કોહલીની ‘વિરાટ’ સિદ્ધી, આ મામલે ડોન બ્રેડમેન બાદ ક્રિકેટવિશ્વનો બીજો ખેલાડી બન્યો

રાજકોટ- ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે રાજકોટની સપાટ પીચ માટે યોગ્ય પણ હતો. બીજા દિવસે લંચના વિરામ સુધીમાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટ ગુમાવીને 506 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે. કેપ્ટન વિરાટ કોહલી 120 અને રવિન્દ્ર જાડેજા 19 રન બનાવી નોટઆઉટ છે.કોહલીનો ‘વિરાટ’ રેકોર્ડ

બીજા દિવસની રમતનું મુખ્ય આકર્ષણ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું બેટિંગ રહ્યું. કોહલીએ તેની ટેસ્ટ કારકિર્દીની 24મી સદી ફટકારી હતી. સૌથી ઓછી ઈનિંગમાં 24 શતક ફટકારવાની યાદીમાં કોહલીએ ઓસ્ટ્રેલિયાના ગ્રેગ ચેપલ, પાકિસ્તાનના મોહમ્મદ યૂસુફ અને વેસ્ટઈન્ડિઝના લિજેન્ડ ખેલાડી સર વિવ રિચર્ડ્સને પણ પાછળ છોડી દિધા છે.

કોહલીએ તેની ટેસ્ટ કારકિર્દીની 123 ઈનિંગમાં 24 શતક ફટકાર્યા છે. ક્રિકેટ વિશ્વમાં આ રેકોર્ડમાં કોહલીથી આગળ ફક્ત ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી ડોન બ્રેડમેન આવે છે. જેમણે 66 ઈનિંગમાં 24 ટેસ્ટ સદી ફટકારી છે.

સૌથી ઓછી ઈનિંગમાં 24 ટેસ્ટ શતક

સર ડોન બ્રેડમેન- 66 ઈનિંગ

વિરાટ કોહલી- 123 ઈનિંગ

સચિન તેંડુલકર- 125 ઈનિંગ

સુનિલ ગાવસ્કર- 128 ઈનિંગ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]