હૈદરાબાદ ટેસ્ટ: પ્રથમ દિવસે દેખાયો હોલ્ડર-ચેસનો દમ, વેસ્ટઈન્ડિઝ 295/7

હૈદરાબાદ- ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટઇન્ડિઝની ટીમે પ્રથમ દિવસની રમતના અંતે 7 વિકેટ ગુમાવી 295 રન બનાવ્યા છે. દિવસના અંતે રોસ્ટન ચેસ 98 રન અને દેવેન્દ્ર બિશુ 2 રન બનાવી નોટ આઉટ રહ્યા છે.વેસ્ટઈન્ડિઝે મેચના પ્રથમ સત્રમાં જ ત્રણ વિકેટ ગુમાવી હતી. મહેમાન ટીમને પ્રથમ ઝાટકો કીરોન પોવેલના (22 રન) રુપમાં લાગ્યો હતો. જેને રવિચંદ્રન અશ્વિને જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ કુલદીપ યાદવે ક્રેગ બ્રેથવેટને (14 રન) એલબીડબલ્યુ આઉટ કરીને વેસ્ટઈન્ડિઝને બીજો ઝાટકો આપ્યો હતો.

ત્યારબાદ શાઈ હોપે (36 રન) હેટમેયર સાથે મળીને ત્રીજી વિકેટ માટે 34 રન બનાવ્યા હતા ત્યારે ઉમેશ યાદવે શાઈ હોપને આઉટ કરીને મહેમાન ટીમની ત્રીજી વિકેટ પાડી હતી.

ત્યારબાદ વેસ્ટઈન્ડિઝે શિમરોન હેટમેયરની (12 રન) વિકેટ ગુમાવી હતી. હેટમેયરને કુલદીપ યાદવે પોતાનો શિકાર બનાવ્યો હતો. યુવા ખેલાડી સુનીલ અંબરીશ પણ (18 રન) વધુ એકવાર તેના બેટિંગથી પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો અને કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો.

રોસ્ટન ચેસ અને શેન ડોવરિચે ટીમના રકાસને અટકાવવા પ્રયાસ કર્યો અને બન્નેએ છઠ્ઠી વિકેટ માટે 69 રનની ભાગીદારી નોંધાવી હતી. વિકેટ નહીં મળતા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બોલિંગમાં પરિવર્તન કરીને ઉમેશ યાદવ પાસે બોલિંગ કરવી અને ઉમેશે ભારતને વધુ એક સફળતા અપાવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]