ 10 મેએ રમાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]