કોમન વેલ્થઃ વેઈટ લિફ્ટિંગમાં ચોથો ગોલ્ડ મેડલ, વેંકટ રાહુલે મેળવી જીત

ગોલ્ડ કોસ્ટ/ઓસ્ટ્રેલિયા– કોમનવેલ્થ રમતના ત્રીજા દિવસે વેઈટ લિફટિંગમાં ભારતનું જોરદાર પર્ફોમન્સ ચાલુ રહ્યું છે. ભારતના આર વેંકટ રાહુલે 85 કિલોગ્રામ કેટેગરીમાં ભારતની ઝોળીમાં ચોથો ગોલ્ડ મેડલ આવ્યો છે. રાહુલે 85 કિ.ગ્રા.ની કેટેગરીમાં કુલ 338 (151+187) કિલો વજન ઉપાડીને આ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.આ પહેલા દેશને વેઈટ લિફટિંગમાં એક ગોલ્ડ મેડલ 77 કિલોગ્રામની કેટેગરીમાં સતીશ કુમાર શિવલિંગમે અપાવ્યો હતો. ભારતે અત્યાર સુધી કોમનવેલ્થ ગેમમાં કુલ 4 ગોલ્ડ મેડલ સહિત કુલ 6 મેડલ(એક સિલ્વર અને એક બ્રોન્ઝ) જીત્યા છે. અને આ બધા જ મેડલ વેઈટલિફટિંગની રમતમાં જ મળ્યા છે.વેંકટ રાહુલે આ ગોલ્ડ મેડલ સુધી પહોંચતા તેમણે સૌથી પહેલા સ્નૈચમાં પોતાનો ત્રીજા પ્રયત્ન સુધી પહોંચતા પહોંચતા 151 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. સ્નૈચમાં તેમણે બીજા પ્રયત્નમાં 151 કિલોગ્રામ વજન ઉઠાવી ચુક્યા હતા. પણ ત્રીજા પ્રયત્નમાં તેમણે 151 કિલોગ્રામ વજન ઉપાડ્યું હતુ. ત્યાર બાદ તેમણે ક્લીન એન્ડ જર્કમાં પણ પોતાની શાનદાન રમત ચાલુ રાખી હતી. ક્લીન એન્ડ જર્કમાં પ્રથમ પ્રયત્નમાં 182 કિલો અને બીજા પ્રયત્નમાં 187 કિલો વજન ઊંચક્યું હતું.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]